પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2022 | PM Suraksha Bima Yojana (PMBSY)

PM Suraksha Bima Yojana | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 2022, પાત્રતા, મળવાપાત્ર સહાય, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ભારત સરકાર દ્વારા એકદમ મામૂલી પ્રીમિયમમાં PM Suraksha Bima Yojana અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલીમાં મૂકવામાં આવેલ છે. PMBSY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. જે પ્રીમિયમ બેંક અને પોસ્ટ ખાતામાં ભરી શકાય છે.

મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે PM Suraksha Bima Yojana શું છે, યોજનામાં રોટાવેટર ખરીદવા કેટલી સબસિડી મળશે, યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અરજી (ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

PM Suraksha Bima Yojana
PM Suraksha Bima Yojana

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના 

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ લાભર્થી એ દર વર્ષે 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું થશે અને યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. વીમા લેનારનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા અને વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા વીમા કવચ મળવાપાત્ર થશે.

PM Suraksha Bima Yojana માટે પાત્રતા. 

PM Suraksha Bima Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • 18 થી 70 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
 • પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ ભારતના નાગરિકોને મળશે.
 • આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ, બેંક કે પોસ્ટ ખાતા હોવું જોઈએ.
 • આ વીમા યોજનાનો માટે 31 May ના સુધી બેંક અથવા પોસ્ટ ખાતામાંથી વીમા પ્રીમિયમ કપાશે. જેના માટે બેંક ખાતામાં મિનિમમ બેલેન્‍સ હોવું જરૂરી છે.
 • PM Suraksha Bima Yojana યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 31 May માસના અંત સુધીમાં ભરવાનું હોય છે.
 • જો અગાઉ પ્રીમિયમ કપાવેલ હશે તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાંથી Auto-Debit થઈ જશે.
 • આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.
 • બેંક અને પોસ્ટ ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ. અને ખાતું સક્રિય હોવું જોઈએ.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મળવાપાત્ર લાભ

 •  ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા નક્કી કરેલ છે. જેમાં અકસ્માતના કારણે મૃત્યુમાં 2 લાખ રૂપિયા વીમા રકમ મળશે.
 • જો કોઈ આકસ્મિક ઘટનામાં વ્યક્તિ વિકલાંગ થાય તેના માટે 1 લાખ રૂપિયા વીમા રક્ષણ પૂરું પાડવામાં આવે છે.

PM Suraksha Bima Yojana માં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો PM Suraksha Bima Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • અરજીપત્રક
 • આધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • આવકનો દાખલો
 • ઓળખપત્ર
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • મોબાઈન નંબર

PM Suraksha Bima Yojana નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય?

જે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

આ યોજનાનું નવું રજીસ્ટ્રેશન કરવા માટે  તમારે તમારી નજીકની કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ ની અરજી કરી શકાય છે. બેંક મિત્ર આ યોજનાનો લાભ ઘરે જઈને આપે છે. આ યોજના માટે વીમા એજન્‍ટનો પણ સંપર્ક કરી શકાય છે. આ યોજનાનું સંચાલન “જાહેર ક્ષેત્રની સામાન્‍ય વીમા કંપનીઓ” તથા અન્‍ય રસ ધરાવતી સામાન્‍ય વીમા કંપનીઓ બેંકો સાથે મળીને કરશે. તેથી તમે વીમા એજન્ટો દ્રારા પણ આ યોજના નો લાભ મેળવી શકો છો.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: