સંત સુરદાસ યોજના 2022 | Sant Surdas Yojana

Sant Surdas Yojana | સંત સુરદાસ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમાજના દરેક વ્યક્તિને લાભ મળે એવી રીતે નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમ કે વિકલાંગ સહાય યોજના, દિવ્યાંગ સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના અને વિધવા પેન્સન યોજના. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ તમામ યોજનાઓનો લાભ લઈને સમાજના નાના બાળકો, વડીલો અને વૃદ્ધોને જીવન જીવવામાં સરળતા રહે છે. હમણાજ સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે . આ યોજનાનું નામ સંત સુરદાસ યોજના છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Sant Surdas Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Sant Surdas Yojana
Sant Surdas Yojana

સંત સુરદાસ યોજના | Sant Surdas Yojana

Sant Surdas Yojana સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ગુજરાત- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગ લોકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ દિવ્યાંગ લોકોને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આમ દિવ્યાંગ લોકોના સર્વાર્ત્રિક વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના બહાર પાડવામાં આવે છે.

સંત સુરદાસ યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ

Sant Surdas Yojana હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂ.600/- (છસ્સો રૂપિયા) પેન્‍શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.

સંત સુરદાસ યોજના માટે પાત્રતા

Sant Surdas Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
  • 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
  • ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
  • શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
  • અગત્યની નોંધ:
  • (સંત સુરદાસ યોજના ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ BPL (બીપીએલ) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.)

સંત સુરદાસ યોજના માટે જરૂરી દસ્તાવેજ 

જે મિત્રો Sant Surdas Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
  • સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઈવીંગ લાઈસન્‍સ વગેરે)
  • ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
  • ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20 નો બીપીએલ સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો / સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈપણ એક
  • બેંક પાસબુકની નકલ
  • આધારકાર્ડ

સંત સુરદાર યોજના માટે અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Sant Surdas Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

સંત સુરદાસ યોજના માટે નાગરિકોને સરકારી કચેરીમાં વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા ઉપલબદ્ધ કરવામાં આવે છે. સંત સુરદાસ યોજના અંતર્ગત વિકલાંગો માટે નાણાકીય સહાય માટેની અરજી કોઈ પણ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. જે માટે નીચે મુજબના પગલા અનુસરવાના રહેશે.

  • સૌ પહેલા ગુગલમાં જઈને e samaj kalyan portal ટાઈપ કરવું.
  • જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો –New User? Please Register Here-. જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
  • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ -e samaj kalyan Citizen Login- પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
  • લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
  • જેમાં સંત સુરદાસ ઓનલાઈન ઉપર જઈને પોતાની માહિતી ભરીને અરજી પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો :-

           

પોસ્ટ શેર કરો: