RTE Admission Gujarat 2022-23 | ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના

RTE Admission Gujarat 2022-23 | ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના

RTE Admission Gujarat 2022-23 હેઠળ  દેશના તમામ ગરીબ મા-બાપના બાળકો જે આર્થિક રીતે ગરીબ છે, નબળા,પછાત વર્ગના અને જેમના છોકરાઓ ભણવામાં હોશિયાર છે પરંતુ રૂપિયા કે કોઈ અન્ય કારણોને કારણે ભણી નથી શકતા. તેમને ધોરણ 1 થી 8 સુધી સારી પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી મા શિક્ષણ આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના શું છે?, લાભ કોને મળશે, આ યોજનામાં અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે ક્યાં-ક્યાં ડોકયુમેન્ટ જોઈએ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

RTE Admission Gujarat 2022-23
RTE Admission Gujarat 2022-23

ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ.

RTE Admission Gujarat 2022-23 હેઠળ દેશમાં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકોને મળી રહે તે માટે, આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને એડમિશન આપવામાં આવે છે.જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ એડમિશન આપવામાં આવે છે. જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે સરકાર દ્રારા બાળકોને તેમના બેંક ખાતામાં રૂપિયા 3,000/- સહાય આપવામાં આવે છે.

RTE Admission Gujarat 2022-23 માટે પાત્રતા(લાયકાત)

ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જોઈએ.
  • અનાથ આશ્રમ નાં બાળકો.
  • સાર સંભાળ વાળા બાળકો.
  • બાલગૃહ ખાતા નાં બાળકો.
  • બાળ મજૂરી કરતા તમામ બાળકો
  • સેલેબ્રલ પાલ્સી, માનસિક અસ્થિર બાળકો, વિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
  • એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી લેતા તમામ બાળકો.
  • પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
  • ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
  • જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
  • અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
  • સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.

RTE Admission Gujarat 2022-23 માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જે મિત્રો RTE Admission Gujarat 2022-23 માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • બાળક નું આધાર કાર્ડ.
  • બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
  • રેશન કાર્ડ
  • વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
  • વાલીનો આવકનો દાખલો.
  • બાળક ના વાલીનું આધાર કાર્ડ.
  • માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.(જો લાગુ પડતું હોય તો)
  • બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
  • જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એક જ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.
  • બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.

RTE Admission Gujarat 2022-23 માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો RTE Admission Gujarat 2022-23 માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

  • સૌ પહેલા તમારે “Google Chrome” માં જઈને “rte.oprgujarat” ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જ્યાંથી તમારે Right To Education ની વેબસાઈટ નું હોમ પેજ પર જવાનું રહેશે.
  • વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.
  • હવે હોમ પેજ મા ડાબી બાજુ પર મેનુ માં જવાનું રહેશે.
  • હવે ત્યાં તમને ઓનલાઈન અરજી કરવાના ઓપ્શન બતાવશે.જ્યા તમારે “ઓનલાઈન અરજી” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમારી સામે અરજી કરવાનું ફોર્મ ખુલીને આવી જશે.
  • હવે આ અરજી ફોર્મમાં તમારે તમામ વિગતો ભરવાની રહેશે, જેમ કે નામ, સરનામું, મોબાઇલ નંબર, જાતિના પ્રમાણપત્રના વિગત, રહેઠાણ ની વિગત વગેરે વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે. ત્યાર બાદ તમારે Documents અપલોડ કરવાના રહેશે.
  • હવે તમે જે ડોક્યુમન્ટ અપલોડ કરો છો તેની સાઈઝ 450KB કરતા ઓછી રાખવી.
  • અરજી ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય અને ડોક્યુમન્ટ્સ અપલોડ થાઈ ગયા બાદ અરજી ફોર્મને Sabmit કરવાની રહેશે.
  • અરજીને  સફળતાપૂર્વક Sabmit કર્યા બાદ અરજી નંબર Generate થશે જે સાચવી ને રાખવાનો રહેશે.
  • તમે જે મોબાઈલ નંબર આપેલ હસે તેના ઉપર પણ અરજી નબર નો Text Msg આવશે.
  • આ રીતે તમારી પ્રક્રિયા પૂર્ણ થશે.

RTE Admission Gujarat Helpline Number

આ લેખમાં ધોરણ 1 થી 8 સુધી મફત અભ્યાસ યોજના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે પણ જો આપને હજુ કોઇ પણ પ્રકારના પ્રશ્નો હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે યોજનાની વધુ માહિતી મેળવી શકો છો.

  • Helpline Number:- 079-41057851

આ યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

RTE Admission Gujarat 2022-23 હેઠળ વિવિધ માહિતીઓ માટેની લિંકોની આપેલી છે જ્યાંથી તમે નીચે આપેલી માહિતી મેળવી શકો છો.

અરજી કરવા માટેની વેબસાઈટ ક્લિક કરો
અરજીનું સ્ટેટ્સ ચેક કરવા માટે લિંક ક્લિક કરો 
વિવિધ બાળકો માટેના ડોક્યુમેન્ટ ક્લિક કરો
અરજીમાં અપલોડ કરવા માટેના ડોક્યુમેન્ટ ક્લિક કરો
અરજી પ્રિન્ટ માટે ક્લિક કરો 
યોજના હેઠળ શાળાઓની યાદી ક્લિક કરો 

વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજના:-

વિદેશ અભ્યાસ લોન યોજના 2022

સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય યોજના 2022

જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના 2022

ટ્યૂશન સહાય યોજના 2022 

           

પોસ્ટ શેર કરો: