માનવ ગરિમા યોજના 2022 | Manav Garima Yojana

માનવ ગરિમા યોજના 2022Manav Garima Yojana | માનવ ગરિમા યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

“Social Justice And Empowerment Department Gujarat” દ્રારા ચલાવવામાં આવતી “માનવ ગરિમા યોજના” હેઠળ ગુજરાતની જનતા ને નવા ધંધા અને રોજગાર માટે તક મળી રહે તે માટે સાધનો આપવામાં આવશે. આમ “માનવ ગરિમા યોજના” હેઠળ લોકોને અલગ-અલગ પ્રકારના સાધનો આપવામાં આવશે. જેથી તે પોતાનો વ્યવસાય કરી શકે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે  Manav Garima Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજના હેઠળ ક્યાં-ક્યાં સાધનો મળશે અને યોજનામાં આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Manav Garima Yojana
Manav Garima Yojana

માનવ ગરિમા યોજનાનો હેતુ શું?

સમાજમાં આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને “માનવ ગરિમા યોજના” હેઠળ જુદા-જુદા સાધનો મેળવીને ધંધા કરીને સ્વરોજગારી મેળવી શકે તે હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે.

માનવ ગરિમા યોજના માટેની પાત્રતા

Manav Garima Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • અરજદારની ઉંમર જાહેરાની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપત્ર થશે.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્રારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએ નહીં.

Manav Garima Yojana હેઠળ મળતી ટૂલ કીટ(સાધનો) લિસ્ટ.

Manav Garima Yojana હેઠળ વ્યવસાય કરવા માટે અલગ-અલગ સાધનો સહાય સ્વરૂપે આપવમાં આવે છે.વ્યક્તિના રસ અને આવડતના આધારે અનુકૂળ ટૂલ કીટ આપવમાં આવશે. માનવ ગરિમા યોજના હેઠળ લાભાર્થીને વ્યવસાય કુલ-28 પ્રકારના સાધન ટૂલ કીટ આપવમાં આવશે. જે નીચે મુજબ છે.

  • વાહન સર્વિસ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજી કામ
  • કડીયા કામ
  • સેન્ટીંગ કામ
  • ભરત કામ
  • કુંભારીકામ
  • ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી
  • વેલ્ડીગ કામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • સુથારી કામ
  • ધોબી કામ
  • દૂધ-દહીં વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણાં, ગરમ, વેચાણ
  • ફ્લોર મિલ
  • પંચર કીટ
  • રૂ ની દિવેટ બનાવવી
  • પેપર કપ અને ડીસ બનાવટ માટે સાધન
  • હેર કટિંગ
  • રસોઈકામ માટે પ્રેસર કુકર
  • મોબાઈલ રીપેરીંગ માટેની કીટ
  • મસાલા મિલ
  • સાવરણી સૂપડા કામ

Manav Garima Yojana નો લાભ ગુજરાતનાં ક્યાં જિલ્લાઓમાં લાભ મળશે.

ગુજરાત રાજ્યમાં નાણાકીય વર્ષ 2021 અને 2022 માં મંજુર થયેલ અરજીઓની સંખ્યા વધારે હતી. આ અરજીઓ લક્ષ્યાંક કરતા ખુબ જ વધારે હતી. તેથી સમાજ કલ્યાણ વિભાગ દ્રારા નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદાને ધ્યાંનમાં રાખીને “માનવ ગરિમા યોજનાનો” નો લાભ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આપવામા આવતો નથી. “માનવ ગરિમા યોજનાનો” નો લાભ મળતા જિલ્લાઓ નીચે મુજબ છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ક્યાં જિલ્લામાં અરજી ફોર્મ ચાલુ થયેલ છે?

  • વડોદરા
  • છોટા ઉદેપુર
  • ખેડા
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • સુરત
  • તાપી

વિચરતી વિમુક્તિ જાતિના લોકો માટે ક્યાં જિલ્લામાં અરજી ફોર્મ ચાલુ થયેલ છે?

  • ભરૂચ
  • બોટાદ
  • દેવભૂમિ દ્રારકા
  • ખેડા
  • પંચમહાલ
  • પાટણ
  • સાબરકાંઠા
  • સુરત

માનવ ગરિમા યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

જે મિત્રો Manav Garima Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અરજદારનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • અરજદારની વાર્ષિક આવકનો પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાંનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • સ્વ-ઘોષણાપત્ર
  • રહેઠાણનો પુરાવો(જેમ કે વીજળી બિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ માંથી કોઈ પણ)
  • બાંહેધરી પત્રક
  • અરજદારનો ફોટો

માનવ ગરિમા યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ E Samaj Kalyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહીશે. જે અરજદાર ઘરે બેઠા પણ પોતે જાતે અરજી કરી શકે છે.

  • સૌ પહેલા Google Search માં જઈને E Samaj Kalyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • “E Samaj Kalyan Portal” ટાઈપ કરયા પછી તમારી સામે E Samaj Kalyan Portal ની અધિકૃત વેબસાઈટ ખુલશે.
  • જેમાં તમે જો અગાઉ કોઈપણ User ID બનાવેલ ન હોય તો New User? Please Register Here! પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ Register પર ક્લિક કરવાનું રહેશે.
  • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્રારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  • લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી “માનવ ગરિમા યોજના” પસંદ કરવાની રહેશે.
  • માનવ ગરિમા યોજનામાં ઓનલાઇન અરજીમાં માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને save કરીને પ્રોસેસ કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજીમાં હવે તમારે તમારા ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે અરજી કન્ફોર્મ થયા બાદ માનવ ગરિમા યોજના ઓનલાઇન પ્રિન્ટ કાઢવાની રહશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: