સૂર્ય શક્તિ કિસાન યોજના 2022 | Surya shakti Kisan Yojana

Surya shakti Kisan Yojana | સૂર્ય શક્તિ કિસાન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ગ્રીડ દ્વારા તેમના કેપ્ટિવ વપરાશ માટે પોતાના ખેતરોમો સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકશે અને ઉત્પન્ન કરેલી વીજળીનો વપરાસ કરતા જે વીજળીનો જથ્થો વધશે તેને સરકારને પાછી વેચી શકશે.

મારાં વ્હાલા ગુજરાતના ખેડૂતભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Surya shakti Kisan Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં અરજી કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Surya shakti Kisan Yojana
Surya shakti Kisan Yojana

સૂર્ય શક્તિ કિસાન યોજના

Surya Shakti Kisan Yojana દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પેનલનો લગાવીને પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે અને તેમની આવક બમણી કરી શકશે. ખેડુતો ગ્રીડ દ્વારા સરકારને બચેલી વીજળી પણ વેચી શકે છે. આ યોજનાના અમલીકરણ માટે, ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સોલાર પેનલ્સ લગાવવા માટે 60% સબસિડી આપવામાં આવશે અને પ્રોજેક્ટ ખર્ચના 30% ખેડૂતને લોન દ્વારા આપવામાં આવશે.

ખેડૂતે યોજના હેઠળ 4.5% થી 6% વ્યાજ દર અને બાકીના 5% પ્રોજેક્ટ ખર્ચ ખેડૂતને ઉઠાવવાનો રહેશે. આ યોજનાની કુલ અવધિ 25 વર્ષની હશે જે 7 વર્ષના સમયગાળા અને 18 વર્ષના સમયગાળા વચ્ચે વિભાજિત કરવામાં આવશે. આ યોજના હેઠળ, ખેડૂતોને પ્રથમ 7 વર્ષ માટે 7 રૂપિયાનો યુનિટ દર અને બાકીના 18 વર્ષ માટે દરેક યુનિટ માટે 3.5 રૂપિયાનો યુનિટ દર આપવામાં આવશે. આ યોજનાનો લાભ 33 જિલ્લાના 12400 ખેડૂતોને મળશે. તે સિવાય આ યોજના દિવસ દરમિયાન 12 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.

સૂર્ય શક્તિ કિશાન યોજનાનાં લાભો

  •  આ યોજના દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં સોલાર પેનલનો ઉપયોગ કરીને પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે અને તેમની આવક બમણી કરી શકશે.
  • ખેડુતો ગ્રીડ દ્વારા સરકારને બચેલી વીજળી  વેચીને આવક મેળવી શકે છે.
  • આ યોજનાના અમલીકરણ માટે, પ્રોજેક્ટની કિંમત પર 60% સબસિડી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે અને 4.5% થી 6ના વ્યાજ દર સાથે લોન દ્વારા ખેડૂતને પ્રોજેક્ટ ખર્ચના 30% આપવામાં આવશે.
  • યોજના હેઠળ ખેડૂતને માત્ર 5% પ્રોજેક્ટ ખર્ચ ખેડૂત દ્વારા ઉઠાવવામાં આવશે.
  • આ યોજનાની કુલ અવધિ 25 વર્ષની હશે જે 7 વર્ષના સમયગાળા અને 18 વર્ષના સમયગાળા વચ્ચે વિભાજિત કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ, ખેડૂતોને પ્રથમ 7 વર્ષ માટે 7 રૂપિયાનો યુનિટ દર અને બાકીના 18 વર્ષ માટે દરેક યુનિટ માટે 3.5 રૂપિયાનો યુનિટ દર આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ 33 જિલ્લાના 12400 ખેડૂતોને મળશે.
  • આ યોજનાના અમલીકરણથી વીજળીના બિલમાં પણ ઘટાડો થશે રાજ્ય સરકાર પીવી સિસ્ટમ પર વીમો પણ આપવા જઈ રહી છે પીવી સિસ્ટમ હેઠળની જમીનનો ઉપયોગ પાક માટે કરી શકાય છે ગ્રામીણ અર્થતંત્રનો પણ વિકાસ થશે

સૂર્ય શક્તિ કિશાન યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Surya Shakti Kisan Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધાર કાર્ડ
  • નિવાસી પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

Surya Shakti Kisan Yojana માં અરજી કેવી રીતે કરવી

જે મિત્રો Surya Shakti Kisan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

  • સૌ પહેલા , તમારે ગુજરાત “પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ” સેલની સત્તાવાર વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • જ્યાં તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલીને આવશે.
  • હવે હોમ પેજ પર તમારે “સૂર્યશક્તિ કિસાન યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે નવું પેજ ખુલીને આવશે.
  • જ્યાં તમારે તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે જેવી તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે.
  • હવે તમારે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે તે પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ અરજી કરી શકો છો.

Surya Shakti Kisan Yojana હેલ્પ લાઈન નંબર

Surya Shakti Kisan Yojana અંગે ની આપને અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોઈ અથવા તો અન્ય જરૂરી પ્રશ્નો હોઈ તો આપ અહીંયા આપેલ લિંક પર જઈ ને જરૂરી વિભાગ સાઈટ પર જઈ ને હેલ્પ લઈ શકો છો.

Address

  • Gujarat Power Research & Development Cell
  • Room No – 214
  • Academic Block – 3, Research Park
  • IIT Gandhinagar, At – Palaj
  • Dist – Gandhinagar 382355.

વધુ માહિતી માટે અધિકારીક વેબસાઈટ :- ક્લિક કરો

ખેડુતો માટેની યોજનાઓ:-

           

પોસ્ટ શેર કરો: