સ્વરોજગાર લક્ષી લોન યોજના 2022 | Self Employment Oriented Loan Yojana

Self Employment Oriented Loan Yojana | સ્વરોજગાર લક્ષી લોન યોજના 2022 

Self Employment Oriented Loan Yojana
Self Employment Oriented Loan Yojana

મારાં વ્હાલા વિધાર્થી મિત્રો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, સ્વરોજગાર લક્ષી લોન યોજના શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સ્વરોજગાર લક્ષી લોન યોજના શું છે?

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્વરોજગાર લક્ષી લોન યોજના ચલાવવામાં આવે છે. જેમાં રાજ્યના બિનઅનામત વર્ગના તમામ લોકોને કે જેવો પોતે સ્વરોજગારી મેળવવા ઈચ્છુક હોય તેવા લોકોને આ યોજના અંતર્ગત નાના વાહન, લોડિંગ(મોટા) વાહન અને નાના ધંધા માટે ની લોન આપવામાં અવશે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો લાભ કોને મળશે?

Self Employment Oriented Loan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી  ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
  • લાભર્થી બિન અનામત વર્ગનો હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદારની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • લાભાર્થી ઉમેદવાર પાસે “ફોરવ્હીલ” અને “હેવી વેહિકલ” નું લાયસન્સ હોવું જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં ક્યાં વ્યવસાય માટે કેટલી લોન મળશે?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્વરોજગાર લક્ષી લોન યોજના ચાલુ કરવામાં આવી છે જેના હેઠળ અલગ-અલગ 3 સ્વરોજગારી માટે લોન આપવામાં આવે છે જે નીચે મુજબની છે.

નાના વાહન માટે ની લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોને જો રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતી ઈકો, જીપ-ટેક્ષી વગેરે વાહનોની ખરીદી પર “On Road Cost” જે કિંમત હશે તે કિંમત સરકાર દ્વારા લોન પેટે આપવામાં આવશે.

મોટા(લોડીંગ) વાહનો માટે લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોનેજો ટ્ર્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ,ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી 6 લાખ રૂપિયાની લોન મળશે.

નાના ધંધા માટે ની લોન

Self Employment Oriented Loan Yojana બિનઅનામત વર્ગનાં લોકોને જો નાના ધંધા-રોજગાર શરૂ કરવા માંગે છે જેવા કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે પણ લોન આપવામાં આવે છે. જેમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં લોન પરનું વ્યાજ 

ઉપર બતાવ્યાં મુજબ લાભાર્થી ને અલગ અલગ 3 પ્રકારે જે વ્યવસાય શરૂ કરવાનો હોઈ તે મુજબ તેમને લોન આપવામાં આવે છે અને એ લોન નું વ્યાજ નીચે મુજબ નું રાખવામાં આવેલ છે.

વ્યવસાયનું નામ લોન પરનું વાર્ષિક વ્યાજ
નાના વાહન માટે ની લોન આ લોન માં વ્યાજ વાર્ષિક 5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.

મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે

મોટા(લોડીંગ) વાહનો માટે ની લોન વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહીત મેળવવા માટે બેન્કમાંથી રૂ.6 લાખની લીધેલ લોન ઉપર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે.
નાના ધંધાઓ માટે ની લોન આ લોનમાં વાર્ષિક વ્યાજ  5 ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે.

મહીલાઓ માટે 4 ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં લોન માટેના માપદંડ(નિયમો)

  • નાના વ્યવસાય માટે ની લોન માટે અરજદાર પાસે નિયમો મુજબનું જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
  • મેળવેલ વાહન નિયમ મુજબ હાઇપોથીકેશન કરવું જરૂરી છે.
  • વાહન મળી મળી જાય ત્યાર બાદ પાંચ મહિના પછી નિયમિત હપ્તા માં લોન ચૂકવણી કરવાની રહેશે
  • નાના વ્યવસાય લોન મેળવ્યાનાં 3 માસ મા શરૂ કરવાનો રહેશેતથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ 7.5 લાખ કરતા વધતી હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીને સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે.

Self Employment Oriented Loan Yojana માં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જે મિત્રો Self Employment Oriented Loan Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશન કાર્ડ
  • લાભાર્થીનું બિન-અનામત વર્ગ નું પ્રમાણપત્ર
  • લાભાર્થીનાં ઉંમરના પુરાવા
  • લાભાર્થીનું રહેઠાણનો પુરાવો
  • લાભાર્થી નું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • જ્યાં વ્યવસાય શરૂ કરવું હોય તે સ્થળ નો આધાર
  • વ્યવસાયના અનુભવનો આધાર
  • પિતા/વાલીની મિલ્કત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિપત્ર
  • લાભાર્થીના શૈક્ષણિક લાયકાતના પુરાવા
  • આઈ.ટી.રીટર્ન, તમામ- PAGE ફોર્મ-16
  • અરજદારના બેંક પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ નકલ

સ્વરોજગાર લક્ષી લોન યોજનામાં અરજી કરતી વખતે અને કર્યા પછીની શરતો?

  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.
  • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી બોજાનોંધ/ મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.

Self Employment Oriented Loan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Self Employment Oriented Loan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

Self Employment Oriented Loan Yojana માં લાભાર્થીએ www.gueedc.gujarat.gov.in પર જેઈને ઓનલાઇન અરજી કરવાની રહશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • લાભાર્થી એ સૌ પહેલા બિન અનામત વર્ગ ની ઓફિશિયલ વેબસાઇટ www.gueedc.gujarat.gov.in  (વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો) પર જવાનું રહેશે.
  • જ્યા તેઓ એ Home Page પર ડાબી બાજુ મેનું વિભાગમાં Scheme માં જવાનું રહેશે. જ્યાં તમારે “SELF EMPLOYMENT-SCHEME” મા જવાનુ રહેશે.
  • જ્યા ક્લિક કરવાથી જે Page ખુલશે જેમાં સ્વરોજગાર લક્ષી યોજના લખેલું હશે.જ્યા નીચે લીલા અક્ષર માં Apply Now લખેલું હશે.જ્યા ક્લિક કરવાથી આપ સીધા જ E-samaj Kalyan Portal પર આવી જશો. જ્યા આપને “Gujarat Unreserved Education and Economical Development Corporation” પર જવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજદાર એ Gujarat Unreserved Education and Economical Development Corporation પર ક્લિક કરવાથી તેઓ સામે સીધી આ યોજના નું Page ખુલશે. જ્યા યોજના સબંધી તમામ માહિતી મેળવી શકાશે.
  • જ્યા તમારે Login New User પર ક્લિક કરી ને તમારું Registration કરવાનું રહેશે. પછી તમારે તમારું નામ, ઈમેઇલ આઈડી, જાતિ, જન્મતારીખ અને નવો પાસવર્ડ નાખી ને નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે પાસવર્ડ અને આઈડી નાખી ને Login થવાનું રહેશે. Login થાય બાદ જે Page ખુલશે જેમાં સામે જ બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ પર જવાનું રેહેશે. ત્યા તમને આખી ઓનલાઈન અરજી ફોર્મ દેખાશે.
  • જે તમારે કાળજી પુર્વક ભરવાનું રહેશે જેમાં નામ, સરનામું, જાતિ ની વિગત, મોબાઈલ નંબર, આધારકાર્ડ નંબર વગેરે તમામ વિગતો ભરી ને ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • ત્યાર બાદ મિલ્કતની માહિતી ભરવાની રહેશે.અને ત્યાર બાદ અરજદાર નાં તમામ ડોક્યુમેન્ટ્સ ને Online અપલોડ કરવાના રહેશે.ત્યાર બાદ બાહેંધરી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજી ની સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ આપને ઓનલાઈન અરજી Sabmit કરવાની રહેશે.Online અરજી Sabmit કર્યાં બાદ આપને એક અરજી નોંધણી નંબર આપવામા આવશે.જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.

ખાસ નોંધ:- અમે તમને Self Employment Oriented Loan Yojana ની ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આપીએ છીએ પણ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે અરજી કરાવો, જેથી તમારી અરજીમાં કોઈ ભૂલના થાય)

Self Employment Oriented Loan Yojana હેલ્પલાઇન નંબર 

સ્વરોજગાર લક્ષી લોન યોજના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે પરંતુ જો હજી તમને આ યોજના વિશે કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર:- 079-23258688/23258684
  • એડ્રેશ:- Block No-2, 7th Floor,D-2 Wing,Karmyogi Bhavan,Sector 10-A,Gandhinagar,Gujarat-382010

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: