સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana

Solar Rooftop Yojana | સોલાર રૂફટોપ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે ત્યારે ભારત પણ દુનિયાની સાથે સાથે ચાલી રહ્યું છે. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ-તેમ દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Solar Rooftop Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનાનો લાભ કોને મળશે, કેટલી સબસિડી મળશે. આ તમામ માહિતી જાણવા માટે આર્ટિકને અંત સુધી વાંચો.

Solar Rooftop Yojana
Solar Rooftop Yojana

Solar Rooftop Yojana શું છે?

Solar Rooftop Yojana માં  ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ હોય છે. જે તમારા ઘરે લગાવવામાં આવે છે. આ સોલાર પેનલનો ઉપયોગ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર તમારી ઘરે નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે અને સોલાર પેનલ લગાવવા માટે તમને આ યોજના હેઠળ સબસિડી આપવામાં આવશે જેથી તમારું લાઈટ બિલ બચી જશે અને તમામ રૂપિયાની બચત થશે.

સોલાર રૂફટોપ યોજના હેઠળ મળતી સબસિડી 

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી Solar Rooftop Yojana હેઠળ મળતી Subsidy નીચે મુજબ આપેલી છે:

ક્રમ કુલ ક્ષમતા પર કુલ કિમત પર સબસીડી

 • 3 KV સુધી 40%
 • 3 KV થી 10 KV સુધી 20%
 • 10 KV થી વધુ સબસીડી નહિ મળે

સોલાર રૂફ ટોપ યોજના માટે પાત્રતા

Solar Rooftop Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટેની જગ્યા વ્યક્તિની પોતાના માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહક કાયદેસર તે જગ્યાનો હક ધરાવતો હોવો જોઈએ.
 • સોલાર રૂફ ટોપમાં ઉપયોગ થયેલ સોલાર સેલ અને સોલાર મોડ્યુલ મેડ ઇન ઇન્ડિયા હોવા જોઈએ.જો વિદેશી કંપની ના હશે તો સબસીડી મળશે નહીં.
 • ફક્ત નવા સોલાર પ્લાન્ટ અને મશીનરી માટે જ મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડી શકાશે નહિ.

Solar Rooftop System હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતા લાભો

 • જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
 • માલિક પોતે વીજળી વાપરતા જે વધે છે તે સરકારને વેચી શકે છે.
 • સરકાર દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર દ્રારા એ રૂપિયા દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
 • કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
 • આ લાભ લેવાથી તમે દર મહિને ભરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.
 • આ યોજના હેઠળ સોલર સિસ્ટમ સેટઅપ પર 70% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
 • આ સબસિડી ઘરગથ્થુ, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે. તેમજ વ્યાપારી ક્ષેત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
 • આ સૌર ઉર્જા પ્રણાલીનો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે ડીઝલ જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે.
 • દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય બંને માટે સલામત છે.

સોલાર રૂફ ટોપ યોજના માટે આવશ્યક ડોક્યુમેન્ટ

જે મિત્રો Solar Rooftop Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • વિક્રેતા,ઉપભોક્તા અને ડિસ્કોમ અધિકારી દ્વારા સહી કરાયેલ સોલર કમિશનિંગ રિપોર્ટ
 • રૂફટોપ સોલાર પેનલ માટે વેન્ડર તરફથી આપવામાં આવેલું બિલ
 • 10kw કરતા વધુ સેટઅપ માટે CEI દ્વારા આપવામાં ચારજિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
 • 10kw કરતા ઓછા સેટઅપ માટે ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અથવા કોન્ટ્રાક્ટરનું સર્ટિફિકેટ
 • સયુંકત સ્થાપન અહેવાલ જે ઉપભોક્તા અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા સહી કરેલ જે ઈન્સ્ટોલેશન વિશે માહિતી પૂરી પાડે છે.

Solar Rooftop Yojana અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Solar Rooftop Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

 • સૌ પ્રથમ સોલાર રૂફ ટોપ યોજનાના ઓનલાઈન અરજી કરવા માટે રાજ્ય સરકાર ની વેબસાઈટ www.suryagujarat.guvnl.inhttp://www.suryagujarat.guvnl.in અથવા કેન્દ્ર સરકાર ની વેબસાઈટ www.solarrooftop.gov.in પર જઈને અરજી કરવાની રહેશે.
 • હવે ઓનલાઈન અરજી કર્યા બાદ ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ માટે સંબંધિત ડિસ્કોમને ઓનલાઈન મોકલવામાં આવશે.
 • ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડર ના માધ્યમથી રૂફ ટોપ સોલાર લગાવો.
 • રૂફટોપ લગાવ્યા પછી તેનું વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો.
 • સંબંધિત ડિસ્કોમ પ્લાન્ટ ની તપાસ બાદ નેટ મીટર લગાવશે અને પોર્ટલ પર અપલોડ કરશે.
 • નેટ મીટર લાગ્યા પછી ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને તેમના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ તથા કેન્સલ કરેલ ચેકની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
 • કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તાના ખાતામાં કામકાજ ના 30 દિવસમાં ખાતામાં જમા કરવામાં આવશે.
 • પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.
 • આ રીતે તમે અરજી કરી શકો છો.

આ પણ વાંચો:- સૂર્યા શક્તિ કિસાન યોજના

Solar Rooftop Yojana Helpline Number

Solar Rooftop Yojana વિશે હજુ પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર આપેલ છે, તેના પરથી વધુ માહિતી મેળવી શકો છો.

 • Helpline Number:- 1800-180-3333
           

પોસ્ટ શેર કરો: