વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના 2022 | NTDNT Cast Hospital Sahay Yojana
મારાં વ્હાલા ગુજરાતીઓ આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના 2022 શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવાસય(પોતાની હોસ્પિટલ શરૂ કરવા માટે) શરૂ કરવા માટે આ યોજના હેઠળ સરકાર દ્રારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરોને સહાય આપવામાં આવશે.
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં કેટલી સહાય મળશે?
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના અંતર્ગત તબીબ સ્નાતકોને રૂ.૪૦,૦૦૦/- લોન અને રૂ.૨૫,૦૦૦/- ની સહાય ૪% વ્યાજદર સાથે આપવામાં આવશે અને કાયદાના સ્નાતકો રૂ.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર સાથે આપવામાં આવશે.
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના માટે પાત્રતા અને શરતો
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવો જોઈએ.
- અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ /ઘરવેરાની પહોંચ)
- આવકનો દાખલો
- જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
- જાત જામીનખત (પત્રક-બ મુજબ)
- મેડીકલ કાઉન્સીલ તરફથી મળેલ રજિસ્ટ્રેશન સર્ટીની પ્રમાણિત નકલ/ ફી ભર્યાની પહોંચની નકલ
- દવાખાનાના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી રજૂ કરવી
- ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
- સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર
- અરજદારના ફોટો
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો
વિચરતી-વિમુક્ત જાતિના ડોક્ટરો માટે લોન યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)
- અરજી કરવા માટે વેબસાઈટ લિંક:-ક્લિક કરો.
આ પણ વાંચો:-