Dron Dava chhatkav Sahay Yojana | ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના 2022, લાભ, ડોક્યુમેન્ટ, ફોર્મ ભરવાની પ્રક્રિયા. જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના ખેડૂતોના હિતમાં અવારનવાર ઘણી બધી જુદી-જુદી યોજનાઓને અમલમાં મુકવામાં આવે છે. હાલમાં જ ગુજરાત સરકાર દ્રારા I-Khedut Portl પર એક યોજના મુકવામાં આવી છે, જેનું નામ છે. “ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના” અમલમાં મુકવામાં આવી છે. જેના દ્રારા ગુજરાતના ખેડુતો પોતાના ખેતરમાં ઉભેલા પાક પર ડ્રોન દ્રારા જંતુનાશક દવાનો છટકાવ કરી શકે છે.
મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે “ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના” શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના
ગુજરાત રાજ્યના ખેડુતો “ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના” ની મદદ થી પોતાના ખેતરોમાં ઉભેલા પાકમાં ડ્રોન દ્રારા જંતુનાશક દવાનો છટકાવ કરી શકશે, જેમાં ગુજરાત સરકાર દ્રારા સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને ડ્રોનની જંતુનાશક દવાના છટકાવના ખર્ચ ઉપર સરકાર દ્રારા 90% સહાય આપવામાં આવશે.
Dron Dava chhatkav Sahay Yojana ના લાભો
- આ યોજના હેઠળ ગુજરાત ના ખેડૂતોને ખર્ચના 90% અથવા વધુમાં વધુ 500 રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હશે તે મળવાપાત્ર રહેશે.
- આ સહાયનો લાભ પ્રતિ એક્ટર છટકાવ દરમિયાન આપવામાં આવશે.
- આ યોજના હેઠળ ખાતાદીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છટકાવની મર્યાદામાં સહાય માલવપાત્ર થશે.
- આ યોજના હેઠળ ખેડુતોને દવાના છટકાવના સમયમાં પણ બચાવ થશે.
- દવાનો છટકાવ ડ્રોન દ્રારા થશે તેનાથી ખેડૂતના શરીર ઉપર આડસરથી રક્ષણમળશે.
Dron Dava chhatkav Sahay Yojana માં અરજી કરવા માટે મહત્વપૂર્ણ તારીખો
જે ખેડૂત મિત્રો Dron Dava chhatkav Sahay Yojana લાભ પ્રાપ્ત કરવા માંગે છે, તેમના માટે સરકાર દ્રારા અમુખ ચોક્કસ સમય પ્રસંદ કરવામાં આવે છે, તે જ સમય ગાળામાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો, જેની માહિતી નીચે આપેલી છે જે સમય ગાળામાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
- અરજી કરવાની શરૂઆતની તારીખ:-28/08/2022
- અરજી કરવાની છેલ્લી તારીખ:-24/11/2022
ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
જે કિસાન મિત્રો Dron Dava chhatkav Sahay Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજી કરનાર કિસાનનું આધારકાર્ડ
- 7/12 અથવા 8 ના ઉતારા
- રેશન કાર્ડ
- બેંકની પાસબુક
- ખેડૂત નો મોબાઇલ નંબર
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના
ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો “ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના”માં અરજી કરવા માંગે છે તે પોતે પોતાના મોબાઇલ દ્રારા ઓનલાઇન અરજી કરી શકે છે અથવા પોતાના નજીકનાં ના CSC સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. મોબાઈલ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક નીચે આપેલી છે.
- સૌ પહેલા તમારે I-Khedut Portl ની અધિકારીક વેબસાઈટ પર જવાનું રહેશે.(વેબસાઈટ લિંક ક્લિક કરો અહીંયા)
- જ્યાં પર જમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલીને આવશે.
- હવે તમારે ત્યાં ‘યોજના’ પર ક્લિક કરવાનું રહેશે.
- ફરીથી ત્યાં એક નવું પેજ તમારી સ્ક્રીન પર ખોલીને આવશે.
- જ્યાં તમારે “ખેતીવાડીની યોજનાઓ” પર “અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાં ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલીને આવશે, જ્યાં તમે પહેલા અરજી કરી છે તો ‘હા’ અને જો તમે નવી અરજી કરો છો તો તમારે ‘ના’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં ફરીથી તમારી સામે નવું પેજ ખુલશે, જ્યાં તમારે ‘નવી અરજી કરો’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં અરજી ફોર્મ તમારી સામે ખુલીને આવશે.
- હવે તમારે તે અરજી ફોર્મ માં અરજદારની વિગતો, બેંકની વિગત, જમીનની વિગતો, રેશન કાર્ડની વિગતો, અન્ય વિગતો અને છેલ્લે તમારે નીચે આપેલ Code ને બાજુમાં જોઈને દાખલ કરવાનો રહેશે.
- હવે તમારે નીચે આપેલ “અરજી સેવ કરો” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- અરજી સેવ કર્યા પછી તમારે ફોર્મ ની ઉપર આપેલા “અરજી ક્ન્ફોમ ક્લિક કરો” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં તમારી સામે નવું ફોર્મ ખુલીને આવશે.
- ત્યાં તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરીને “અરજી શોધો” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે તમારી અરજીની પ્રિન્ટ આવી જશે જેને તમારે પ્રિન્ટ લઈ લેવાની છે.(મોબાઈલ દ્રારા ફોર્મ ભરો છો તો ત્યાં તમારે સ્ક્રીન શોર્ટ લઈ પ્રિન્ટ કઢાવી લેવી)
- હવે તમારે તે પ્રિન્ટ સાથે ઉપર વતાવ્યા દસ્તાવેજો જોડીને તેને તમારા ગામના ગામસેવક કે ગ્રામપંચાયતમાં જમા કરાવવાની રહેશે.
- આ રીતે તમારું Dron Dava chhatkav Sahay Yojana માં આવેદન સફળતાપૂર્વક પૂર્ણ થશે.
ખાસ નોંધ:- જે ખેડૂત ભાઈ આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છે છે, તે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તમારા નજીકનાં CSC સેન્ટર પર જઈને ઓનલાઇન કરાવવું. જેથી તમારી અરજીમાં કોઈ પ્રકારની ભૂલના થાય. (જો તમે કોઈ દિવસ જાતે અરજી કરી છે તો ઉપર આપેલી પ્રકિયા જોઈને અરજી કરી શકો છો.)
7 thoughts on “Dron Dava chhatkav Sahay Yojana | ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના 2022”