Divyang Akasmat Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં છે. જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, Divyang Bus Pass Yojana, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને દિવ્યાંગ અકસ્માત વીમા યોજના વગેરે. આજે આપણે આ લેખમાં વાત કરી રહ્યા છીએ જેનું નામ છે Divyang Akasmat Sahay Yojana
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Divyang Akasmat Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(પાસ કેવી રીતે કઢાવવો) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

દિવ્યાંગ અકસ્માત વીમા યોજના
દિવ્યાંગ અકસ્માત વીમા યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઇપણ રીતે લાભાર્થીઓનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય.
દિવ્યાંગ અકસ્માત વીમા યોજનામાં મળવાપાત્ર લાભ
Divyang Akasmat Sahay Yojana હેઠળ આવરી લેવાયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અથવા તેના પરિવારને રૂ।.૧,૦૦,૦૦૦/- ની વીમા રકમની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર મળવાપત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.
Divyang Akasmat Sahay Yojana લાભ ક્યારે મળશે?(પાત્રતા)
Divyang Akasmat Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.
- અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
- અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.
- અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.
દિવ્યાંગ અકસ્માત વીમા યોજના હેઠળ લાભ મેળવનાર વારસદારો
Divyang Akasmat Sahay Yojana હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે
- પતિ અથવા પત્ની – તેમની ગેરહયાતીમાં
- તેમના બાળક પુત્ર/પુત્રી – તેમની ગેરહયાતીમાં
- તેમના મા-બાપ – તેમની ગેરહયાતીમા
- તેમના પૌત્ર/પૌત્રી – ઉકત ૧, ૨, ૩ ની ગેરહયાતીમાં
- લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન.
- ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.
- ઉપરોકત કિસ્સામાં જો વારસદારો સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડીયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચૂકવણું કરવાનું રહેશે.
દિવ્યાંગ અકસ્માત વીમા યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Divyang Akasmat Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- વિકલાંગ ઓળખકાર્ડ.
- એફ.આઇ.આર. (F.R.)
- અધિકૃત તબીબનો પોર્સ્ટમોર્ટમ રીપોર્ટ,
- જન્મ-મરણ નોંધણી અધિકારી દ્વારા આપવામાં આવેલ જે તે વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર.
- વિકલાંગ વ્યક્તિની વાર્ષિક આવકા.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવાનું આવક પ્રમાણપત્ર.
- કાયમી અપંગતાના કિસ્સામાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.
- જરૂર હોય ત્યાં ઉંમરનો પુરાવો (શાળા, કોલેજનું પ્રમાણપત્ર)
- અસાધારણ કેસમાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટની અશક્યતાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.
- નોંધ : આ યોજના ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે
દિવ્યાંગ અકસ્માત વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Divyang Akasmat Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Divyang Akasmat Sahay Yojana યોજનામાં અરજી કરવા માટે તમારી નજીકની જિલ્લા કચેરીમાં જઈને આવેદન કરવાનું રહેશે.
આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.
- લાભાર્થીના મૃત્યુના કિ સ્સામા ઉપરોકત જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી અંપગતા કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની થશે.
આ પણ વાંચો:-