પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022 : PradhanMantri Ujjwala Yojana

PradhanMantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ,  અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

PradhanMantri Ujjwala Yojana એ આપણા  દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી.કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 નાં દિવસે આ યોજના નો પ્રારંભ થયો હતો. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર BPL અને APL મહિલાઓ અને ભારતના રેશનકાર્ડ ધારકોને આ ગેસ પ્રદાન કરી રહી છે.આ યોજના ને શરૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જે મહિલાઓ ગામડાઓ માં રહે છે અને રસોઈ બનાવવા માટે લાકડા અને અન્ય ઈંધણ નો વપરાશ કરી ને તેના જેરી ગેસ થી થતી બીમારીઓ થી બચાવી શકાશે. આ યોજના થી દેશ ની લાખો મહિલાઓ ને ફાયદો મળ્યો છે અને તેઓ નાં સ્વાસ્થ્ય નું ધ્યાન પણ રાખી શકાયુ છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે PradhanMantri Ujjwala Yojana શું છે, યોજનાનો લાભ કોને મળશે, યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

PradhanMantri Ujjwala Yojana
PradhanMantri Ujjwala Yojana

PradhanMantri Ujjwala Yojana માટે પાત્રતા

PradhanMantri Ujjwala Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
 • લાભાર્થી મહિલા હોવા જોઈએ.
 • લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષ કરતા વધુ હોવી જોઈએ.
 • આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ (કોઈપણ એક આઈડી કાર્ડ)
 • પ્રધાનમંત્રી આવાસ યોજના વાળા કુટુંબો.
 • અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારો.
 • અતિ પછાત વર્ગ નાં પરિવારો.
 • આદિવાસી વિસ્તારના પરિવારો.
 • ચા અને ભૂતપૂર્વ ગાર્ડન આદિવાસીઓ.
 • અંત્યોદય અન્ન યોજના પરિવારો.
 • નદી અથવા ટાપુઓ માં રહેતા લોકો.
 • અરજી કરનાર મહિલા નું પરિવાર BPL હોવું જોઈએ.
 • પરિવાર પાસે અન્ય કોઈ ગેસ કનેક્શન નાં હોવું જોઈએ.
 • લાભાર્થી મહિલા પાસે બેંક નું ખાતું હોવું જરૂરી છે.
 • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટેના આધાર પૂરાવા
 • લાભાર્થી પાસે જો BPL Card હોય તો તેનો આધાર પુરાવો
 • જાતિ નું પ્રમાણપત્ર
 • રહેઠાણ અંગે નો આધાર પુરાવા
 • બેંક ખાતા ની પાસબુક ની નકલ
 • 2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો

PradhanMantri Ujjwala Yojana હેઠળ મળવાપાત્ર લાભો

 • PradhanMantri Ujjwala Yojana અંતર્ગત ગરીબ અને છેવડાના ગામમાં રહેતી મહિલાઓ ને ગેસ નું કનેક્શન મળશે.
 • મહિલા અરજદારને 1600 રૂપિયા સુધી ની પોતાના બેંક નાં ખાતા મા સબસિડી પણ જેમાં થશે જેના થી તેઓ આર્થિક રીતે પણ ઉપર આવી શકશે.
 • પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં ગેસ કનેક્શન માટે 1600 (કનેક્શન માટે 14.2kg સિલિન્ડર/ 5 kg સિલિન્ડર માટે રૂ. 1150). રોકડા સહાય આપવામાં આવે છે.વધુ વિગતો નીચે મુજબ ની છે.
 • 14.2 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 1,250 રૂપિયા
 • 5 Kg ના સિલિન્ડર ની સિક્યુરિટી ડિપોઝિટ 800 રૂપિયા
 • LPG હોસ 100 રૂપિયા
 • રેગ્યુલેટર 150 રૂપિયા
 • ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ 25 રૂપિયા
 • નિરીક્ષણ ચાર્જ 75 રૂપિયા
 • PMUY લાભાર્થીઓને પ્રથમ એલપીજી રિફિલ અને સ્ટોવ (હોટપ્લેટ) બંને મફતમાં આપવામાં આવશે અને સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા તેમના ડિપોઝિટ ફ્રી કનેક્શન પણ આપવામાં આવશે.

PradhanMantri Ujjwala Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો PradhanMantri Ujjwala Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • જો આપ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો આપને તેની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને તેમનું ઓનલાઈન અરજી ફોર્મ બતાવવામાં આવશે. પછી તે અરજી ફોર્મ ઓનલાઈન ભરીને સબમીટ કરવાનું હોય છે.
 • આ અરજી પત્રકમાં પૂછ્યા પ્રમાણેની તમામ માહિતી સાચી અને સચોટ ભરવાની હોય છે. જેમ કે-
 • નામ,સરનામું,ઉંમર,જાતિ વગેરે જેવી તમામ વિગતો ઓનલાઈન ભરી ને અરજી પત્રક ને ઓનલાઈન સબમિટ કરવાનું હોઈ છે.
 • હવે તે ફોર્મની તમારી સામે પ્રિન્ટ આવશે. તે પ્રિન્ટને કાઢી ને નજીક નાં તમારી નજીકની ગેસ એજન્સીમાં જઈને તમામ આધાર પુરાવાઓ સાથે આ અરજી પત્રક જ્યાં જમા કરાવવાનું હોય છે.
 • હવે તમારી નજીકની એજન્સી દ્વારા તમારું અજપત્રક ને ચકાસણી કરીને વધીને 10 દિવસની અંદર આપના ઘરે ગેસ કનેક્શન પહોંચાડવામાં આવે છે.

PradhanMantri Ujjwala Yojana માટે મહત્વપૂર્ણ લિંક

યોજનાની અધિકૃત વેબસાઈટ ક્લિક કરો
Indian Oil માં અરજી કરવા માટે ક્લિક કરો 
Bharat Gas માં અરજી કરવા માટે ક્લિક કરો 
HP Gas માં અરજી કરવા માટે ક્લિક કરો

આ પણ વાંચો:-

સિલાઈ મશીન લોન યોજના 2022

રોટાવેટર સહાય યોજના

માનવ ગરિમા યોજના 2022

લેપટોપ સહાય યોજના 2022

પ્રધાનમંત્રી જનધન યોજના 2022

           

પોસ્ટ શેર કરો:

Leave a Comment