Divyag E-Bike Sahay Yojana | દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર સહાય યોજના, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં છે. જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, Divyang Bus Pass Yojana, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને દિવ્યાંગ અકસ્માત વીમા યોજના વગેરે. આજે આપણે આ લેખમાં વાત કરી રહ્યા છીએ જેનું નામ છે Divyag E-Bike Sahay Yojana
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Divyag E-Bike Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(પાસ કેવી રીતે કઢાવવો) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
દિવ્યાંગોને ઇલેકટ્રીક સ્કૂટર ખરીદવાની યોજના હેઠળ સ્કૂટરની બેઝીક કિંમત+ડીસેબલ કીટના ૫૦% અથવા ૫.૨૫૦૦૦ ની મર્યાદામાં સહાય ચૂકવવાની થશે.
દિવ્યાંગ ઈલેક્ટ્રીક સ્કૂટર સહાય યોજનાની મહત્વપૂર્ણ બાબતો.
- દિવ્યાંગોને સ્કૂટર ખરીદવાની યોજના હેઠળ ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા બાબતે અરજદારની અરજી મંજૂર થયા બાદ ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદે ત્યારબાદ બીલ રજૂ કર્યા બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારોશ્રીની કચેરી દ્વારા સહાયની રકમ D.B.T મારફત અરજદારના ખાતામાં સીધી ચૂકવણી કરવાની રહેશે.
- ભારત સરકાર જે તે ડિલરોને સબસીડી ચૂકવતા, સબસીડી ડિલરના ખાતામાં મા થશે.
- જે તે કંપની દ્વારા સબસીડીની રકમ કપાત કરી, બીલની રકમ ચૂકવવામાં આવશે.
- અરજદારર ઇલેકટ્રીક સ્કૂટર ખરીદે ત્યારબાદ બીલ રજૂ કર્યા બાદ સહાય મંજૂરકરી, સહાયની ચૂકવણી કરવામાં આવશે.
Divyag E-Bike Sahay Yojana માટે પાત્રતા
Divyag E-Bike Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- દિવ્યાંગની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે.
- દિવ્યાંગતાની ટકાવારી ૪૦% કે તેથી વધુ તથા લાભાર્થીનું નામ બી.પી.એલ. યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોર ધરાવતા હોવા જોઇએ.
- આ યોજનામાં ફક્ત અસ્થી વિષયક દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ બન્નેને લાભ મળવાપાત્ર થશે.
- ઇલેક્ટ્રીક સ્કૂટર ખરીદવાની સહાય યોજનામાં લાભાર્થી દ્વારા તેઓએ મેળવેલ ઇલેક્ટ્રીક સ્કૂટર જો કંડમ થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ જો અન્ય રીતે યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા હશે તો યોજનાનો લાભ પુનઃ મેળવવા અરજી કરી શકશે.
- આ યોજના હેઠળ લાભ મેળવેલ દિવ્યાંગ વ્યક્તિને ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
Divyag E-Bike Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Divyag E-Bike Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ
- રેશનકાર્ડની પ્રમાણિત નકલ.
- દિવ્યાંગ ઓળખકાર્ડ
- સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાનો ઘખલાની પ્રમાણિત નકલ.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ)
- બી.પી.એલ. દાખલાની ઝેરોક્ષ નકલ (૦ થી ૨૦ ના સ્કોરવાળી).
- રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ.
Divyag E-Bike Sahay Yojana માં અરજી પ્રક્રિયા શું છે.
જે મિત્રો Divyag E-Bike Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- આ યોજના હેઠળ યોજનામાં ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિધ્ધ કરી અરજી મેળવવામાં આવશે.(આ યોજના માટે તમારે પહેલા અરજી કરવાની રહેશે)
- વધુ માહિતી માટે
- હવે મેળવેલી અરજીમાંથી કોમ્યુટર ડ્રો કરવામાં આવશે અને લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
- જિલ્લા કક્ષાએ જે અરજીઓ મળેલ હોય તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા ચકાસણી કરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા લાભાર્થીને લાભ આપવાનો રહેશે.
- ઇલેક્ટ્રીક સ્કુટરની ખરીદી રાજ્ય કક્ષાએથી જેડા મારફત નક્કી થયેલ એજન્સી અને જેડાએ નક્કી કરેલ કિમંત પ્રમાણે કરવાની રહેશે.
- આ યોજનાની ચુકવણી જે તે ડિલરને નિયામકશ્રી કચેરીથી કરવાની રહેશે.
આ પણ વાંચો:-