પશુ ખાણદાન સહાય યોજના 2022 | Pashu Khandan Sahay Yojana

Pashu Khandan Sahay Yojana | પશુ ખાણદાન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે છે, તે જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્રારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષ્ટિક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાન મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાન મળી રહે તે માટે પશું ખાણદાન સહાય યોજના 2022 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાન સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Pashu Khandan Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Pashu Khandan Sahay Yojana
Pashu Khandan Sahay Yojana

પશુ ખાણદાન સહાય આપવાનો હેતુ

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બંને, તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાન સહાય આપવાનું નક્કી કરેલ છે.

પશુ ખાણદાણ સહાય યોજના માટે પાત્રતા 

Pashu Khandan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
 • લાભાર્થી પશુપાલન હોવો જોઈએ.
 • પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
 • પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
 • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
 • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે
 • i-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ કયારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
 • વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલન દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.

Pashu Khandan Sahay Yojana લાભ લેવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ

જે મિત્રો Pashu Khandan Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની નકલ
 • જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
 • આધારકાર્ડ નંબર સાથે જોડાયેલ બૅંક એકાઉન્ટ
 • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
 • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે? તેની વિગત
 • સહકાર મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
 • મોબાઈલ નંબર(રેગ્યુલર નંબર)

Pashu Khandan Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Pashu Khandan Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને અરજી કરી શકો છો.

 • તમારે સૌ પ્રથમ Google Search માં જઈને “ikhedut Portl” ટાઈપ કરવાનું રહેશે.
 • હવે તમારી સામે વેબસાઈટ નું Home Page ખુલીને આવશે.
 • હોમ પેજ પર ”યોજના” પર ક્લિક કરો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર પશુપાલનની યોજનાઓ” ખોલવું.
 • “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
 • જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
 • “જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
 • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. તેનું ધ્યાન રાખવું.
 • અરજી ફોર્મ ભરાઈ રહ્યા પછી તમારે તે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે.
 • આ રીતે તમારી અરજી પૂર્ણ થશે.

ઓનલાઇન અરજી કર્યા પછી શું પ્રક્રિયા કરવાનું રહેશે.

 • પશુપાલકોઓએ પોતાની પ્રિન્‍ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
 • છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
 • આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: