Mukhyamantri Pak Sangrah Godaun Yojana | મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમ કે ખેડૂતોને ઘણી અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ, વાવાઝોડા, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. જેની ચિંતા રાજ્ય સરકાર કરીને ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે સબસીડી હેઠળ “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે
મારાં વ્હાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Mukhyamantri Pak Sangrah Godaun Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ લેખને અંત સુધી વાંચો.

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ શું?
Mukhyamantri Pak Sangrah Godaun Yojana હેઠળ રાજ્યના ખેડૂતો પોતાની ઉત્પન્ન થયેલી કૃષિ-પેદાશો સાચવી શકે. અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરીને વધુ સારા ભાવ મેળવી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના લાભ લેવા માટેની પાત્રતા અને શરતો
Mukhyamantri Pak Sangrah Godaun Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
Mukhyamantri Pak Sangrah Godaun Yojana હેઠળ તમારે જે ગોડાઉન બનાવવાનું હોય છે, તે નીચેની શરતો મુજબ બનાવવાનું રહેશે. ત્યારે જ તમને આ યોજનાની લાભ મળશે.
- ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે.
- ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
- ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ એ પ્લીન્થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્ય ગણાશે નહીં.
- ગોડાઉનનું પ્લીન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
- પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્ટના પતરાથી બનાવવાના રહેશે.
- લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે
- આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્ય રહેશે નહિં.
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ મળવાપાત્ર સહાય
અનુસૂચિત જાતિના ખેડુતો માટે
- એસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર)
- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર.
અનુસૂચિત જન જાતિના ખેડુતો માટે
- એસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર)
- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર
અન્ય તમામ જ્ઞાતિના ખેડુતો માટે
- અન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર)
- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર.
Mukhyamantri Pak Sangrah Godaun Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Mukhyamantri Pak Sangrah Godaun Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધાર કાર્ડ ની નકલ
- રેશન કાર્ડ
- જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિ માટે)
- જમીનના દસ્તાવેજ 8-અ & 7/12 નો ઉતારો
- વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઇલ નંબર (ચાલુ હોય તેવો)
Mukhyamantri Pak Sangrah Godaun Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Mukhyamantri Pak Sangrah Godaun Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Mukhyamantri Pak Sangrah Godaun Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી જમા કરાવવાના રહેશે.
- હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.
આ પણ વાંચો:-