મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના 2022 | Free Drum And Two Tab Sahay Yojana

Free Drum And Two Tab Sahay Yojana  | મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર “મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને મફત ડ્રમ અને બે ટબ(દોડીયા) આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ખેડૂતભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Free Drum And Two Tab Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ ભરવુંકેવી રીતે ભરવુ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Free Drum And Two Tab Sahay Yojana

Free Drum And Two Tab Sahay Yojana યોજનાનો હેતુ

મફત ડ્રમ અને બે ટબ સહાય યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતભાઈઓને ખેતરોમાં દવા બનાવવા માટે, પાણી ભરવા અને ખેતરોમાં ઘાસ-ચારો ભરવા અથવા અન્ય કોઈપણ કામમાં ઉપયોગ થયાં તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના માટે પાત્રતા

આ યોજનાનો લાભ ગુજરાતના એવા તમામ ખેડુતો કે જેમની પાસે ખેતીલાયક જમીન છે અને જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવે છે તેવા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના મળવાપાત્ર લાભ 

Free Drum And Two Tab Sahay Yojana હેઠળ ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ(પીપડું) અને 10 લિટરના બે પ્લાસ્ટિકના ટબ(દોડીયા) ની કીટ મફત આપવામાં આવશે.

Free Drum And Two Tab Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો Free Drum And Two Tab Sahay Yojana માંઅરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધારકાર્ડની નકલ
  • જમીનના 7/12 અને 8-અ ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • 6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર

Free Drum And Two Tab Sahay Yojana અરજી કેવી રીતે કરવી

જે મિત્રો Free Drum And Two Tab Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Free Drum And Two Tab Sahay Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
  • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં  “મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના” માં  અરજી કરો” પર ક્લિક કરો.
  • હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
  • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
  • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
  • હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી   જમા કરાવવાના રહેશે.
  • હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: