પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022 | Pradhan Mantri Mudra Loan Yojana

Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

Pradhan Mantri Mudra Loan Yojana ની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા 8 એપ્રિલ 2015 ના રોજ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ દેશના જે નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને આ યોજના હેઠળ 50, 000 હજાર થી 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે સાથે યોજના દ્રારા દેશમાં ઉધોગ ક્ષેત્રોમાં વધારો થશે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Pradhan Mantri Mudra Loan Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Pradhan Mantri Mudra Loan Yojana
Pradhan Mantri Mudra Loan Yojana

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો હેતુ શું?

Pradhan Mantri Mudra Loan Yojana નો મુખ્ય હેતુ દેશના એવા નાગરિકો જેમને પોતાનો વ્યવસાય સ્થાપવા માંગે છે તેમને આ યોજના અંતર્ગત નાગરિકોને નવો વ્યવસાય સ્થાપવા માંગે છે પરંતુ રૂપિયાના અભાવે તેઓ પોતાનો રોજગાર સ્થાપિત કરી શકતા નથી. તેથી સરકાર દ્રારા આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે જેથી નાગરિકો પોતાનો વ્યવસાય કરી શકે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ક્યાં-ક્યાં વ્યવસાય માટે લોન મળવાપાત્ર થશે?

Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ વિવિધ પ્રકારના ધંધાની સ્થાપના કરવા માટે લોન મળશે જે વિવિધ પ્રકાર વ્યવસાય નીચે મુજબ છે.

 • દુકાનદારો વિક્રેતાઓ
 • કૃષિ ક્ષેત્ર
 • હસ્તકલા
 • ટ્રક માલિકો
 • વ્યાપાર વિક્રેતા
 • ખાદ્ય ઉત્પાદન ઉધોગ
 • નાના ઉત્પાદકો
 • સમારકામની દુકાનો
 • સેવા આધારિત કંપનીઓ
 • સ્વ-રોજગાર ઉધોગ સાહસિકો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના પ્રકાર અને મળવાપાત્ર સહાય 

Pradhan Mantri Mudra Loan Yojana ને ત્રણ વિભાગમાં વહેંચેલી છે. જેથી તેમાં મળવાપાત્ર લોનના નાણાં અલગ-અલગ છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

 • શિશુ લોન – 50 હજાર સુધીની લોન
 • કિશોર લોન – 50 હજાર થી 5 લાખ સુધીની લોન
 • તરુણ લોન – 5:લાખથી 10 લાખ સુધીની લોન.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે પાત્રતા

Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી ભારત દેશનો મૂળ નિવાસી હોવો જોઈએ.
 • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવું જોઈએ.
 • અરજદાર કોઈપણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
 • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના લાભો

 • આ યોજના અંતર્ગત દેશના કોઈપણ નાગરિક ને વ્યવસાય કરવા માટે લોન મળશે.
 • યોજના હેઠળ મળવાપાત્ર લોન કોઈપણ ગેરંટી વગર મળશે.
 • SC/ST લઘુમતી વર્ગના લોકો પણ વિશેષ વ્યાજ દરે મુદ્રા લોન મેળવી શકે છે.
 • દેશના તમામ આવક પેદા કરતી પ્રવૃત્તિઓમાં રોકાયેલી નાની અથવા સૂક્ષ્મ પેઢીઓ મુદ્રા લોન મેળવી શકે છે.
 • આ યોજના હેઠળ મળતી લોનમાં કોઈ ચાર્જ લાગશે નહીં અને લોનની ચુકવણીનો સમયગાળો પણ વધારી શકાય છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે કોલેટરલ ફ્રી લોન – બેંકો / એનબીએફસી દ્રારા લેનાર પાસેથી કોઈ કોલેટરલ અથવા સિક્યોરિટીની જરૂર નથી.
 • મહિલા ઉધોગસાહસિકો માટે રાહત દરો મળશે.
 • ટર્મ લોન, વર્કિંગ કેપિટલ લોન અને ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • અરજદારનું કાયમી સરનામું
 • આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
 • ત્રણ વર્ષની બેલેન્સ શીટ
 • વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર શરૂ કર્યું
 • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી.

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

 • સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની અધિકારીક વેબસાઈટ પર જવાનું રહેશે.
 • હવે તમારી સામે હોમ પેજ ખુલીને આવશે.
 • હવે અહીંયા હોમ પેજ પર તમે શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન ના વિકલ્પ દેખાશે,
 • હવે તમારે જે પ્રકારની લોન પ્રાપ્ત કરવી હોય તેના પર ક્લિક કરો.
 • હવે તમારે તે યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અથવા ત્યાંથી તમે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
 • ત્યાર બાદ તે અરજી ફોર્મની પ્રિન્ટ કરવાની રહેશે.
 • હવે તે અરજી ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે.
 • હવે તે ફોર્મમાં માહિતી ભર્યા પછી, તમારે તે ફોર્મની પાછળ તમામ દસ્તાવેજોને જોડવાના રહેશે.
 • હવે તે અરજી ફોર્મને તમારી નજીકની બેંકમાં જઈને સબમિટ કરવાના રહશે.
 • બેંકમાં તમારી અરજીની ચકાસણી કર્યા પછી તમને લોન આપવામાં આવશે.
 • આ રીતે તમારું આવેદન પૂર્ણ થશે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે મહત્વપૂર્ણ લિંક

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અધિકારીક વેબસાઈટ ક્લિક કરો
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અરજી ફોર્મ ડાઉનલોડ Downlod

આ પણ વાંચો:- ડ્રોન થી જંતુનાશક દવાનો છટકાવ યોજના 2022

           

પોસ્ટ શેર કરો: