દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના 2022 | Fishing Boat engine Sahay Yojana

Fishing Boat engine Sahay Yojana  | દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા I-Khedut Portl પર Commissioner of Fisheries Department દ્વારા “દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના”  ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતના માછીમારી મત્સ્યદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ ઉત્પાદન કરે તે માટે માછીમારીને દરિયાઈ બોટનું એન્જીન ખરીદવા માટે સહાય આપવામાં આવેશે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Fishing Boat engine Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવુ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું

Fishing Boat engine Sahay Yojana
Fishing Boat engine Sahay Yojana

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજનાનો હેતુ?

ભારત દેશમાં દરિયાઈ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.  દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના દ્વારા રાજ્યના માછીમારો ફિશીંગ બોટના એન્જીનની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.જેનો લાભ લઈને માછીમારો વધુમાં વધુ દરિયાઈ ઉત્પાદન કરે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ 

મત્સ્ય પાલન ની યોજના હેઠળ ચાલતી દરિયાઈ ફીશીંગ બોટનું એન્જીન ખરીદવા ઉપર માછીમારોને એન્જીનની યુનિટ કોસ્ટ 14 લાખના 25% એટલે કે 3,50,000/- ખરીદ કિંમતના 25% બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર થશે.

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજનાનો લાભ દરિયા કિનારે આવેલા જિલ્લાઓને જ મળશે. જે નીચે મુજબ છે.

 • અમરેલી
 • વલસાડ
 • આણંદ
 • ભરુચ
 • ભાવનગર
 • દેવભૂમિ દ્વારકા
 • ગીર સોમનાથ
 • જામનગર
 • જૂનાગઢ
 • કચ્છ
 • મોરબી
 • નવસારી
 • પોરબંદર
 • સુરત

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના માટે પાત્રતા અને શરતો

Fishing Boat engine Sahay Yojana  હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • માછીમાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • લાભાર્થી ફીશીંગ અને બોટનું ગુજરાતનું લાઈસન્સ ધરાવતો હોવો જોઇએ.
 • લાભાર્થીની બોટ રીયલ ક્રાફટ હેઠળ રજીસ્ટર થયેલી હોવી જોઈએ.
 • આ યોજના લાભ એન્જીન ટ્રોલર ગીલનેટર અને ડોલનેટર બોટને મળવાપાત્ર છે.
 • લાભાર્થીએ ફીશીંગ બોટનું એન્જીન કોઈપણ સ્ટાન્ડર્ડ ઉત્પાદક કંપની પાસેથી લેવાનું રહેશે.
 • એન્જીન અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાના રહેશે અને તેની પર સહાય મળવાપાત્ર થશે.

Fishing Boat engine Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Fishing Boat engine Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની નકલ
 • બેંકની પાસ બુક
 • દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

Fishing Boat engine Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Fishing Boat engine Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Fishing Boat engine Sahay Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
 • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “મત્સ્ય પાલન ની યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • “મત્સ્ય પાલન ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં  “દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય યોજના” માં  અરજી કરો” પર ક્લિક કરો.
 • હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
 • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
 • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
 • હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી   જમા કરાવવાના રહેશે.
 • હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: