શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2022 | Tuition Fees Sahay Yojana

Tuition Fees Sahay Yojana | શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2022 

મારાં વ્હાલા વિધાર્થી મિત્રો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, Tuition Fees Sahay Yojana શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Tuition Fees Sahay Yojana
Tuition Fees Sahay Yojana

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના  શું છે?

Social Justice And Empowerment Department Gujarat દ્રારા અનુસૂચિત જાતિ વર્ગના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને સામાન્ય પ્રવાહમાં વધુ અને સારા શિક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સહાય આપવામાં આવશે.

Tuition Fees Sahay Yojana નો લાભ કોને મળેશે?

વર્ષ માર્ચ-2022 માં જે વિધાર્થીએ ગુજરાત માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત જે વિધાર્થીએ પહેલા પ્રયત્નમાં 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર ધો.11 અને 12 માં સામાન્ય પ્રવાહના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસુચિત જાતિના વિધ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

Tuition Fees Sahay Yojana હેઠળ શું સહાય મળશે?

Tuition Fees Sahay Yojana હેઠળ અનુસુચિત જાતિના વર્ગના વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય હેઠળ એમના એકાઉન્ટમાં DBT દ્વારા આપવામાં આવશે. સામાન્ય પ્રવાહમાંં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા ધોરણ-11 માં વિદ્યાર્થીઓને રૂપિયા 8000/- ની સહાય અને ધોરણ-12 માં રૂપિયા 4000/- સહાય મળવાપાત્ર થશે.

Tuition Fees Sahay Yojana ના માટેની પાત્રતા(લાયકાત)

Tuition Fees Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • વિધાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવી જોઈએ.
 • વિધાર્થીના કુંટુબની આવક મર્યાદા રૂ. 4,50,000/- હોવી જોઈએ.
 • ધોરણ 10 માં 75% થી વધુ ગુણ હોવા જોઈએ.
 • જેમને ધો.11 માં સહાય મળેલ હોય તેને જ ધોરણ-12 માં સહાય આપવામાં આવશે.
 • ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ લેવાની રહેશે.

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Tuition Fees Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધાર કાર્ડ
 • જાતિનો દાખલો
 • આવકનો દાખલો
 • ફી ની પહોંચ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • ધોરણ 10 ની માર્કશીટ
 • બેંક પાસબુક
 • પાસપોર્ટ સાઇઝ ફોટો

શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Tuition Fees Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Social Justice And Empowerment Department Gujarat દ્વારા ચલાવવામાં આવતી Tuition Fees Sahay Yojana ને E Samaj Kalyan Portal ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.જે તમારે ભરવા માટે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને  ઓનલાઇન અરજી કરી શકો છો અથવા તમે જાતે પણ અરજી કરી શકો છો.

 • સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
 • વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.
 • જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
 • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
 • લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી તમારે “શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના” પસંદ કરવાની રહેશે.
 • Tuition fee Yojana 2022 Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • Online Apploction માં હવે તમારે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 • તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
 • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Tuition fee Yojana અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.

Tuition Fees Sahay Yojana હેલ્પલાઈને નંબર

અમે અમારા આ લેખમાં Tuition Fees Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

Contact

Department of Social Justice & Empowerment

Block No.-5, 9th floor, Sachivalay,

Gandhinagar, Gujarat (India)

Fax

+91 79 23254817

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: