કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana

Kisan Credit Card Yojana | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

Kisan Credit Card Yojana કેન્દ્ર સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે KCC યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોને 1,60,000/- સુધીની લોન આપવામાં આવે che. તમે બધા જાણો છો કે, જયારે કોવીડ-19 નો સમયગાળો ચાલુ હતો ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા માટે આ યોજનાને જાહેર કરવામાં આવી હતી. આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેડળ, ખેડુતો તેમના પાકનો વીમો પણ લઈ શકે છે, અને જો કોઈનો પાક નાસ પામે છે, તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ યોજના હેડળ વળતર પણ આપવમાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Kisan Credit Card Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Kisan Credit Card Yojana
Kisan Credit Card Yojana

કિસાન ક્રેડિટ કાર્ડનો હેતુ શું?

તમે જાણો છો કે કોરોનાના સમયમાં સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું હતું. અને ત્યારે ઉધોગો બંધ થઈ ગયા હતા અને તેનાં કારણે ભારતની અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ હતી. તેથી લોકોને રાહત આપવા RBI એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટેના સમયની જાહેરાત કરી છે. કે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવીડ-19 હેઠળ રાહત આપવામાં આવશે.આ યોજના હેઠળ દૂધ ઉત્પાદનક કંપનીઓના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ મળવાપાત્ર લોન.

Kisan Credit Card Yojana હેઠળ સરકાર દ્રારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીને લોન આપે છે. પરંતુ ઉમેદવાર એક વાત ધ્યાંનમાં રાખવી જોઈએ કે જો તમે એક લાખથી વધુ લોન લો છો તો તમારે તમારી જમીન ગીરો રાખવી પડશે. તથા આ સ્કીમમાં તમારે 7 ટકા વ્યાજ દરે લોન આપવી પડશે, પરંતુ જો તમેને બેંક દ્રારા આપવામાં આવેલા સમય અને તારીખ પર લોનની ચુકવણી કરો છો. તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમને માત્ર 3 ટકા વ્યાજની છૂટ મળશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા 

Kisan Credit Card Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • અરજદારની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સહ-અરજદાર હોવું ફરજીયાત છે.
 • તમામ ખેડુતો કે જેમની પાસે ખેતી માટે જમીન છે.
 • ખેડૂત-શાખાની કામગીરી હેઠળ આવવું જોઈએ.
 • પશુપાલન સાથે સંકલાયેલા ખેડૂત.
 • દેશના નાના અને સીમંત ખેડુતો પણ આ યોજના માટે પાત્ર બનશે.
 • જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
 • ભાડુઆત અને ભાડુઆત ખેડુતો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Kisan Credit Card Yojana હેઠળ ખેડૂતોને મળવાપાત્ર લાભ.

 • દેશભરમાં ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લઈ શકે છે.
 • કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, લાભાર્થી ઉમેદવારને 1 લાખ 60 હજારની લોન આપવામાં આવે છે.
 • કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ 14 કરોડ ખેડૂતોને મળશે.
 • કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા ઉમેદવારો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
 • આ યોજના હેઠળ ખેડુતો કોઈ બેંક શાખામાંથી લોન મેળવી શકે છે.
 • જે પણ ખેડૂતને લોન મળશે તે આનાથી પોતાની ખેતી સુધારી શકશે.
 • ખેડૂત ઉમેદવારો 3 વર્ષ સુધીની લોન લઈ શકે છે.

Kisan Credit Card Yojana માં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો Kisan Credit Card Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 • ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે.(આમાંથી કોઈ એક)
 • બેંક પાસબુક જેની સાથે આધારકાર્ડ જોડાયેલું હોવું જોઈએ.
 • ખેડૂત પાસે ખેતી માટે યોગ્ય જમીન હોવી જોઈએ.
 • જમીનની 7/12 અને 8-અ નકલ.
 • ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • તે તમામ ખેડુતો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે, જેઓ તેમની જમીનમાં ખેતી કરે છે અથવા બીજાની જમીનમાં ઉત્પાદન કે ખેતી કરે છે.
 • જે કોઈપણ રીતે કૃષિ પાક ઉત્પાદન સાથે સંકળાયેલ છે.
 • પાન કાર્ડ
 • મોબાઈલ નંબર

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

જે મિત્રો Kisan Credit Card Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

Kisan Credit Card Yojana માં ઓનલાઇન અરજી  બે રીત કરી શકો છો.

 • પહેલી રીત તમે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો,
 • બીજી રીત તમે PM Kisan ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ અરજી કરી શકો છો.

State Bank Of India માં Kisan Credit Card Yojana માં અરજી કેવી રીતે કરવી?

અમે તમને અહીંયા State Bank Of India ની ઓફિસિયલ વેબસાઈટ પર તમને ઓનલાઇન અરજી કરીને બતાવી રહ્યાં છીએ. તે રીતે તમે પણ ઓનલાઇન Credit Card માટે તમારા મોબાઇલ કે પછી અન્ય કોઈ ડિવાઇઝ પરથી કરી શકો છ.

 • સૌથી પહેલા તમારે SBI ની ઓફિસયલ વેબસાઈટ ખુલવાની રહેશે.
 • તમારી સામે એક એવું હોમ પેજ ખુલશે. અહીં તમારે Agriculture & Rural પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે આવા કેટલાક વિકલ્પો તમારી સામે આવશે, અહીં તમારે Kisan Credit Card પર ક્લિક કરવાનું રહેશે.
 • તે પછી તમને એપ્લિકેશન ફોર્મની લિંક દેખાશે તેનાં પર ક્લિક કરો. અરજી કરતા પહેલા તમારે તમામ સૂચનાઓ વાંચવાની રહેશે.
 • Apply બટન પર ક્લિક કરવાથી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે, તમે અરજી ફોર્મ ધ્યાંનથી ભરો. જો તમે અરજી ફોર્મ ભરતા કોઈ ભૂલ રાખશો. તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
 • છેલ્લે Submit બટન પર ક્લિક કરો. તે પછી તમને Application Reference Number મળશે.
 • આ Application Reference Number ને સાચવીને રાખવો આગળ જતા કોઈ જગ્યાએ કામ આવે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: