Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2022

Khedut Akasmat Vima Yojana | ખેડૂત અકસ્માત વીમા યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેક્ટર સહાય યોજના તથા સાધન ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોના જીવનને રક્ષણ આપવા માટે પણ સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ખેડૂતોને આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની Khedut Akasmat Vima Yojana અમલમાં મુકવામાં આવી છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Khedut Akasmat Vima Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Khedut Akasmat Vima Yojana
Khedut Akasmat Vima Yojana

ખેડૂત અકસ્માત વીમા યોજના

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જીવન રક્ષણ આપવા માટે ખાતેદાર ખેડૂત વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના 100% રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોના વીમાની રકમ રાજ્ય સરકારશ્રી દ્વારા ચૂકવણી કરવામાં આવે છે.

ખેડૂત અકસ્માત વીમા યોજનાનો હેતુ?

ખેડૂતોનું જીવન સંઘર્ષમય હોય છે. દિવસ રાત ખેતરમાં કામગીરી દરમિયાન અકસ્માતે મૃત્યુ થાય તો એમના પરિવાર પર આકસ્મિક દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને. દુ:ખદ પરિસ્થિતિમાં સહકાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂતના મૃત્યુના કિસ્સામાં કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને જૂથ વીમા યોજના હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવે છે.

ખેડૂત અકસ્માત યોજનાનો લાભ માટેની પ્રક્રિયા 

ગુજરાતના ખેડૂતના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં અને અકસ્માત દરમિયાન કાયમી અપંગતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે. ખાતેદાર ખેડૂતે દ્વારા નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખેડૂત ખાતેદારના વારસદારે તમામ જરૂરી પુરાવો, કાગળો સહિતની અરજી કરવાની રહેશે. આ અરજી મૃત્યુ તારીખથી 150 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. ખેડૂતના મૃત્યુના 150 દિવસ પછી મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

Khedut Akasmat Vima Yojana માટે પાત્રતા

Khedut Akasmat Vima Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • ગુજરાતના વ્યક્તિગત કે સંયુક્ત જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતોના વારસદારોને મળવાપાત્ર થાય.
  • ખાતેદાર ખેડૂતના સંતાન(પુત્ર/પુત્રી) ને મળવાપાત્ર થશે.
  • ખાતેદાર ખેડૂત પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપગંતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળે.
  • આ યોજનાનો લાભ 5 વર્ષ થી 70 વર્ષની ઉંમર ધરાવતા ખાતેદાર ખેડૂતના વારસદારને મળવાપાત્ર થાય છે.
  • 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરવાની રહેશે.

Khedut Akasmat Vima Yojana હેઠળ મળવાપાત્ર સહાય 

  • ખેડૂતને અકસ્માતને કારણે શરીરના અંગ ગુમાવશે તો સહાય મળશે. જેમાં બે આંખ, બે અંગ, હાથ અને પગ તથા એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે રૂપિયા 2.00 લાખ મળશે.
  • આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ દ્રષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં જો ઘૂંટણ ઉપરથી કપાયેલ હોય તો આ યોજના હેઠળ 2.00 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.
  • ખાતેદાર ખેડૂતના અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે રૂપિયા 1.00 લાખ મળવાપાત્ર થશે.

Khedut Akasmat Vima Yojana હેઠળ લાભાર્થીઓના વારસદાર

Khedut Akasmat Vima Yojana હેઠળ જ્યારે કોઈ લાભર્થી ખેડૂતનું અકસ્માત સમયે મુત્યુ થાય છે, ત્યારે નીચે મુજબના વારસદારો યોજનાનો લાભ મેળવી શકશે.

  • પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
  • તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
  • તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
  • તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત I, II, III ની ગેરહયાતીમાં
  • લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
  • ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

Khedut Akasmat Vima Yojana માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો Khedut Akasmat Vima Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમૂનાની અરજી
  • 7/12, 8-અ અને ગામના નમૂના નંબર-6 (હક્કપત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
  • પી.એમ.(પોસ્ટ મોર્ટમ રિપોર્ટ)
  • F.I.R / પંચનામા રિપોર્ટ / પોલીસ ઈન્‍સ્કપેક્ટર અથવા કોર્ટ હુકમ
  • મૃતક ખાતેદારનું પ્રમાણપત્ર
  • ઉંમર અંગેનો પુરાવો
  • સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડિકલ બોર્ડ
  • સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર
  • અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ
  • મૃતક ખેડૂત અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ
  • બાંહેધરી પત્રક
  • પેઢીનામું
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામું (પતિ / પત્ની વારસદારના હોય તેવા કિસ્સામાં)

Khedut Akasmat Vima Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Khedut Akasmat Vima Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

  • ખેડૂત અકસ્માત યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના વારસદારોએ સંબંધિત જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે ઓફલાઈન(રૂબરૂ) અરજી કરવાની રહેશે.
  • ઠરાવ અને ફોર્મ ડાઉનલોડ લિંક :- ક્લિક કરો.

આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022

ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના

તબેલા લોન યોજના 2022

રોટાવેટર સહાય યોજના

ટ્રેકટર સહાય યોજના 

           

પોસ્ટ શેર કરો: