પાલક માતા-પિતા યોજના 2022 | Palak Mata Pita Yojana

Palak Mata Pita Yojana  | પાલક માતા પિતા યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અને માનસિક અત્યાચાર કે અન્ય જેમ કે નિરાધાર, કુટુંબ વિહોણા, અનાથ, તરછોડાયેલા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકો,  ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે. તે માટે આ યોજના હેઠળ સરકાર દ્રારા બાળકોને સહાય આપવામાં આવે છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Palak Mata Pita Yojana  શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Palak Mata Pita Yojana 
Palak Mata Pita Yojana 

પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. આ Palak Mata Pita Yojana હેઠળ અનાથ બાળકોને દર મહિને રૂ.૩૦૦૦ ની સહાય એમના ખાતામાં DBT મારફતે ચૂકવામાં આવશે. આ સહાય અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જે અનાથ બાળક પોતના સગા-વ્હાલા પાસે છે તે પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.

પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા

Palak Mata Pita Yojana  હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • ગુજરાત રાજ્યમાં વસતા  0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાં-વ્હાલો pas હોય તે બાળકોને “Palak Mata Pita Yojana” લાભ મળશે.
  • જેમના માતા-પિતા બન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.

પાલક માતા-પિતા યોજના માટે ડોક્યુમેન્‍ટ

જે મિત્રો Palak Mata Pita Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો  (આ માંથી કોઈપણ એક દસ્તાવેજ)
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો(જો લગ્ન કરેલ હોય તો)
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર  (કોઈ પણ એક)
  • આવકના દાખલાની ઝેરોક્ષ
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ

Palak Mata Pita Yojana માં અરજી કરવી રીતે કરવી?

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે e samaj kalyan portal પર અરજી કરી શકો છો.

  • સૌ પહેલા તમારે Google Search ખોલવું
  • તેમાં હવે તમારે e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  •  જેમાં તમારે સામે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • હવે esamaj kalyan વેબસાઈટ નું Home Page ખુલશે.
  • ત્યારબાદ તમારે Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
  • હવે જો તમે ઈ-સમાજ કલ્યાણ પર જો user Id ના બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે. અને ત્યાં તમારું id બનાવવાનું રહેશે.
  • હવે તમારું citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં હવે વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
  • ત્યારબાદ માંગ્યા મુજબના ત્યાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ સંપૂર્ણ ફોર્મ વાંચીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.

Palak Mata Pita Yojana Helpline Number

પ્રિય મિત્રો અમે આ લેખમાં અમે તમેને Palak Mata Pita Yojana વિશેની સંપૂર્ણ માહિતી આપી છે, પણ જો હજુ તમને આ યોજના માટે કોઈ પ્રશ્ન હોય તો તમે તમારી નજીકની સંબધિત જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. અથવા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: