તાડપત્રી સહાય યોજના 2022 | Tadpatri Sahay Yojana

Tadpatri Sahay Yojana | તાડપત્રી સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા વારંવાર ખેડુતો માટે કલ્યાણકારી પ્રયત્ન કરતી હોય છે. તે માટે Agriculture Cooperation Department દ્રારા I-Khedut Portal બનવવામાં આવેલ છે. જેના દ્રારા ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેજ રીતે તાડપત્રી સહાય યોજના હેઠળ ખેડૂતોને 1875 રૂપિયા સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ખેડૂતભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Tadpatri Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Tadpatri Sahay Yojana
Tadpatri Sahay Yojana

તાડપત્રી સહાય યોજનાનો હેતુ શું?

રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે ખુબ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં વરસાદમાં પાકને સારી રીતે જાળવી રાખવા માટે વગેરે વિવિધ જગ્યાએ ઉપયોગી થઈ શકે તે માટે ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે છે. ખેડૂતોને કોઈ પણ સમયે તાડપત્રી કામ આવે તે માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

તાડપત્રીની સહાય યોજનાની પાત્રતા શું?

Tadpatri Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ
 • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂત પોતાનું જમીન રોકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • I-Khedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.

તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

જે મિત્રો Tadpatri Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • ખેડૂતનું આધારકાર્ડની નકલ
 • રેશનકાર્ડની નકલ
 •  7-12 ના ઉતારા
 • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
 • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો વિકલાંગ હોય તો)
 • જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદારી હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • બેંક ખાતાની પાસબુક

તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

જે મિત્રો Tadpatri Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • સૌ પહેલા ‘Google Search Bar” માં જઈને I-Khedut Portal ટાઈપ કરવાનું રહેશે.
 • આ લિંક પરથી પણ તમે સીધા I-Khedut ની અધિકૃત વેબસાઈટ પર જઈ શકો છો.(લિંક:-ક્લિક કરો)
 • I-Khedut Website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી ” ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
 • “ખેતીવાડીની યોજના Open કર્યા બાદ જયા  યોજનાઓ બતાવશે.
 • જેમાં “તાડપત્રી સહાય યોજના” પર ક્લિક કરો.
 • જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેનાં પર ક્લિક કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રેજીસ્ટ્રેશન કરેલ હશે તો “હા” અને નથી કયું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્રારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadharcard Card અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમિટ કરવાની રહેશે.
 • જો લાભાર્થી ખેડૂતને I-Khedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો “ના” સિલેક્ટ કરીને ઓનલાઇન ફોર્મ ભરવુ.
 • ખેડૂતતોએ ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઇન અરજી કોન્ફર્મ થયાં બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: