Mahila Swavalban Yojana | મહિલા સ્વાવલંબન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓ માટે Mahila Swavalban Yojana ચલાવવામાં આવે છે. આ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. જેમાં મહિલા સ્વાવલંબન યોજના હેઠળ પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Mahila Swavalban Yojana શું છે, યોજનામાં કેટલી સહાય મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ શું?
Mahila Swavalban Yojana નો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉન્નતિ માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો હેતુ છે.
Mahila Swavalamban Yojana હેઠળ મળવાપાત્ર લોન
Mahila Swavalban Yojana હેઠળ મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા રૂપિયા 2,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.
મહિલા સ્વાવલંબન યોજના માટે લોન મળતી ધંધા-ઉદ્યોગની યાદી
મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-૩૦૭ ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ઉધોગના વિભાગનું નામ | ટોટલ ઉધોગની સંખ્યા |
એન્જીનીયરીંગ ઉધોગ | ૧૧ |
કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન ઉધોગ | ૩૭ |
જંગલ પેદાશ આધારિત ઉધોગ | ૧૧ |
હસ્તકલા ઉધોગ | ૧૬ |
ફરસાણ ઉધોગ | ૨૦ |
પ્લાસ્ટિક ઉધોગ | ૨૧ |
ખેત પેદાશ આધારિત ઉધોગ | ૯ |
સ્ટેનરી અને પેપર પ્રિન્ટિંગ ઉધોગ | ૧૧ |
ટેક્ષટાઈલ ઉધોગ | ૨૯ |
વેપાર પ્રકારના ધંધાઓ | ૨૪ |
સેવા પ્રકારના ધંધાઓ | ૪૨ |
ચર્મો ઉધોગ | ૫ |
ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિનિક્સ ઉધોગ | ૬ |
ગ્લાસ અને સીરામીક ઉધોગ | ૬ |
ડેરી આધારિત ઉધોગ | ૨ |
ખનીજ આધારિત ઉધોગ | ૭ |
અન્ય ઉધોગ | ૧૭ |
કુલ ધંધા અને ઉધોગની સંખ્યા કુલ | ૩૦૭ |
મહિલા સ્વાવલંબન યોજના માટેની પાત્રતા
Mahila Swavalban Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
- મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
મહિલા સ્વાવલંબન યોજના માટે આવશ્યક દસ્તાવેજ ડોક્યુમેન્ટ
જે મિત્રો Mahila Swavalban Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- લાભાર્થીનું આધારકાર્ડ
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ઉંમર અંગેનો દાખલો
- જાતિનોદાખલો
- આવકનોદાખલો
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર અથવા અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
- મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
- ફોર્મમાં જણાવેલ વિગતો ભરવાની રહેશે.(બે નકલમાં)
Mahila Swavalamban Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Mahila Swavalban Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Mahila Swavalban Yojana નો લાભ મેળવવા માટે જે તે મહિલા લાભાર્થી ને તેઓના જિલ્લા અને બાળ વિકાસ ની કચેરી ખાતે રુબરુ જઇ ની ફોર્મ મેળવવા નુ હોઇ છે.અને ત્યાંથી જ તમારે અરજી કરવાની હોય છે.
મહિલા સ્વાવલંબન યોજના હેલ્પલાઇન
- વડી કચેરીનું સરનામું:- ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.
- ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર
- ફોન નંબર- 079-23227287, 23230385
- ઈમેઈલ – [email protected] –
મહિલાઓ માટેની યોજનાઓ:-