ટ્યૂશન સહાય યોજના 2022 | Coaching Sahay Yojana

Coaching Sahay Yojana | ટ્યૂશન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા ગુજરાત રાજ્યના વિધાર્થીઓના હિતમાં Bin Anamat Aayog Gujarat દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે.  જેમાં ભોજન બિલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય, શૈક્ષણિક આવાસ યોજના, કોમર્શિય પાયલોટ તાલીમ(લોન) યોજનાઓ અને કોચિંગ(ટ્યૂશન) સહાય યોજના ચલાવવામાં આવે છે.

મારાં વ્હાલા ગુજરાતના વિધાર્થીઓ આજે આપણે આ લેખની મદદથી જાણીશું કે Coaching Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Coaching Sahay Yojana

ટ્યૂશન સહાય યોજના 2022 નો હેતુ શું?

Bin Anamat Aayog Gujarat દ્રારા બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાનપ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક મદદરૂપ થવાના હેતુથી ટ્યુશન સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.

 ટ્યૂશન સહાય યોજનાનો લાભ કોને મળેશે?

ટ્યૂશન સહાય યોજનાનો લાભ બિન અનામત પ્રમાણપત્ર ધરાવતા હોય અને ધોરણ- 10 માં 70% કે તેથી વધુ મેળવેલ હોય અને કોચિંગ કલાસમાં ભણતા હોય તેવા ધોરણ- 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય આપવામાં આવે છે.

ટ્યુશન સહાય યોજનામાં શું લાભ મળેશે?

Coaching Sahay Yojana હેઠળ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ એમના એકાઉન્ટમાં DBT દ્વારા પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.

કોચિંગ સહાય માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Coaching Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધારકાર્ડની નકલ
 • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
 • આવકનું પ્રમાણપત્ર
 • રહેઠાણનો પુરાવો
 • ઉંમરનો પુરાવો (જન્મનું પ્રમાણપત્ર/ LC)
 • ધોરણ-10 ની માર્કશીટ
 • આચાર્યનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટીફિકેટ
 • અરજદારની બેંક પાસબુકની નકલ
 • ટ્યુશન કલાસની વિગત (ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે)
 • નિયત નમુનાની અરજીપત્રક

કોચિંગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Coaching Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • Bin Anamat Aayog Gujarat દ્વારા વિવિધ યોજનાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા Bin Anamat Pramanpatra Online કરી શકાય છે. જેથી coaching sahay form online ભરી શકાય છે. જે તમારે ભરવા માટે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને www.gueedc.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Bin Anamat Aayog હેલ્પલાઈને નંબર

અમે અમારા આ લેખમાં Coaching Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

 • Phone Number :– 079-23258688 , 079-23258684

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: