Farmer Smartphone Yojana | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022

Farmer Smartphone Yojana | ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર “ખેડૂત મોબાઈલ સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને મોબાઇલ(સ્માર્ટફોન) ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Farmer Smartphone Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Farmer Smartphone Yojana
Farmer Smartphone Yojana

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો હેતુ શું?

ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અત્યારના સમયમાં અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના લાભ લેવા માટેની પાત્રતા અને શરતો

Farmer Smartphone Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

  • જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
  •  ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.

Farmer Smartphone Yojana માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Farmer Smartphone Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ 7/12
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

Farmer Smartphone Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Farmer Smartphone Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Farmer Smartphone Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
  • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં  “ખેડૂત મોબાઈલ સહાય યોજના” માં  અરજી કરો” પર ક્લિક કરો.
  • હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
  • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
  • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
  • હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી   જમા કરાવવાના રહેશે.
  • હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: