ફળપાકોના વાવેતર માટે સહાય યોજના 2022 | Horticultural Aid Yojana

Horticultural Aid Yojana  | ફળપાકોના વાવેતર માટે સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને વિવિધ નવી રીતો વગેરે અપનાવી રહ્યા છે. અને ખેતી કરી રહ્યાં છે, ત્યારે કૃષિ અને સહકાર વિભાગના બાગાયત શાખા દ્વારા I – Khedut Portal પર ફળો અને શાકભાજીના વાવેતર માટે સબસીડી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર વનબંધુ યોજના દ્વારા ફળપાકોના વાવેતર માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Horticultural Aid Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન કે ઑફ્લાઈન ફોર્મ ભરવુ કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Horticultural Aid Yojana
Horticultural Aid Yojana

ફળપાકોના વાવેતર માટે સહાય યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ફળપાકોના વાવેતરમાં દિન-પ્રતિદિન વધારો થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને ફળપાકોના વાવેતરમાં સહાય આપવાનું નક્કી થયેલ છે. ખેડૂતો વિવિધ ફળ પાકોનું વાવેતર કરવા માટે ખેડુતો પ્રોત્સાહિત થાય અને ફળ પાકોનું ઉત્પાદન વધારે થાય અને ખેડુતો આ શ્રેત્રમાં આગળ વધે તે માટે આ યોજના  હેઠળ ગુજરાત સરકાર દ્રારા ફળપાકોના વાવેતર માટે સહાય આપવામાં આવે છે.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ ખેડૂતને આ યોજનાનો લાભ માત્ર એક વખત  આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ફળપાકો વાવેતર કરવા માટે પ્લાન્‍ટીંગ મટેરીયલ ખરીદી કરે તો તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ ફળપાકના વાવેતર હેકટર દીઠ મળવાપાત્ર છે. યોજના હેઠળ જે ફાળપાકોમાં સહાય મળવાપાત્ર છે, તેનું લિસ્ટ નીચે મુજબ છે.

 ફળનું નામ  મળવાપાત્ર સહાય
બિલા ૯૧૮૦ હેક્ટર
કરમદા ૧૫૪૦૦ હેક્ટર
જાંબુ ૬૦૨૦ હેક્ટર
રાયના 3૮૫૦ હેક્ટર
કોઠા ૨૨૦૦ હેક્ટર
ફાલસા ૨૪૪૪૦ હેક્ટર
શેતુર ૧૦૭૧૦ હેક્ટર
આંબા ૩૨૦૦૦ હેક્ટર
ચિંકુ ૨૨૦૦૦ હેક્ટર
દાડમ ૨૦૦૦૦ હેક્ટર
જામફળ ૧૬૬૫૦ હેક્ટર
બોર ૨૭૮૦ હેક્ટર
મોસંબી ૫૫૬૦ હેક્ટર
નળીયેરી ૧૩૦૦૦ હેક્ટર
ખાટી આમલી ૧૬૫૦ હેક્ટર
સીતાફળ ૧૫૪૦૦ હેક્ટર
આમળા ૫૫૬૦ હેક્ટર
અન્ય ફળપાક ૧૫૦૦૦ હેક્ટર

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના માટે પાત્રતા અને શરતો 

Horticultural Aid Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
 • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂત હોવો જોઈએ.
 • ખેડૂત  પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ,
 • એસ.ટી વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.
 • વન વિસ્તારમાં રહેતા ખેડૂત વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • સદર યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને અન્ય કોઇ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહી.
 • ખેડૂત આ યોજનાનો લાભ ફક્ત એકવાર જ લઈ શકશે.
 • ફળપાકના રોપાની કિંમત રૂ.250/- સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.
 • ખેડૂત ખાતા દીઠ 4 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
 • ફળપાકની કલમ / ટીસ્યુકલ્ચર(રોપા) / બીજથી તૈયાર થયેલા હોવા જોઈએ.
 • ફળપાકોની કલમ માટે NHB દ્વાર એક્રીડીએશન અને કૃષિ યુનિવર્સિટી અને બાગાયતી ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્‍ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
 • બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા NHB દ્વારા એક્રીડીએશન, કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાના રહેશે.
 • ટીસ્યુકલ્ચર પ્લાન્‍ટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય / એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદવાના  રહેશે.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો Horticultural Aid Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • ખેડૂતનું આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 •  ST જ્ઞાતિનું સર્ટિફિકેટ(લાગુ પડતું હોય તો)
 • ટ્રાઈબલ વિસ્તારના નાગરિકો માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
 • જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • ખેડૂત મિત્રો જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
 • બેંક ખાતાની પાસબુકની નકલ
 • મોબાઈલ નંબર

Horticultural Aid Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Horticultural Aid Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Horticultural Aid Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા I – Khedut Portal પર પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

 

ખેડુતો માટેની યોજના:-

ખુલ્લી પાઇપલાઇન યોજના

ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના

તબેલા લોન યોજના 2022

રોટાવેટર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના

PVC પાઈપલાઇન યોજના

           

પોસ્ટ શેર કરો: