દિવ્યાંગ વિધાર્થી શિષ્યવૃત્તિ યોજના 2022 | Divyang Students Scholarship Yojana

Divyang Students Scholarship Yojana | દિવ્યાંગ વિધાર્થી શિષ્યવૃત્તિ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ,  અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં છે. જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના, Divyang Bus Pass Yojana, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને દિવ્યાંગ અકસ્માત વીમા યોજના વગેરે. આજે આપણે આ લેખમાં વાત કરી રહ્યા છીએ જેનું નામ છે Divyang Students Scholarship Yojana

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Divyang Students Scholarship Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(પાસ કેવી રીતે કઢાવવો) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Divyang Students Scholarship Yojana
Divyang Students Scholarship Yojana

દિવ્યાંગ વિધાર્થી શિષ્યવૃત્તિ યોજના / Divyang Students Scholarship Yojana

Divyang Students Scholarship Yojana હેઠળ ગુજરાત રાજ્યના તમામ દિવ્યાંગ વિધાર્થીઓને પોતાની શાળા તરફ જુદા-જુદા ધોરણ પ્રમાણે દિવ્યાંગ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેથી તે પોતાનું શિક્ષણ સારી રીતે કરી શકે.

દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા

 • દિવ્યાંગ ગુજરાતનો વતની હોવો જોઈએ.
 • ૨૧પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
 • અભ્યાસ કરતાં દિવ્યાંગ વિદ્યાર્થી ની દિવ્યાંગ ટકાવારી ૪૦%થી ઓછી હોવી ન જોઇએ.
 •  છેલ્લી વાર્ષિક પરીક્ષા ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉત્તિર્ણ હોવા જોઇએ.
 • જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
 • આવક મર્યાદા લાગુપડતી નથી.
 • ૨૧ પ્રકારનીદિવ્યાંગતા નીચે મુજબ છે.
દિવ્યાંગતાનો પ્રકાર  દિવ્યાંગતાની ટકાવારી
ઓછી દ્રષ્ટિ (Low Vision) ૪૦% કે તેથી વધુ
અંધત્વ (Blindness) ૪૦% કે તેથી વધુ
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy) ૪૦% કે તેથી વધુ
રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured Person ) ૪૦% કે તેથી વધુ
હલન-ચલણ સાથેની અશકતતા (Locomotors Disability) ૪૦% કે તેથી વધુ
એસિડના હુમલાનો ભોગ બનેલ (Acid Attack Victim) ૪૦% કે તેથી વધુ
બહુવિધ સ્કલેરોસિસ -શરીરની પેશીઓ ૪૦% કે તેથી વધુ
વામનતા (Dwarfism) ૪૦% કે તેથી વધુ
સેરેબલપાલ્સી (Cerebral Pals) ૪૦% કે તેથી વધુ
સામાન્ય ઈજા / જીવલેણ રક્તસ્ત્રાવ (Hemophilia) ૫૦% કે તેથી વધુ
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) ૫૦% કે તેથી વધુ
ધ્રુજારી સ્નાયુબ્રદ્ધ કઠોરત (Parkinson’સ Disability) ૫૦% કે તેથી વધુ
બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) ૫૦% કે તેથી વધુ
દીર્ઘકાલીન અનેમીયા (Sickle Cell Disease ) ૫૦% કે તેથી વધુ
હિમોગ્લોબીનની ઘટેલી (Thelassemia) ૫૦% કે તેથી વધુ
માનસિક બીમારી (Mental illness) ૫૦% કે તેથી વધુ
વાણી અને ભાષા અશકતતા (Speech and Language) ૫૦% કે તેથી વધુ
ખાસ અભ્યાસ સંબંઘી વિકલાંગતા (Specific Learning Disabilities ) ૫૦% કે તેથી વધુ
સાંભળવાની ક્ષતિ (Hearing Impairment) 70% કે તેથી વધુ
મલ્ટીપલ ડીસેબીલીટીઝ (Multiple Disabilities) ૫૦% કે તેથી વધુ
ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતી (Autism Spectrum Disorder) ૫૦% કે તેથી વધુ

દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

ધોરણ શિષ્યવૃતિનો વાર્ષિક દર (૧૦ માસ સુધી)
ધો. ૧ થી ૮ (ડે.સ્કોલર માટે) ૧૫૦૦/-
ધો.૯ થી ૧૨ અને આઇ. ટી. આઇ સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) ૨૦૦૦/-
ધો. ૯ થી ૧૨ અને આઇ.ટી.આઇ. સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) ૨૫૦૦/-
બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (ડે સ્કોલર માટેનો દર) ૩૦૦૦/-
બી.એ., બી.એસ.સી., બી.કોમ., અને સમકક્ષ ડીગ્રી અભ્યાસક્રમ (હોસ્ટેલર માટેનો દર) ૩૭૫૦/-
બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (ડે સ્કોલર માટેનો દર) ૩૫૦૦/-
બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., બી.સી.એ., એમ.બી.બી.એસ. અને સમકક્ષ અભ્યાસક્રમો તેમજ ડિપ્લોમા ઇન. પ્રોફેશનલ એન્ડ એન્જીનીયરીંગ સ્ટડી ઇન પ્લાન્ટ ટ્રેનીંગ અને તેને સમકક્ષ (હોસ્ટેલર માટેનો દર) ૪૫૦૦/-
એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (ડે સ્કોલર માટેનો દર) ૩૫૦૦/-
એમ.એસ.સી., એમ.ફીલ., એલ.એલ.એમ., એમ.એડ (હોસ્ટેલર માટેનો દર) ૪૫૦૦/-
અંધ વ્યક્તિઓ માટે રીડર એલાઉન્સ રૂ. (ધો.૮ સિવાયના ઉપર દર્શાવેલ અન્ય તમામ અભ્યાસક્ર્મો માટે) ૧૫૦૦/-

દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના માટે આવશ્યક ડોક્યુમેન્ટ

જે મિત્રો Divyang Students Scholarship Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ
 • જે તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર.
 • ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ.
 • અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ.
 • અરજદારના ઓળખકાર્ડની પ્રમાણિત નકલ.

Divyang Students Scholarship Yojana માં અરજી કરવા માટેની પધ્ધતિ

જે મિત્રો Divyang Students Scholarship Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫ મી જૂન થી ૩૧ મી ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે. જેની અરજી જે તે સ્કૂલના પ્રિન્સીપાલશ્રી દ્વારા Digital Gujarat Portl મારફત ઓનલાઇન કરવાની થાય છે.
 • સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને તે અંગેની દરખાસ્ત રજૂ કરવાની જવાબદારી સંબંધિત શાળા કોલેજના આચાર્યશ્રીની રહે છે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: