પ્રધાનમંત્રી જનધન યોજના 2022 | Pradhan mantri Jan Dhan Yojana

Pradhan mantri Jan Dhan Yojana | પ્રધાનમંત્રી જનધન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

Pradhan mantri Jan Dhan Yojana ની ઘોષણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્રારા 15 ઓગસ્ટ 2014 ના દિવસે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન ધન યોજનાને 28 ઓગસ્ટ 2014 ના દિવસે લોન્ચ અમલમાં મુકવામાં આવી હતી.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે  Pradhan mantri Jan Dhan Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Pradhanmantri Jan Dhan Yojana
Pradhanmantri Jan Dhan Yojana

પ્રધાનમંત્રી જન ધન યોજના | Pradhanmantri Jan Dhan Yojana

પ્રધાનમંત્રી જન ધન યોજના એ ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવતી એક યોજના છે જેના હેઠળ ભારતના નાગરિકોને જેમાં 10 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તો તેમને બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. તેમાં સામાન્ય બેન્કિંગ સર્વિસ, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા મોકલવા, ક્રેડિટ, ઇનશોર્ન્સ, અને પેન્શન જેવી સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવામાં આવશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેતુ શું?

આપણ ભારત દેશમાં ઘણા લોકો પાસે સામાન્ય બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ નથી અને કેટલાક લોકો છે જેમની પાસે બેંક એકાઉન્ટ પણ નથી. આ કારણે તેઓ પોતાના રૂપિયા ક્યાંય પણ સુરક્ષિત રીતે મૂકી શકતા નથી અને બચત સકતા નથી. પરંતુ આ યોજનાથી જે લોકો પાસે બેંક એકાઉન્ટ નથી તેમનું એકાઉન્ટ ખોલવામાં આવશે અને સરકાર દ્રારા આપવામાં આવતા લાભો પણ તેમને આ એકાઉન્ટ દ્રારા મળશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના માટે પાત્રતા

Pradhan mantri Jan Dhan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ.
  •  તમારી ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે હોવી જોઈએ.

Pradhan mantri Jan Dhan Yojana હેઠળ મળવાપાત્ર લાભો.

  • અત્યાર સુધી જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેમને યોજના અંતર્ગત ખાતું ખોલવામાં આવશે.
  • પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓ ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માઈક્રો યુનિટ્સ ડેવલપમેંટ એન્ડ રિફાઈનાન્સ એજન્સી બેંક યોજના માટે એકાઉન્ટ પાત્ર છે.
  • અમુક પાત્ર ધારકોને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે.
  • આ બેંક એકાઉન્ટ ચાલુ રાખવા માટે ખાતામાં રૂપિયા હોવા જરૂરી છે તેવી કોઈ જરૂરિયાત હોતી નથી.
  • ખાતા ધારકોને Rupay ડેબિટ કાર્ડ આપવામાં આવશે.તેની સાથે 1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર આપવામાં આવશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના સાથે સંકળાયેલી બેંકનું લિસ્ટ

Pradhan mantri Jan Dhan Yojana સાથે સંકળાયેલી બેંકનું લિસ્ટ નીચે મુજબ છે, જ્યાં જઈને તમે ખાતું ખોલાવી શકો છો.

પબ્લિક સેક્ટર બેંક

  • Bank Of Baroda
  • Union Bank Of India
  • Dena Bank
  • Indian Bank
  • Allahabad Bank
  • Central Bank Of India
  • Punjab &Sind Bank
  • Vijaya Bank
  • IDBI બેંક
  • Punjab National Bank
  • Corporation Bank
  • Syndicate Bank
  • Canara Bank
  • Oriental Bank Of Commerce
  • State Bank Of india
  • Bank Of India
  • Bank Of Maharashtra
  • Andhra Bank

પ્રાઇવેટ સેક્ટર બેંક

  • ICICI Bank Ltd
  • ING Vysya Bank Ltd
  • Yes Bank Ltd
  • Karnataka Bank Ltd
  • Kotak Mahindra Bank Ltd
  • Induslnd Bank Ltd
  • Axis Bank Ltd
  • Dhanlaxmi Bank Ltd
  • Federal Bank Ltd
  • HDFC Bank Ltd

પ્રધાનમંત્રી જન ધન યોજના માટે જરૂરી દસ્તાવેજ

જે મિત્રો Pradhan mantri Jan Dhan Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધારકાર્ડ
  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાઈસેન્સ
  • Voter ID Card
  • ફોટો સાથેનું ઓળખ પત્ર (જે તમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારી વિભગા, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, અનુસૂચિત વ્યાપારી બેંક, જાહેર નાણાકીય સંસ્થાઓ દ્રારા જારી કરવામાં આવ્યું હોય તે.
  • ગેઝેટેડ અધિકારીના પત્ર સાથે પ્રમાણિત કરેલ ફોટોગ્રાફ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવવું?

Pradhan mantri Jan Dhan Yojana હેઠળ ખાતું ખોલાવવા માંગતા લાભાર્થીને ઉપર આપેલ બેંકોની સૂચિ માંથી કોઈ પણ બેકમાં જવાનું રહેશે અને ત્યાં તમને ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો આપવા પડશે. આમ તમે બેંકમાં જઈને ખાતું ખોલાવી શકો છો. આવનારા સમયમાં સરકાર તરફ મળતા લાભો આ યોજનાથી મેળવી શકો છો.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: