E Shram Card Yojana : ઈ શ્રમ કાર્ડ યોજના 2023

E Shram Card Yojana : ઈ શ્રમ કાર્ડ યોજના 2023

મારાં વ્હાલા ગુજરાતીઓ આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, E Shram Card Yojana શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ લેખને અંત સુધી વાંચો.

E Shram Card Yojana
E Shram Card Yojana

ઈ શ્રમ કાર્ડ યોજના 2023

E Shram Card Yojana કેન્દ્ર સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવી છે, જેમાં આપડા દેશનાં તમામ વિવિધ અસંગઠિત કામદારોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ તમામ અલગ-અલગ અસંગઠિત કામદારોનાં ડેટા લીધા બાદ તેઓ ને શું-શું લાભ આપવા અને ભવિષ્ય મા તેઓને લક્ષમાં રાખીને કઈ કઈ યોજનાઓ અમલમા લાવવી તે પણ કેન્દ્ર સરકાર નો હેતુ છે.

ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ કોને મળશે

  • નાના ખેડૂતો
  • ખેત મજૂરી કરતા મજૂરો
  • બીડી બાંધવા નો વ્યવસાય કરતા મજૂરો
  • શેરી પાક કરતા કામદારો
  • માછીમારી કરતા મજૂરો
  • લેવલીંગ અને પેલિંગ નાં કામદારો
  • ચામડા નાં કામદારો
  • પશુપાલન વ્યવસાય નાં મજૂરો
  • વણકરો
  • અગર નું કામ કરનાર કામદારો
  • ઈંટ નાં ભઠ્ઠા નાં કામદારો
  • પથ્થર ની ખાણ નાં કામદારો
  • કાપડ ની મિલ નાં કામદારો
  • છૂટક મજૂરી કરતા મજૂરો
  • યાર્ડ માં કામ કરતા મજૂરો
  • આશા વર્કર
  • રિક્ષા ચાલકો
  • ઓટો ડ્રાઈવર
  • વાળંદ નું કામ કરતા કામદારો
  • સુથાર રેશમ ખેતી કામદારો
  • હાઉસ મેઇડ્સ
  • સ્ટ્રીટ વેન્ડર્સ

ઈ શ્રમ કાર્ડ યોજના માટે પાત્રતા

E Shram Card Yojana નો લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે નીચે આપેલ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ તમે E Shram Card નો લાભ મેળવી શકશો.

  • અરજદાર ની ઉંમર 16 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
  • અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
  • અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.
  • અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.

ઈ શ્રમ કાર્ડ યોજનામાં શું લાભ મળશે?

E Shram Card Yojana માં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારો ને ખુબ જ લાભ મળે છે.જેમાં નીચે મુજબ નાં મુખ્ય લાભ આપવામા આવેલ છે.

  • આ યોજના માં National Database of Uncategorized Workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
  • આવા મજૂરો/કામદારો નાં “BHIM” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
  • આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી સુરક્ષા BHIM યોજનાનો લાભ લઈ શકે છે અને Registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
  • આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
  • આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજ 

જે મિત્રો E Shram Card Yojana અંતર્ગત ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગે છે તેમને નીચે મુજબના તમામ દસ્તાવેજોની જરૂર પડશે.

  • અરજદાર નું આધારકાર્ડ
  • અરજદાર નું ચૂંટણી કાર્ડ
  • અરજદાર નું રેશનિંગ કાર્ડ
  • અરજદાર નું વિજળી બિલ ની નકલ
  • અરજદાર નું મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોઈ તે.
  • અરજદાર ની બેન્ક પાસ બુક ની નકલ

ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન કેવી રીતે કઢાવવું?

ઈ શ્રમ કાર્ડ કોઈપણ વ્યક્તિ પોતે પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પર જાતે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને ઈ શ્રમ કાર્ડ કઢાવવી શકે છે.

  •  સૌપ્રથમ તમારે “ Google” માં સર્ચ કરો કે “Register Eshram” જ્યા ઈ શ્રમ કાર્ડ ની Official Website ખુલી જશે.
  • વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
  • જ્યા હવે આપને હોમ પેજ પર જ જ્યા હવે રજિસ્ટર લિંક પર જવાનું રહેશે.
  • જ્યાં ત્યાર બાદ “ Self Registration” નું નવું પેજ ખુલશે.જ્યા તમારે કાર્ડ માં રજિસ્ટર થયેલ મોબાઈલ નંબર નાખી ને “OTP” મેળવવાનો રહેશે.
  • ત્યાર બાદ જ આપની સામે “Registaration” નું આખું ડેશબોર્ડ ખુલી જશે. જ્યા ઓનલાઈન અરજી કરવાની તમામ માહિતી ભરવાની રહેશે.
  • જયાં તમારી તમામ માહિતી સંપૂર્ણ સાચી ભરવાની રહેશે અને ત્યાર બાદ આખી અરજી ને સમજી વિચારી ને સફળતા પુર્વક “Sabmit” કરવાની રહેશે.
  • હવે તમારી સામે ઈ શ્રમ કાર્ડ બનીને આવી જશે.
  • જેને હવે તમારે પ્રિન્ટ કરવાની રહેશે.

E Shram Card Yojana Helpline Number

અમે તમને E Shram Card Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે પણ જો આપને હજુ પણ ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અથવા તો આપને આ યોજના સંબંધિત કોઇપણ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવી હોય તો નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર જઈને કોલ કરીને માહિતી મેળવી શકો છો.

  • Toll Free Number :- 14434/155372

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: