Dragon Fruit Farming Sahay Yojana | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને વિવિધ નવી રીતો વગેરે અપનાવી રહ્યા છે. અને ખેતી કરી રહ્યાં છે, ત્યારે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I – Khedut Portal પર “કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના” ચલાવવામાં આવે છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના દ્વારા કમલમ ફ્રૂટની વાવેતર માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Dragon Fruit Farming Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન કે ઑફ્લાઈન ફોર્મ ભરવુ કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં કમલમ ફ્રૂટના વાવેતરમાં દિન-પ્રતિદિન વધારો થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને કમલમ ફ્રૂટના વાવેતરમાં સહાય આપવાનું નક્કી થયેલ છે. ખેડૂતો વિવિધ ફળ પાકોનું વાવેતર કરવા માટે ખેડુતો પ્રોત્સાહિત થાય અને ફળ પાકોનું ઉત્પાદન વધારે થાય અને ખેડુતો આ શ્રેત્રમાં આગળ વધે તે માટે આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્રારા કમલમ ફ્રૂટના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. અને જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકાર દ્રારા આ પાકના વાવેતર પર સહાય આપે છે.
કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનામાં મળવાપાત્ર સહાય
સામાન્ય ખેડૂત માટે
- કમલમ ફ્રૂટ વાવેતરના ૫૦% અથવા રૂ.૩,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર
- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર
અનુસૂચિત જાતિના ખેડુતો માટે
- કમલમ ફ્રૂટ વાવેતરના ૭૬% અથવા રૂ.૪,૫૦,૦૦૦/- સહાય મળવાપાત્ર
- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર
અનુસૂચિત જન જાતિના ખેડુતો માટે
- કમલમ ફ્રૂટ વાવેતરના ૭૬% અથવા રૂ.૪,૫૦,૦૦૦/- સહાય મળવાપાત્ર
- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર
કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના માટે પાત્રતા અને શરતો
Dragon Fruit Farming Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે.
- એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- ખેડૂત આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકશે.
- વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.(જગલ વિસ્તારમાં રહેતા હોય તેમના માટે)
- ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટેનું પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે.
- Special Committee for New Registration System of Crops અંતર્ગત બાગાયતી પાકોની નર્સરી અથવા ટીસ્યુ લેબનું રજીસ્ટ્રેશન થયેલી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
- સમિતિ દ્રારા રજીસ્ટર થયેલ નર્સરીઅને ટીસ્યુ લેબ પાસેથી પણ પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
- રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા કમલમનું પ્લાન્ટીગ મટેરીયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રિડીટેશન ન થાય ત્યાં સુધી તેવી નર્સરીમાંથી પણ પ્લાન્ટીંગ મટેરીયલ્સ ખરીદી કરીને વાવેતર કરી શકે છે. તેવા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર થાય છે.
Dragon Fruit Farming Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Dragon Fruit Farming Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- લાભાર્થી ખેડૂતનો 7-12 ઉતારા
- લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો જ)
- જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જંગલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
- જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુકની નકલ
- મોબાઈલ નંબર
Dragon Fruit Farming Sahay Yojana અરજી કેવી રીતે કરવી
જે મિત્રો Dragon Fruit Farming Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Dragon Fruit Farming Sahay Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “બાગાયતી ની યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “બાગાયતી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી જમા કરાવવાના રહેશે.
- હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.
ખેડુતો માટેની યોજનાઓ:-