સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2022 | Soil Health Card Yojana

Soil Health Card Yojana  | સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના ભારત સરકાર દ્રારા વર્ષ 2015 માં રાજ્યના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોની જમીન ની ફળદ્રુપતા વધારવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને જમીન માટી કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેઓ તેમની જમીનની ક્ષમતા ફળદ્રુપતા અને પાકની ઉપજમાં વધારો કરી શકે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Soil Health Card Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવુ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Soil Health Card Yojana
Soil Health Card Yojana

સોઇલ હેલ્થ કાર્ડ યોજના શું છે

સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતો ની જમીન નું એક પ્રકારનું માટી કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ખેડૂતો વધારે ઉપજ મેળવવા માટે તેમની જમીન નું અલગ અલગ પ્રકારે ખેતીવિષયક પરીક્ષણ કરાવી શકશે. જેનાથી જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અને પાકના ઉત્પાદકતાને અસર કરતા વિવિધ પ્રકારની માહિતી મેળવી શકે છે એટલે કે પોતના ખેતરની માટી કેવી છે તે જાણી શકે છે. આ કાર્ડ દ્રારા માટીના નમૂનાનું પરીક્ષણ દર વર્ષે થઈ શકશે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના માટે પાત્રતા (લાયકાત)

Soil Health Card Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • આ યોજના ગુજરાતના રાજ્ય નાં તમામ ખેડૂતો લાભ મળશે.
 • જે ખેડૂતો પાસે જમીન હોવી જોઈએ. પછી ભલે 5 વીઘા હોઈ કે 500 વીઘા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ મળશે.
 • સોઇલ હેલ્થ કાર્ડ યોજના રાજ્યના તમામ ખેડૂતોને મળશે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભ 

 • આ કાર્ડની મદદથી ખેડૂતોને તેઓ જે જમીનમાં ખેતી કરી રહ્યા છે તેના પ્રકાર અને દરેક વિગત વિશે જાણકારી મેળવે છે.
 • સોઈલ રિપોર્ટ એટલે કે સોઈલ હેલ્થ કાર્ડની મદદથી ખેડૂતો નક્કી કરી શકે છે કે વધુ વળતર મેળવવા માટે તેમણે કયો પાક લેવો જોઈએ.
 • સરકાર દ્વારા નિયમિત ધોરણે જમીનના આરોગ્યની દેખરેખની સુવિધા આપે છે.
 • ખેડૂતોને મદદ કરવા અને જમીનની તંદુરસ્તી વધારવા માટે સુધારાત્મક પગલાં લેવા સરકાર નિષ્ણાતોની નિયુક્તિ કરે છે.
 • સરકાર અને ખેડૂતો તેમની જમીનના સ્વાસ્થ્યનો રેકોર્ડ મેળવે છે. આ જમીન વ્યવસ્થાપન પદ્ધતિઓના વધુ સારા અભ્યાસમાં મદદ કરે છે.
 • ખેડૂતો ટકાઉ કૃષિ પદ્ધતિઓની જરૂરિયાત અને ઉપયોગને સમજે છે.
 • ખેડૂતની ઉપજ વધારવા માટે યોગ્ય માત્રામાં ખાતરો અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની વિશેષતાઓ

 • આ SHC યોજના કેન્દ્રીય ભંડોળવાળી યોજના છે અને તે સમગ્ર દેશને આવરી લે છે.
 • ખેડૂતોને 2 વર્ષમાં એકવાર સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. તે એક મુદ્રિત અહેવાલ છે જેમાં ખેડૂતની તમામ જમીનની જમીનની માહિતીનો સમાવેશ થાય છે.
 • આ સોઈલ હેલ્થ કાર્ડ વડે ખેડૂતો તેમની જમીન/જમીનની આરોગ્યની સ્થિતિ જાણી શકે છે અને જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય સુધારવા માટે ભલામણો મેળવી શકે છે.
 • માટીના નમૂનાઓનું પરીક્ષણ કરીને ચોક્કસ હોલ્ડિંગ માટે જમીનની તંદુરસ્તી નક્કી કરવામાં આવે છે.
 • માટીના નમૂનાઓનું પરીક્ષણ માટીના 12 મુખ્ય પરિમાણો પર કરવામાં આવે છે.
 • પોષક તત્વોના ઉપયોગની કાર્યક્ષમતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે એસસીએમનો હેતુ કાર્બનિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે.
 • કૃષિમાં રાસાયણિક ખાતરોના ઓછા ઉપયોગ સાથે, આ યોજના ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપે છે.

Soil Health Card Yojana હેઠળ લેબમાં મોકલવા માટે માટીનો નમૂની કેવી રીતે લેવો.

લેબમાં મોકલવા માટે જ્યારે ખેડૂતોને તેમની જમીનનો નમૂનો લેવાનો હોય તો તેની નિયત પદ્ધતિ મુજબ જમીનમાં ઉપર નો કચરો સાફ કરીને જગ્યાએથી “v” આકારનો ખાડો કરીને 10 થી 11 જગ્યાએથી નાના ટુકડા કાળજીપૂર્વક અને ક્વાટરીંગ પદ્ધતિ પ્રમાણે ભેગા કરીને લગભગ અડધો કિલો સેમ્પલ બેગમાં મુકવું પડશે.

Soil Health Card Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Soil HealthCard Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • Soil Health Card Yojana હેઠળ કાર્ડ માટે કેન્દ્ર સરકાર ની Official Website પર જઈ ને ખેડૂત મિત્રો એ Online Apply કરવાનું કરી શકે છે અથવા તમે તમારા નજીક નાં CSC(જે ઓનલાઇન કામગીરી કરતા હોય) પર જઈને આ કાર્ડ માટે અરજી કરી ને કાર્ડ મેળવી શકો છો. જ્યાં તમારે જમીન નાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને ખેડૂત ની વિગતો આપવાની રહેશે.

Soil Health Card Yojana – હેલ્પલાઇન નંબર 

આ કાર્ડની અમે તમને સંપૂર્ણ માહિતી આપી છે પણ હજુ જો તમને આ યોજના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે વિગતવાર માહિતી માટે પોતાની તાલુકામા આવેલી ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવો અને વધુ માં જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી પર જઈ ને વધુ માહિતી મેળવી શકાય છે.નીચે ટોલ ફ્રી નંબર આપેલ છે.જેમાં કોલ કરી ને માહિતી મેળવી શકાય છે.

કિસાનો માટેની યોજનાઓ:-

           

પોસ્ટ શેર કરો: