181 મહિલા હેલ્પલાઇન | Mahila Helpline Number 181

Mahila Helpline Number 181 | 181 મહિલા હેલ્પલાઇન

ગુજરાત સરકાર દ્રારા “women & Child Development Department” દ્રારા મહિલાઓની સુરક્ષા માટે અને મહિલાઓની સશક્તિકરણના ધ્યાંનમાં રાખીને “Mahila Helpline Number 181″ નંબર શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ મહિલાઓ પર ઘરેલુ હિંસા બની હોય કે એવો ભય હોય તો તે ” મહિલા હેલ્પલાઇન નંબર 181″ પર ફોન કરી આ યોજના હેઠળ તાત્કાલિન મદદ મેળવી શકે છે.

મારાં વ્હાલા ગુજરાતીઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Mahila Helpline Number 181 શું છે, મહિલા હેલ્પલાઇન નંબર 181 નો ઉપયોગ કોણ અને ક્યારે કરી શકે અને શું લાભ અને મદદ મળશે તેની સંપૂર્ણ જાણકારી જાણવા, આ લેખને અંત સુધી વાંચો.

Mahila Helpline Number 181
Mahila Helpline Number 181

181 Mahila Helpline નંબરનો ઉપયોગ ક્યારે કરવો?

કોઈપણ મહિલા કોઈપણ સ્થળે કે સમયે સંજોગોમાં(મુશ્કેલ સમયમાં) મુકાયેલી હોય ત્યારે “Mahila Helpline 181” નો સંપર્ક કરી શકે છે. પોતાના બચાવ કરી શકે.( આ   Mahila Helpline 181 યોજના પોલીસ દ્રારા ચલાવવામાં આવે છે, જે 24×7 કાર્યરત હોય છે.)

181 મહિલા હેલ્પલાઇન નંબરનો લાભ કોણ લઈ શકે?

 • કોઈપણ રાજ્યમાં હિસાનો ભોગ બનેલી મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન નંબરનો લાભ મળી શકે છે.
 • કોઈપણ જરૂરત કન્યા કે મહિલાને 181 મહિલા હેલ્પલાઇન નંબરનો લાભ મળી શકે છે.
 • મુશ્કેલ સમયમાં ફસાયેલા કે ખરાબ સંજોગોમાં હોય તે મહિલાઓ 181 મહિલા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકે છે.
 • જ્યારે મહિલા કોઈપણ ઘરેલુ સમસ્યામાં હોય ત્યાંરે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
 • મહિલા કોઈ જગ્યાએ હોય અને કોઈ તેને હેરાન કરતું હોય ત્યારે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Mahila Helpline Number 181 યોજના દ્રારા મહિલાઓને મળતા લાભો અને મદદ.

 • “Mahila Helpline Number 181” યોજના 24×7 કલાક ની:શુલ્ક સંપર્ક કરી શકાય છે.
 • “181 મહિલા હેલ્પલાઇન” ઉપર સંપર્ક કરનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
 • મહિલાઓને કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી અપાય છે.
 • સરકારી યોજનાઓ, સરકારી માહિતી તથા કાર્યકમ અને સહાયક માળખાઓ અંગેની માહિતી પુરી પાડવામાં આવે છે.
 • મહિલાઓ સાથે વારંવાર શારીરિક હિંસા, માનસિક હિંસા, જાતીય હિંસા કે આર્થિક હિંસા બાબતે સલાહ આપવામાં આવે છે.
 • મહિલાઓની લગ્નજીવન કે અન્ય સંબધોના વિખવાદોને દૂર કરવામાં મદદ કરે છે.
 • મહિલાઓને સ્ત્રી ભ્રુણહત્યા વિશે માહિતગાર કરવામાં આવે છે.
 • કોઈ મહિલાને જાતીય સતામણ, છેડતી થાય તો શું કરવું તેનાં વિશે માહિતી આપવામાં આવે છે.
 • મહિલાઓને સાયબર ગુનાઓ જેમ કે ટેલિફોનિક ટોકિંગ, MMS, ચેટિંગ કે ઈન્ટરનેટ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે.

Mahila Helpline Number 181 એપ્લિકેશનથી કેવી રીતે મદદ મેળવી શકે.

કોઈપણ મહિલા કોઈ પણ જગ્યાએ કે કોઈપણ સમયે ખરાબ સમયમાં આ એપ્લિકેશનની દ્રારા પોતે મદદ મેળવી શકે છે. તમે આ એપ્લિકેશનને Play Store પરથી Download કરી શકો છો. આ એપ્લિકેશનની તમામ સુવિધાઓની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 • મોબાઈલ એપ્લિકેશન દ્રારા જે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તે સ્થળનું ચોક્કસ સ્થળ ગૂગલે મેપ દ્રારા મળી જાય છે.
 • મહિલા સાથે જે સ્થળ પર હિંસા થઈ છે તે સ્થળના ફોટો અને વિડિઓ એપ્લિકેશનમા અપલોડ કરી શકે છે.
 • મોબાઈલ જોરથી હલાવતા સાથે જ કોલ થઈ જાય છે જેના દ્રારા કટોકટીના સમયમાં ફોન કર્યા વગર “Mahila Helpline Number 181” ની મદદ મેળવી શકશે.
 • મોબાઇલનું પેનિક બટન દબાવતા 181 મહિલા હેલ્પલાઇનનની મદદ મેળવી શકાય છે.
 • મોબાઈલમા એપ્લિકેશનમાં 181 બટન દબાવતા સાથે મુશ્કેલ સમયના રહેલ મહિલાના 5 સગા-સબંધીઓને કે મિત્રોને તેની રીતે SMS પહોંચી જાય છે.
 • મહિલા જયારે આ એપ્લિકેશન દ્રારા કોલ કરે છે તો “181 મહિલા હેલ્પલાઇન” સેન્ટર પર મહિલાનું કોલ થયેલ હોય તે સ્થળ, 181 એપ્લિકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્ર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોંધાયેલ એડ્રેશ પહોંચી જાય છે.

મહિલાઓ માટેની યોજનાઓ:-

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2022

વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના 2022

કુંવરબાઇ નું મામેરું યોજના 2022

સિલાઈ મશીન લોન યોજના 2022 

           

પોસ્ટ શેર કરો: