PM Kisan Samman Nidhi Yojana | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
PM Kisan Samman Nidhi Yojana નો આરંભ ભારત સરકારશ્રી દ્વારા 1 ફેબ્રુઆરી 2019 ના રોજ ચાલુ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ગરીબ કિસાનો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અતંગર્ત નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવામાં આવે છે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે PM Kisan Samman Nidhi Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના | PM kisan samman nidhi yojana
PM kisan samman nidhi yojana હેઠળ ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર માસએ ચૂકવવામાં આવે છે. ખેડૂતના બેંક ખાતામાં.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળશે?
ભારત સરકાર દ્વારા કુંટુંબની વ્યાખ્યા નક્કી કરેલ છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો 18 વર્ષથી ઓછી વયના કે જેઓ કોઈપણ વ્યક્તિગત કે સંયુકત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય. જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય કે જમીન રેકર્ડ અનુસાર 2 હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય, તેમને આ યોજનાનો લાભ મળશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા
PM kisan samman nidhi yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.
- વ્યક્તિગત ખેડૂત પરિવારે ર હેક્ટર કરતા ઓછી ખેતી લાયક જમીન ધારણ કરેલી હોવી જોઈએ
- જમીન ખાતામાં ર હેકટર કરતા વધુ હોય અને એમા સમાવિષ્ટ ખેડુત પરિવાર એક કરતા વધુ હોય અને દરેક પરિવારના ભાગે ર હેકટર કે તેથી ઓછી જમીન હોય તો તે દરેક પરિવાર ને લાભ મળવા પાત્ર છે
- એક જમીન ખાતામાં સમાવિષ્ટ કુલ નામ પૈકી જો કોઈ ખાતેદાર ની ઉંમર ૧૮ વર્ષ કરતા વધુ હશે તો તેને સ્વતંત્ર પરિવાર ગણી લાભ મળશે
PM kisan samman nidhi yojana લાભ કોને મળવાપાત્ર નથી
- ખેતી લાયક જમીન ધરાવતા ન હોય તેમજ સંસ્થાકીય જમીન ધારકોને લાભ મળશે નહિં
- ભુતપુર્વ કે હાલના તમામ મંત્રીશ્રીઓ / લોકસભા / રાજ્યસભા / વિધાન સભાના સભ્યશ્રી ભૂપપુર્વ કે હાલના મહાનગર પાલિકાના મેયર અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી ઓ ને લાભ મળશે નહિ
- વર્ગ-૪ સિવાયના કેંદ્ર અને રાજ્ય સરકારના કર્મચારી / અધિકારીઓ અને રૂ. ૧૦,૦૦૦ થી વધુ પેન્શન ધરાવતા હોય તેમને લાભ મલશે નહિ
- છેલ્લા વર્ષે આવક વેરો ભરેલ વ્યક્તિઓને લાભ મલશે નહિ
- *ડૉક્ટર, એંજિનિયર, વકિલ, ચાર્ટર એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ ને લાભ મલશે નહિ .
પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે આવશ્યક ડોક્યુમેન્ટ
જે મિત્રો PM kisan samman nidhi yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ અથવા (જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ)
- 8-અ નો ઉતારો
- 7/12 નો ઉતારો
- બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
PM kisan samman nidhi yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો PM kisan samman nidhi yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ પંચાયતમાં જઈને VCE પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું digitalgujarat મારફતે ઓનલાઈન અરજી કરશે.
કિસાનો માટેની યોજનાઓ:-
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022