Shravan Tirth Darshan Yojana | શ્રવણ તીર્થ દર્શન યોજના 2022

Shravan Tirth Darshan Yojana | શ્રવણ તીર્થ દર્શન યોજના 2022

મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, Beauty Parlour Sahay Yojana શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કરવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Shravan Tirth Darshan Yojana
Shravan Tirth Darshan Yojana

Shravan Tirth Darshan Yojana શું છે?

શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં સિનિયર સીટીઝન લોકો કે જેઓ ની ઉમર 60 વર્ષ કરતા વધુ છે તેવા લોકોને  Shravan Tirth Darshan Yojana હેઠળ ગુજરાત રાજ્યનાં અલગ અલગ પવિત્ર યાત્રાધામમાં દર્શન કરવા જવા માટે વાહનના ભાડામાં સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ સિનિયર સીટીઝન પોતાના જીવનકાળ દરમિયાન ફકત એક જ વાર લઈ શકે છે.આ યોજના હેઠળ કુલ 2 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે પાત્રતા અને શરતો

Shravan Tirth Darshan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી  સિનિયર સીટીઝન હોવો જોઈએ જેની ઉંમર 60 વર્ષથી વધુ હોવો જોઈએ.
  • અરજીમાં જે નામ દર્શાવેલ હોય તે વ્યક્તિ જ યાત્રા કરી શકશે. તે પોતાની સાથે અરજી ન કરી હોય તેવી બીજી કોઇ વ્યક્તિને સાથે લઇ જઇ શકશે નહી.
  • વ્યક્તિઓનો સમૂહ અરજી કરે તેને એક અરજી ગણવામાં આવશે.
  • સમૂહનો એક અરજદાર અથવા માન્ય ટ્રાવેલ એજન્ટ મુખ્ય વ્યક્તિ ગણાશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માન્ય એજન્ટ અથવા ગૃપ દ્વારા બુક કરાવેલી એસ.ટી. બસ અથવા ખાનગી ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી શકાશે
  • બસમાં વૃધ્ધાશ્રમના કાર્યકરો, રજીસ્ટર્ડ ડોકટરાકમ્પાઉન્ડર હેલ્પર કે રસોઇયા જેમની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોય તેવા મહત્તમ ૫ (પાંચ) વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે.
  • બસની કેપેસીટીના ઓછામાં ઓછા ૯૦% પ્રવાસીઓ હોય તો જ તે બસ માટે પૂરતી સંખ્યાના પ્રવાસીઓ ગણવામાં આવશે અને બસની ફાળવણી કરવામાં આવશે.
  • જો ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે ૬૦ વર્ષથી નીચેની ઉંમરના એક વ્યક્તિ સાથે લઇ જઇ શકશે.
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસ ભાડાની ૫૦% રકમ લઇને બસનું બુકિંગ કરશે અને પ્રવાસ પૂરો થયા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રીએમ્બર્સમેન્ટની દરખાસ્ત કરશે.
  • માન્ય ટ્રાવેલ એજન્ટ અથવા મુખ્ય વ્યક્તિએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રવર્તમાન નિયમો મુજબની સિક્યોરીટી ડીપોઝીટ એસ.ટી. નિગમમાં જમા કરાવવાની રહેશે, જે રીફંડેબલ રહેશે. યાત્રા પૂર્ણ થયા બાદ નિગમના નિયમાનુસાર ડીપોઝીટની આ રકમ પરત કરવામાં આવશે.
  • જો કોઇ સેવાભાવી સંસ્થા, વૃધ્ધાશ્રમના સીનીયર સીટીઝનોને યાત્રાએ લઇ જવા માંગતા હોય તો, તે સંસ્થા પોતાની બસમાં આવો પ્રવાસ કરી શકો, વૃધ્ધાશ્રમના સીનીયર સીટીઝનોની દેખરેખ માટે સંસ્થાના વધુમાં વધુ બે પ્રતિનિધિને લઇ જઇ શકશે, જેમના માટે ઉંમરનો કોઇ બાધ રહેશે નહી.
  • આવા પ્રવાસમાં વૃધ્ધ યાત્રાળુઓની તબીબી દેખભાળ માટે બસમાં કોઇ રજીસ્ટર્ડ ડોક્ટર કે કમ્પાઉન્ડરને સાથે લઇ જવા માંગતા હોય તો તેઓ માટે ઉંમરનો કોઇ બાધ રહેશે નહી, પરંતુ તેઓએ સારવારની કીટ સાથે રાખવાની રહેશે.”જો ખાનગી બસ મારફતે પ્રવાસ કરવામાં આવ્યો હોય તો, આવા પ્રવાસના પુરાવારૂપે બસના યાત્રીઓ સાથેનો એક ફોટોગ્રાફ જે તે બસનો નંબર સ્પષ્ટ દેખાય તે રીતે અચુક રજુ કરવાનો રહેશે, તથા જે યાત્રાધામમાં પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી – સિક્કા સાથેનું પરિશિષ્ટ-૨ મુજબનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. આવા કિસ્સામાં ૭૫% સહાયની રકમ માન્ય એજન્ટ અથવા ગ્રૂપના વડાના બેંક એકાઉન્ટમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સીધી જ જમા કરાવવામાં આવશે.
  • શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૨૦૦૦ કિલોમીટરની મર્યાદામાં જ પ્રવાસ કરવાનો રહેશે.
  • પ્રવાસ માટેની બસની આગળ અને પાછળની બંને બાજુએ “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકારના સહયોગથી” એ પ્રમાણે ૧૦૦ મીટર દૂરથી વંચાય એવા મોટા અક્ષરોમાં બેનર લગાવવાનું રહેશે.
  • યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઇ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ સાથે લઇ જઇ શકશે નહીં.
  • યાત્રા દરમ્યાન થનાર આકસ્મિક દુર્ઘટના માટે રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કે તેના કોઇ અધિકારી/કર્મચારી જવાબદાર રહેશે નહીં,

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ભાડામાં મળવાપાત્ર સહાય

  •  ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
  • ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની, સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.
  • ૨૭ થી ૩૫ પેસેન્જર સુધી મીની બસનું ભાડું મળશે. તથા, ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે.
  • જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે, તો પણ ઉપર દર્શાવ્યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
  • દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે ૧ (એક) દિવસના જમવાના ૬ ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના ૬ ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ ૬ ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પૂરા) અને વધુમાં વધુ ૨ ૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પૂરા)ની મર્યાદામાં ચૂકવવાના રહેશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Shravan Tirth Darshan Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • લાભાર્થીનું આધારકાર્ડ(તમામ યાત્રાળુંનું આધારકાર્ડ)
  • લાભાર્થીનું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થીનું રેશનીંગ કાર્ડ
  • ગાડી ચલાવવાની પરવાનગી લેટર
  • લાભાર્થીનું રહેણાંક નો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ના ફોટો

Shravan Tirth Darshan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Shravan Tirth Darshan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

Shravan Tirth Darshan Yojana યોજનામાં તમારે ગુજરાતમાં નીચે આપેલી 16 ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગીય કચેરીમાં જઈને અરજી કરવાની રહશે.

  • અમદાવાદ
  • નડીયાદ
  • વડોદરા
  • ભરૂચ
  • સુરત
  • વલસાડ
  • ગોધરા
  • રાજકોટ
  • જામનગર
  • જુનાગઢ
  • ભાવનગર
  • અમરેલી
  • હિંમતનગર
  • મહેસાણા
  • પાલનપુર
  • ભુજ

ઉપર આપેલ તમામ જગ્યાએ Shravan Tirth Darshan Yojana માટે અરજી તમે કરી શકશો.

શ્રવણ તીર્થ દર્શન યાત્રાધામ યોજના હેલ્પલાઇન નંબર 

અમે અમારા આ લેખમાં “Shravan Tirth Darshan Yojana” વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઈને Number :- +91 79 23252459/23252458
  • શ્રવણ તીર્થ દર્શન યાત્રાધામ યોજના વેબસાઈટ:- ક્લિક કરો

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: