Cancer Sahay Yojana | કેન્સર સહાય યોજના 2022
Cancer Sahay Yojana સરકાર દ્રારા ઘણા સમયથી ચલાવવામાં આવે પરંતુ જે ઘણા બધા લોકોને ખબર ના હોવાથી આવી યોજનાનો લાભ ઉઠાવતા શકતા નથી. આ “કેન્સર સહાય યોજના” ના હેઠળ કેન્સર થી પીડાતા દર્દીઓનેે આરોગ્ય વિભાગ તરફથી દર મહિને રૂપિયા 1,000/- ની સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, Cancer Sahay Yojana શું છે?, લાભ શું મળશે, આ યોજનામાં અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોકયુમેન્ટ જોઈએ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

કેન્સર સહાય યોજના શું છે?
કેન્સર સહાય યોજના હેઠળ કેન્સર થી પીડિત વ્યક્તિ ને સરકાર તરફથી દર મહિને રૂપિયા 1,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય સીધી લાભાર્થીના બેંકના ખખાતામાં નાખવામાં આવેશે. જ્યાં સુધી કેન્સર થી પીડિત વ્યક્તિ ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી તેં દર્દીને સરકાર તરફથી આ સહાય મળતી રહે છે. અને આ સહાય વગર આપની જેતે જિલ્લા પંચાયતમાં પણ કૅન્સર ના દર્દીઓને બીજી 10,000 ની સહાય આપવામા આવે છે. જે આપ આપની જિલ્લા આરોગ્ય શાખામાં જઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
કેન્સર સહાય યોજના માટે પાત્રતા(આ લાભ કોને મળશે)
Cancer Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- આ સહાય માટે જે વ્યક્તિ ને કેન્સર ની બીમારી હોઈ અને તેઓ હાલ કેન્સર ની સારવાર કરાવી રહ્યા દર્દીને આ યોજનાનો લાભ મળશે.
- હાલ કેન્સર રોગ થઈ ગયેલ હોઇ અને દર્દી દવાખાનામાં સારવાર લેતા હોઈ તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
- કેન્સર રોગનું ઓપરેશન કરાવી ચૂક્યા હોઈ તેવા દર્દીઓ પણ આ સહાયનો લાભ મળશે.
- હાલ કેન્સર રોગ ની સારવાર ચાલુ હોઈ અને દર્દી ઘરે જ હોઈ અને દર્દી દર મહીને કે દર ત્રણ મહીને દવાખાને બતાવવા માટે જવું પડતું હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
- ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 47,000/- હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર ના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 68,000/- હોવી જોઈએ.
Cancer Sahay Yojana માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
જે મિત્રો Cancer Sahay Yojana માં ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- લાભાર્થીનું આધાર કાર્ડની ઝેરોક્ષ
- લાભાર્થીના રેશન કાર્ડની ઝેરોક્ષ
- વાર્ષિક આવકનો દાખલો(ઉપર આપેલ આવક પ્રમાણે)
- અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો.
- OBC જાતિના લાભાર્થીનો દાખલો.
- કેન્સર ની સારવાર જ્યા ચાલુ હોઈ તે દવાખાના ના બધા રિપોર્ટ અથવા આધાર પુરાવા
- લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ
- લાભાર્થી ના 2 ફોટા
કેન્સર રોગ ની સહાય માટે અરજી પ્રક્રિયા
જે મિત્રો Cancer Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Cancer Sahay Yojana માં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા ગામના અથવા તમારા નજીકનાં PHC સેન્ટર પર જવાનુ રહેશે.
- હવે તમે ત્યાં જઈને પહેલા ત્યાંના PHC અધિકારીને મળો અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
- હવે ત્યાંથી તમને Cancer Sahay Yojana માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે.
- હવે તમારે આ ફોર્મ અને તેમાં માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો(જે ઉપર આપેલા છે) ત્યાં આપવાના રહેશે.
- પછી તમારે PHC સેન્ટર દ્રારા કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવાની રહશે.
ખાસ નોંધ:- આ સહાય જ્યા સુધી દર્દી ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી જ મળે છે.તેં માટે દર્દીને દર મહિનાનાં રિપોર્ટ PHC ખાતે જમાં કરવાના હોઈ છે.
કેન્સર રોગની સહાય યોજના માટે સંપર્ક કચેરી
અમે આ લેખમાં તમને Cancer Sahay Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે પરંતુ જો તમને આ યોજના વિશે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે તમારા નજીકનાં PHC સેન્ટર પર જઈને આ યોજનાની માહિતી મેળવી શકો છો.
- તમારા નજીકનાં PHC સેન્ટર :- ક્લિક કરો
વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજના:-
2 thoughts on “કેન્સર સહાય યોજના 2022 | Cancer Sahay Yojana”