Gay Sahay Yojana | દેશી ગાય સહાય યોજના ગુજરાત 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
રાજ્યના ખેડુતો અને પશુપાલકોના વ્યવસાયમાં બંને તેટલો ખર્ચમાં ઘટાડો આવે અને આવકમાં વધારો થાય તે માટે વારંવાર ગુજરાત સરકાર આવા પ્રયાસો કરે છે. તે માટે ગુજરાત સરકારે ખેડુતો અને પશુપાલકો માટે વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડી છે. જેના માટે ગુજરાત સરકારના દ્રારા વર્ષ 2020-21 માં નવી યોજના બહાર પાડવામાં આવેલી હતી. જેનું નામ Gay Sahay Yojana છે. આ યોજના હેઠળ પશુપાલક ને દર મહિને 900 અને દર વર્ષે 10,800 ની સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Gay Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું?
ખેડુતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ખુબ જ જરૂરી છે. આ યોજનાનો હેતુ રાજ્યના ખેડુત પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે અને ખેડુતો ઓર્ગેનિક ખેતી તરફ વળે, દેશી ગાયનું છાણ અને ગૌમૂત્રની જરૂરિયાત રહે જેના દ્રારા ભૂમિની ભેજ સંગ્રહ શ્રમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન શ્રમતામાં વધારો થાય અને પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ અને માંનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના કુટુંબને સહાય આપવામાં આવશે.
દેશી ગાય સહાય યોજના માટે પાત્રતા
Gay Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, મોટા, સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત આઈડેટીફીકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
- દરેક જાતિના ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
- જંગલ વિસ્તારમાં વન અધિકારી રેકોર્ડ ધરાવતા હોય તો તેમને પણ લાભ મળે.
- લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હોવો જોઈએ.
- તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્રારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- આ યોજના હેઠળ એક ખાતા નમૂના નંબર-8 અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
- Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલી હોવી જોઈએ.
દેશી ગાય સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- આ યોજના હેઠળ અરજી મંજુર તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવી ખર્ચ ચુકવાશે.
- લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજુ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
- દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
- જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલુમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.
દેશી ગાય સહાય યોજનામાં અરજી કરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ.
જે મિત્રો Gay Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- લાભાર્થી ખેડૂત પાસે I-khedut Portal 8-અ અને 7/12 ની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો તેનું સર્ટિફિકેટ
- ખેડૂત દેશી ગીર કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
- દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
- બેંક ખાતાની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો
- દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની વિગત
દેશી ગાય સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.
જે મિત્રો Gay Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
સૌથી પહેલા તમારે Google માં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
જ્યાં Ikhedut Portal ની અધિકૃત વેબસાઈટ ખુલીને આવશે.
હવે Khedut Website ખોલ્યા બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરવાનું રહશે.
હવે યોજના પર ક્લિક કર્યા બાદ અન્ય યોજનાઓ પર નંબર-1 ’આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ’ પર ક્લિક કરવાનું રહેશે.
હવે નવુ પેજ ખૂલશે જેમાં ‘દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના (2022-23)’ ની સામે “અરજી કરો” પર ક્લિક કરવાનું રહેશે.
લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ અને કરેલ હોય તો ‘હા’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ત્યાર પછી ‘નવી અરજી કરવા ક્લિક કરો’પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી સામે ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભરવાની રહશે.
અરજદાર દ્વારા સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી Save કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી Confirm કરવાની રહેશે.
એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
છેલ્લે, ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે. જે તમારે સાચવીને રાખવાની છે.
2 thoughts on “દેશી ગાય સહાય યોજના ગુજરાત 2022 | Gay Sahay Yojana”