લેપટોપ સહાય યોજના 2022 (ST) | Laptop Sahay Yojana

Laptop Sahay Yojana | લેપટોપ સહાય યોજના 2022 , પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

Gujarat Tribal Development Corporation દ્રારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ આદિજાતિ ઇસમોને આપવમાં આવે છે. આદિજાતિ વર્ગના નાગરિકો સ્વરોજગારી મેળવે તે માટે આદિજાતિ નિગમ ગુજરાત પોર્ટલ દ્રારા વિવિધ લોન યોજનાઓ લાભ પણ આપવામાં આવે છે. કોમ્પ્યુટર અથવા લેપટોપના મશીનો ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેની ખરીદી કરીને નવો ધંધો કરી શકે. Laptop Sahay Yojana દ્રારા લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Laptop Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Laptop Sahay Yojana
Laptop Sahay Yojana

લેપટોપ સહાય યોજના નો હેતુ શું?

ગુજરાત રાજ્યના અનુસૂચિત જન જાતિના લોકોની આર્થિક સ્થિત તેમજ ખુબ નબળી હોવાથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલ અનુભવે છે. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત દ્રારા આ યોજના કાર્યરત છે. ST Caste ના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજદરે લોન ન લેવી પડે, એટલા માટે આદિજાતિ નિગમ દ્રારા કોમ્પ્યુટરના મશીન ખરીદવા માટે લોન આપવમાં આવે છે.

Laptop Sahay Yojana હેઠળ મળવાપાત્ર ધિરાણ.

કમ્પ્યુટર તથા લેપટોપ અને તેનાં વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવમાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

Laptop Sahay Yojana માં લોન પરનો વ્યાજદર કેટલો?

  • ગુજરાત આદિજાતિ નિગમ દ્રારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4% ના વ્યાજદર સાથે લોન મળશે.
  • અરજદાર દ્રારા મેળવેલ લોનની પાછી ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
  • અરજદાર દ્રારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2% દંડનીય વ્યાજ સાથે ચૂકવાનું રહેશે.

લેપટોપ સહાય યોજના માટે પાત્રતા.

Laptop Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી અનુસૂચિત જન જાતિ વર્ગના હોવા જોઈએ
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કુટુંબની વાર્ષિક આવક 120000/- હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે કમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં, શોપિંગ મોલ, દુકાનમાં કામ કર્યાના અનુભવ પ્રમાણપત્ર

લેપટોપ અથવા કમ્પ્યુટર સહાય યોજના ઓનલાઇન અરજી કરવા માટેના આવશ્યક ડોક્યુમેન્ટ.

જે મિત્રો Laptop Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • રેશન કાર્ડની ઝેરોક્ષ
  • બેંક ખાતાની પાસબુક
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • કોમ્પ્યુટર તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • ગુજરાતના અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટર વેચાણમાં સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવ હોવાનો પ્રમાણપત્ર
  • અરજદારે રજુ કરેલ મિલકતનો પુરાવો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન દસ્તાવેજ અને પ્રોપટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન દસ્તાવેજ અને પ્રોપટી કાર્ડ
  • જમીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરેલ સોગંદનામું રજુ કરવાનું રહેશે.
  • ધંધાના સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકારના માન્ય વેલ્યૂઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકારના માન્ય વેલ્યૂઅર વેલ્યુએશન રિપોર્ટ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

લેપટોપ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Laptop Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

  • પ્રથમ Google Search માં જઈને “Adijati Vikas Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Tribal Development Corporation, Gujrati ની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • જ્યાં તમે Home પેજ પર “Apply for Loan” નામનું બટન હશે તેનાં પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation નામનું પેજ ખુલશે.
  • જો તમે પહેલી વખત આ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ. ડી બનાવવાનું રહેશે.
  • તમારા દ્રારા Personal Login બનાવ્યા બાદ “Login Here” માં પોતાના Login ID અને Password નાખી Login in કરવાનું રહેશે.
  • લાભાર્થી દ્રારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “MY Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઇન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્રારા “self employment” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાંનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application information ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો અરજદારની મિલકત વિગતો, લોનની વિગતો, જમીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પંસદગીમાં “Computer Masin” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદાર મિલકતમાં વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે.
  • તમામ વિગતો ઓનલાઇન ભર્યા બાદ ફરીથી ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • સેવ કરેલ એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ કાઠીને સાચવીને રાખવાની રહેશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: