દિવ્યાંગ સાધન સહાય યોજના 2022 : Divyang Sadhan Sahay Yojana

Divyang Sadhan Sahay Yojana | દિવ્યાંગ સાધન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ,  અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં છે. જેમ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને દિવ્યાંગ અકસ્માત વીમા યોજના વગેરે. આજે આપણે આ લેખમાં વાત કરી રહ્યા છીએ જેનું નામ છે દિવ્યાંગ સાધન સહાય યોજના.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Divyang Sadhan Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Divyang Sadhan Sahay Yojana
Divyang Sadhan Sahay Yojana

Divyang Sadhan Sahay Yojana

Divyang Sadhan Sahay Yojana હેઠળ ગુજરાતના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ને દિવ્યાંગતામાં રાહત થાય તેવા વિવિધ સાધનો આપવામાં આવશે અને સાથે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો રોજગાર કરી શકે તે માટે સરકાર દ્રારા તેમને યોજના હેઠળ રોજગારલક્ષી સાધનો આપવામાં આવશે.

દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રૂ.૨૦૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં સહાય થાય તેવા સાધનો ૫ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે તેમજ રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના વિવિધ સાધનો મળવાપાત્ર છે.

દિવ્યાંગતામાં સહાય થાય તેવા મળવાપાત્ર સાધનો

સાધનનું નામ 
ફોલડિંગ વ્હીચેર
ટ્રાઈસીકલ
ફોલ્ડિંગ સ્ટિક
બ્રેઈલ કીટ
હીયરિંગ એઈડ
પોકેટ રેન્જ (કાન પાછળ લગાવાનું
એલ્યુમીનીયમની કાંખઘોડી
કેલીપર્સ (અ) ઘૂંટણ માટેના (બ) પોલિયો કેલીપર્સ
સંગીતના સાધનો
એમ.આર.કીટ

રોજગારલક્ષી  મળવાપાત્ર સાધનો 

સાધનનું નામ
પંચર કીટ
ફ્લોર મિલ
મસાલા મિલ
રૂ ની દીવેટ બનાવવી
મોબાઇલ રીપેરીંગ
હેર કટિંગ
ગરમ ઠંડા પીણાં, અલ્પાહાર વેચાણ
અથાણાં બનાવાટ
પાપડ બનાવટ
માછલી વેચનાર
દૂધ-દહીં વેચનાર
સાવરણી સૂપડા બનાવનાર
કડિયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
મોચીકામ
દરજીકામ
ભરતકામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
ઈલેકટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
ખેતીલક્ષી લુહાર / વેલ્ડિંગ કામ
ધોબીકામ
સુથારીકામ

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે પાત્રતા

Divyang Sadhan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • દિવ્યાંગ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
 • અરજદારની ઉંમર ૫(પાંચ) વર્ષથી ૬૦ વર્ષથી મોટી હોય તેવી વ્યક્તિને મળવાપાત્ર છે.
 • ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને યોજનાનો લાભ મળશે.
 • ૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.
 • આવક મર્યાદા લાગુ પડતી નથી.

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે દિવ્યાંગતાના પ્રકાર

દિવ્યાંગતાનો પ્રકાર  દિવ્યાંગતાની ટકાવારી
ઓછી દ્રષ્ટિ (Low Vision) 40% કે તેથી વધુ
અંધત્વ (Blindness) 40% કે તેથી વધુ
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy) 40% કે તેથી વધુ
રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured Person ) 40% કે તેથી વધુ
હલન-ચલણ સાથેની અશકતતા (Locomotors Disability) 40% કે તેથી વધુ
એસિડના હુમલાનો ભોગ બનેલ (Acid Attack Victim) 40% કે તેથી વધુ
બહુવિધ સ્કલેરોસિસ -શરીરની પેશીઓ

(Multiple Sclerosis )

40% કે તેથી વધુ
વામનતા (Dwarfism) 40% કે તેથી વધુ
સેરેબલપાલ્સી (Cerebral Pals) 40% કે તેથી વધુ
સામાન્ય ઈજા / જીવલેણ રક્તસ્ત્રાવ (Hemophilia) 50% કે તેથી વધુ
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) 50% કે તેથી વધુ
 ધ્રુજારી સ્નાયુબ્રદ્ધ કઠોરત (Parkinson’સ Disability) 50% કે તેથી વધુ
બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) 50% કે તેથી વધુ
દીર્ઘકાલીન અનેમીયા (Sickle Cell Disease ) 50% કે તેથી વધુ
હિમોગ્લોબીનની ઘટેલી (Thelassemia) 50% કે તેથી વધુ
માનસિક બીમારી (Mental illness) 50% કે તેથી વધુ
વાણી અને ભાષા અશકતતા (Speech and Language) 50% કે તેથી વધુ
ખાસ અભ્યાસ સંબંઘી વિકલાંગતા (Specific Learning Disabilities ) 50% કે તેથી વધુ
સાંભળવાની ક્ષતિ (Hearing Impairment) 70% કે તેથી વધુ
મલ્ટીપલ ડીસેબીલીટીઝ (Multiple Disabilities) 50% કે તેથી વધુ
ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતી (Autism Spectrum Disorder) 50% કે તેથી વધુ

દિવ્યાંગ સાધન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Divyang Sadhan Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • ઉંમરનો પુરાવો.
 • દિવ્યાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
 •  સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો ઘખલો. • દિવ્યાંગતા તબીબી પ્રમાણપત્ર.
 •  અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ.
 •  અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ.
 • અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાંથી વિનામૂલ્યે મળે છે.
 • અરજદારે અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને રજૂ કરવાનું રહેશે.

Divyang Sadhan Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Divyang Sadhan Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • આ યોજનાનો લાભ મેળવા માટે તમારે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
 • ઓનલાઇન અરજીઓની ચકાસણી કરી સહાય મંજુર કરવાની સત્તાજિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની છે.
 • યોજનાની વધુ માહિતી માટે સત્તાજિલ્લાસમાજ સુરક્ષા અધિકારીની મુલાકાત કરો.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: