Competitive Exam Training Sahay Yojana | સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્રારા ગુજરાત રાજ્યના વિધાર્થીઓના હિતમાં Bin Anamat Aayog Gujarat દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં ભોજન બિલ સહાય, વિદેશ અભ્યાસ લોન, JEE Gujarat-NEET, શૈક્ષણિક આવાસ યોજના, કોમર્શિય પાયલોટ તાલીમ(લોન) યોજનાઓ અને કોચિંગ(ટ્યૂશન) સહાય યોજના ચલાવવામાં આવે છે.
મારાં વ્હાલા ગુજરાતના વિધાર્થીઓ આજે આપણે આ લેખની મદદથી જાણીશું કે Competitive Exam Training Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવુ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના
Bin Anamat Aayog દ્વારા અમલમાં મુકવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને અથવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સહાયની રકમ વિદ્યાર્થીના ખાતામાં સીધી જમા થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યમાં Bin Anamat Aayog દ્રારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, પરંતુ તેવા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં આવવા માંગતા હોય તો તેમને સારું શિક્ષણ મળી રહે તે માટે આવા વિદ્યાર્થીઓ “સ્પર્ધાત્મક પરીક્ષા”ની તૈયારી કરે તે આ યોજનાનો હેતુ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
Competitive Exam Training Sahay Yojana હેઠળ માન્ય થયેલી સંસ્થામાં તાલીમ મેળવાતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/- અથવા ભરવાની થતી ફી આ બંનેમાંથી જે ઓછું હોય તે મળશે. આ સહાય સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT દ્વારા ચૂકવવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના માટે પાત્રતા
Competitive Exam Training Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- પરીક્ષાર્થી ગુજરાતનો રાજ્યનો હોવો જોઈએ
- પરીક્ષાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
- તાલીમ દરમ્યાન તાલીમાર્થી સરકારી નોકરી કરતા હોવા જોઈએ નહીં.
- આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ધોરણ-12 માં 60% કે તેથી વધુ હોવા જોઈએ.
- બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી, વર્ગ-1,2 કે 3, ગૌણ સેવા પસંદગી મંડળ તથા અન્ય માન્ય થયેલા મંડળોની તાલીમ મેળવતો હોવો જોઈએ.
- તાલીમાર્થી માન્ય થયેલી સંસ્થાઓમાંથી તાલીન મેળવતો હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના હેઠળ તાલીમ સંસ્થા માટેની પાત્રતા.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે સરકાર દ્રારા નીક્કી કરવામાં આવેલા નિયમ મુજબ સંસ્થા(કોચિંગ ક્લાસ) હોવી જોઈએ.
- સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax,અથવા પ્રોફેશનલ ટેક્ષ વગેરે કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈશે.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.
- સંસ્થા ઓછી ઓછી 20 વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ ચલાવતી હોવી જોઇશે.
- તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલીફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈશે. જેમ કે- 20 તાલીમાર્થી દીઠ 2 ક્વોલિફાઈડ શિક્ષક હોવા જોઈએ.
- તાલીમાર્થી ઓછામાં ઓછી 60 દિવસની તાલીમ મેળવેલ મેળવેલ હોવી જોઈશે.
- 21 થી 50 તાલીમાર્થી સુધી 3 શિક્ષકો હોવા જોઈએ, 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને 71 થી 100 તાલીમાર્થી સુધી 5 ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
- સમગ્ર કોર્ષ પૂર્ણ થયા બાદ સરેરાશ 70% ટકા હાજરીને ધ્યાને લઈ અરજી મંજૂર કરવાની રહેશે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Competitive Exam Training Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- વિધાર્થીનું આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-10 ની માર્કશીટની નકલ
- ધોરણ-12 ની માર્કશીટની નકલ
- ઉંમરનો પુરાવો (L.C/જન્મનું પ્રમાણપત્ર)
- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કલાસ સમાજ/સંસ્થા/ટ્રસ્ટ સંચાલિત છે, તો તેનો રજીસ્ટ્રેશ નંબર અથવા GST નંબરનો પુરાવો
- તાલીમ માટે ભરવાની થતી અથવા ભરેલી ફી નો પુરાવો
- સંસ્થાનો એડિમિશન લેટર
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
કોચિંગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Competitive Exam Training Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Bin Anamat Aayog Gujarat દ્વારા વિવિધ યોજનાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા Bin Anamat Pramanpatra Online કરી શકાય છે. જેથી Competitive Exam Training Sahay Yojana માં ઓનલઈને ફોર્મ ભરી શકાય છે. જે તમારે ભરવા માટે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને www.gueedc.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Bin Anamat Aayog હેલ્પલાઈને નંબર
અમે અમારા આ લેખમાં Competitive Exam Training Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.
- Phone Number :– 079-23258688 , 079-23258684
આ પણ વાંચો:-