મીની ટ્રેક્ટર સહાય યોજના 2022 | Mini Tractor Sahay Yojana

Mini Tractor Sahay Yojana | મીની ટ્રેક્ટર સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર Mini Tractor Sahay Yojana અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને વિવિધ જાતિ પ્રમાણે મીની(નાનું) ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવશે. અને જેને પહેલેથી ખરીદી લીધું છે તેને પણ યોજનાનો લાભ મળશે.

મારાં વ્હાલા ખેડૂતભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Mini Tractor Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Mini Tractor Sahay Yojana
Mini Tractor Sahay Yojana

મીની ટ્રેક્ટર સહાય યોજના નો હેતુ શું?

ટ્રેક્ટર સહાય યોજના હેતુ એ છે કે ખેડુતભાઈઓ ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેતી કરી શકે તે માટે આર્થિક રીતે નબળા ખેડૂતભાઈઓને ટ્રેક્ટર ની ખરીદી પર સહાય આપવમાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે.

Mini Tractor Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય

સામાન્ય ખેડુતો માટે

 • સામાન્ય ખેડુતને ટ્રેક્ટર(૨૦ PTO HP) સુધીની ખરીદી પર ખરીદીના ૪૦ ટકા અથવા રૂપિયા ૪૫,૦૦૦ મળવાપાત્ર.
 • બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર.

અનુસુચિત જનજાતિ માટે

 • અનુસુચિત જનજાતિ ખેડૂતને ટ્રેક્ટર(૨૦ PTO HP) સુધીની ખરીદી પર ખરીદીના ૫૦ ટકા અથવા રૂપિયા ૬૦,૦૦૦ મળવાપાત્ર.
 • બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર.

અનુસુચિત જાતિ માટે

 • અનુસુચિત જાતિ ખેડૂતને ટ્રેક્ટર(૨૦ PTO HP) સુધીની ખરીદી પર ખરીદીના ૫૦ ટકા અથવા રૂપિયા ૬૦,૦૦૦ મળવાપાત્ર.
 • બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર.

મીની ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા અને શરતો.

Mini Tractor Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
 • આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળશે.
 • ગુજરાત રાજ્યના નાના, મોટા અને તમામ જાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
 • ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
 • કૃષિ વિભાગ દ્રારા નક્કી કરેલ પ્રાઈઝ ડિસ્કવરીના હેતી માટે ત્યાર કરેલ અધિકૃત વેપારી પાસે થી ખરીદી કરવાની રહેશે.
 • ટ્રેક્ટર સહાય યોજના માટે વેપારી પાસે થી લાભાર્થી ખેડૂતે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

મીની ટ્રેક્ટર સહાય યોજનાની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

જે મિત્રો Mini Tractor Sahay Yojana માં ઓનલાઇનમાં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • અરજદાર ખેડૂતની આધારકાર્ડની ઝેરોક્ષ.
 • લાભાર્થીના રેશન કાર્ડની ઝેરોક્ષ.
 • બેંક ખાતાની બુકની ઝેરોક્ષ.
 •  7-12 ના ઉતારા
 • જે ખેડુતો SC અને ST જાતિ ના હોય તો તેનું સર્ટિફિકેટ.(લાગુ પડતું હોય તો)
 • સંયુક્ત ખાતેદાર ના કિસ્સામાં 7-12 અને 8-અ
 • અપંગતાનું પ્રમાણ પત્ર (લાગુ પડતું હોય તો)

Mini Tractor Sahay Yojana નો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી.

જે મિત્રો Mini Tractor Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

મીની ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો(જેની માહિતી નીચે આપેલી છે), કે પછી તમે તમારા ગ્રામ પંચાયતના VC પાસે જઈને પણ ઓનલાઇન અરજી કરી શકો છો અથવા જે ઓનલાઇન કામગીરી કરે છે તેની પાસે જઈને પણ અરજી કરાવી શકો છો.

સ્ટેપ – 1

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમને ઉપર આપેલ ફોટો પ્રમાણે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
 • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “બાગાયતી યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • “બાગાયતની ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “(૨૦ PTO HP સુધી) ટ્રેક્ટર સહાય યોજના” માં ” અરજી કરો” પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેને ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
 • હવે ફોર્મ સબમિટ કર્યા પછી તમારે આ અરજીની પ્રિન્ટ નીકાળવાની રહેશે.(ફરજીયાત)

સ્ટેપ – 2

 • હવે તમારે તે અરજી પ્રિન્ટ સાથે તમારા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ એટલે કે જે બિલ હોય અને જે તમને ટ્રેક્ટરના શો-રૂમ માંથી અને જે ઉપર અમારી વેબસાઈટમાં લિસ્ટ આપ્યું છે તે બધા ડોક્યુમેન્ટ  તમારે તમારા ગામના VC પાસે જમા કરાવવાના રહશે.
 • હવે આગળની તમામ પ્રક્રિયા જે તે VC દ્રારા કરવામાં આવશે અને જો તમારી અરજી પાસ થશે તો તમને સબસિડી મળવાપાત્ર થશે.

જેમને પહેલેથી ટ્રેક્ટર ખરીદેલ હોય તેમના માટે.

 • જે મિત્રોએ થોડા સમય પહેલા ટ્રેક્ટર લીધેલ છે, તેમને જો યોજનાનો લાભ મેળવવો હોય તો તેમને પણ ઉપર આપેલીજ પ્રક્રિયા કરવાની રહશે પરંતુ તમારું ટ્રેક્ટર પારસીંગ થયેલુંના હોવું જોઈએ. જો તમે થોડા સમય પહેલા ટ્રેક્ટર લીધેલ છે અને તે પારસીંગ થયેલ છે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. બીજી તમામ પ્રકિયા ઉપર આપેલી છે તે પ્રકારે રહેશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: