Panina Tanka Banavavani Yojana | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022” અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને ખેતરોમાં પાણીના ટાંકા બનાવી પાણીનો સગ્રહ કરવા માટે વિવિધ જ્ઞાતિ પ્રમાણે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Panina Tanka Banavavani Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન ફોર્મ ભરવું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ યોજના દ્વારા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડે તે અગત્યનું છે. કૃષિ વિભાગ દ્વારા પણ ડ્રીપ ઈરીગેશન અપનાવવા પાણીના ટાંકા બનાવવા માટે સહાય કરે છે. જેથી ખેડૂતો પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે અને સરળતાથી ટપક સિંચાઈ કરી શકે છે. અને પાણીનો બચાવ થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
Panina Tanka Banavavani Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂતોને Tapak Sinchai Paddhati માટે આ યોજનાનો ફક્ત એક જ વાર મળશે.
- ગુજરાત રાજ્યના એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને લાભ મળશે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે
- ખેડૂતોને પાણીનું ટાંકુ બનાવવાના ખર્ચના 75 ટકા અથવા રૂ. 75000/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર.
- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર.
સામાન્ય અને અન્ય ખેડૂતો માટે
- ખેડૂતોને પાણીનું ટાંકુ બનાવવાના ખર્ચના 50 ટકા અથવા રૂ. 50000/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર.
- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર.
- પાણીના ટાંકા વધુમાં વધુ 25.50 ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા 10 ઘન મીટરની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
- ખેડૂતે સિમેન્ટના પાકા પાણીના ટાંકા પર ડ્રીપ સેટ કરવાના રહેશે.
- લાભાર્થી ખેડૂતે ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ખર્ચ અંગેનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
- કૃષિ વિભાગ દ્વારા ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર અથવા નરેગા યોજનાના સર્વેયર પાસે કરાવેલ ખર્ચનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.
જે મિત્રો Panina Tanka Banavavani Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- ખેડૂતના 7-12 ના ઉતારા
- જો ખેડૂત SC અને ST હોય તો જ્ઞાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- વન અધિકાર પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- બેંક ખાતાની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
જે મિત્રો Panina Tanka Banavavani Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Panina Tanka Banavavani Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના” પર ક્લિક કર્યા બાદ તેમાં “પાવર થ્રેસર સહાય યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી જમા કરાવવાના રહેશે.
- હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.
આ પણ વાંચો:-