આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના 2022 | IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana

મારાં વ્હાલા ગુજરાતના ગુજરાતના વિધાર્થીઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana  શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana
IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana

આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના શું છે?

આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના અંતર્ગત નિફ્ટ, સેપ્ટ, એનએલયુમાં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ધોરણ.૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને ધોરણ.૧૨ કોઈપણ પ્રવાહમાં અભ્યાસ કરતા હોય અને  આઈઆઈએમ માં પ્રવેશ મેળવવા માંગતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ધોરણ.૧૨ કોઈપણ પ્રવાહમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય અને સ્નાતક કક્ષા કોઈપણ પ્રવાહના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અથવા સ્નાતક પૂર્ણ કરેલ હોય તો સ્નાતકમાં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેમને યોજના હેઠળ વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના માટે પાત્રતા અને શરતો 

“આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના” હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • વિદ્યાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન હોવું જોઇએ.
  • તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ
  • મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  • કંપની અધિનિયમ, ૧૯૫૬
  • શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
  • વિદ્યાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.

આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી. અથવા એ થી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ
  • ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો :
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર :

IIM,NIFT,NLU & CEPT Coching Sahaya Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો “આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના”માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

“આઈઆઈએમ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ કોચિંગ સહાય યોજના”માં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: