સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 2022 | Smart Hand Tool Kit Yojana

Smart Hand Tool Kit Yojana  | ફળપાકોના વાવેતર માટે સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને વિવિધ નવી રીતો વગેરે અપનાવી રહ્યા છે. અને ખેતી કરી રહ્યાં છે, ત્યારે કૃષિ અને સહકાર વિભાગના બાગાયત શાખા દ્વારા I – Khedut Portal પર ખેતી સાથે સંકલાયેલા ખેડૂતો માટે Smart Hand Tool Kit Yojana ચલાવવામાં આવે છે. જેના હેઠળ ગુજરાતના ખેડૂતોને Smart Hand Tool Kit ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Smart Hand Tool Kit Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન કે ઑફ્લાઈન ફોર્મ ભરવુ કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Smart Hand Tool Kit Yojana
Smart Hand Tool Kit Yojana

Smart Hand Tool Kit Yojana નો હેતુ શું?

ગુજરાત રાજ્યના સિમાંત ખેડૂતો અને એકદમ ઓછી જમીન ધરાવતા હોય અને ગ્રામ વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે ગુજરાત રાજ્યના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ ખરીદવા માટે સહાય આપવામાં આવે જેથી દરેક ખેડૂત આ સ્માર્ટ હેન્ડ ટુલ કીટ ખરીદી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના માટે પાત્રતા

Smart Hand Tool Kit Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • અરજદાર ખેડૂત હોવો જોઈએ.
 • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • આ યોજનાનો લાભ ફક્ત એકવાર જ મળશે.
 • આર્થિક રીતે નબળા,OBC, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
 • અરજદાર ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂતે ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લી, ગાંધીનગરના માન્ય વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

Smart Hand Tools Kit Yojana માં મળવાપાત્ર સાધન 

Smart Hand Tools Kit Yojana  હેઠળ મળવાપાત્ર સાધનોનું List નીચે મુજબ છે.

સાધનોના નામ 
સી કટર
વેજીટેબલ પ્લાન્ટર
ફ્રૂટ કેચર
વ્હીલ બરો
ઓટોમેટિક ઓરણી
વ્હીલ હો
સીડ ડીબલર
સાઇન્થ
સુગર કેન બડ કટર
પેડી પેડલ થ્રેસર
કોઈતા સાધન
પુનિંગ શો સાધન
અનવિલટ્રી બ્રાન્ચ લુચર
એડજસ્ટેબલ ટ્રી લુપર
વ્હીલહો કીટડ સાથે
મેન્યુઅલ પેડી સીડર
કોઈતા
પેડી વિડર

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના હેઠળ મળવાપાત્ર સહાય 

ખેતમજુરો અને સીમાંત ખેડૂતો માટે લાભાર્થીઓને સાધન સહાયના 90% અથવા રૂપિયા 10,000/- આ બન્નેમાંથી
જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

Smart Hand Tool Kit Yojana માટે આવશ્યક દસ્તાવેજ 

જે મિત્રો Smart Hand Tools Kit Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની નકલ
 • જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 •  અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)

Smart Hand Tool Kit Yojana માં અરજી કેવી રીતે કરવી

જે મિત્રો Smart Hand Tool Kit Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Smart Hand Tool Kit Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
 • ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
 • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
 • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં  “મફત ડ્રમ અને બે ટબ સહાય યોજના” માં  અરજી કરો” પર ક્લિક કરો.
 • હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
 • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
 • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
 • હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી   જમા કરાવવાના રહેશે.
 • હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: