Unique Digital Health Card | હેલ્થ આઈડી કાર્ડ શું છે? – 2022

Unique Digital Health Card  | હેલ્થ આઈડી કાર્ડ શું છે?

Unique Digital Health Card માં તમારી સ્વાસ્થ બાબતની તમામ માહિતી હશે.જેમ કે વ્યક્તિનાં રોગની  સારવાર ક્યાં થઈ, દવા શું આપેલ હતી, ક્યાં-ક્યા રિપોર્ટ કર્યા હશે, ક્યાં ડોકટર પાસે દવા ચાલું છે વગેરે જેવી તમામ માહિતી તમારી આ કાર્ડ દ્વારા જ ખબર પડી જશે. તો ચાલો જાણીયે સંપૂર્ણ માહિતી.

મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, Unique Digital Health Card શું છે?, લાભ શું મળશે, આ હેલ્થ આઈડી કાર્ડ કોણ બનાવી શકે છે અને કેવી રીતે બવાવવું. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Unique Digital Health Card
Unique Digital Health Card

હેલ્થ આઈડી કાર્ડ શું છે?

ડિજિટલ હેલ્થ મિશન દ્વારા દેશનાં દરેક નાગરિકને હેલ્થ આઈડી કાર્ડ બનાવવાનું છે. આ હેલ્થ આઈડી કાર્ડ આધારકાર્ડ જેવું જ એક કાર્ડ છે. આ કાર્ડ માં આપને એક Unique Digital Number આપવામાં આવે છે. આ કાર્ડમાં આપની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી હશે, જેમ કે વ્યક્તિ ને ક્યો રોગ છે, વ્યક્તિને શું-શું સારવાર ચાલે છે, વ્યક્તિએ ક્યાં કયાં રિપોર્ટ કરાવેલ છે, દર્દીની ક્યાં ડોક્ટર પાસે સારવાર ચાલે છે જેવી તમામ માહિતી આ કાર્ડ માં હશે.જેથી કોઈ દર્દી આપણા દેશની ગમે તે હોસ્પિટલમા સારવાર લેવા જાય તો ડૉક્ટરને તેં દર્દીની માહિતી મળી રહે એટલે કે ડોકટર આપની મેડિકલ ની તમામ માહિતી આ કાર્ડ દ્વારા જ જાણી શકે.

આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે ?

આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત સરકાર દેશનાં તમામ વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધિત તમામ રોગોની માહિતી મેળવવામાં આવશે જેમ કે, બીપી, ડાયબીટીસ, કેન્સર વગેરે જેવા તમામ રોગેને થતા રોકવા તેની સારવાર અને સ્વાસ્થ્ય સંબંધિત બીજી અન્ય બિમારીઓ ન થાય તે હેતુથી આ મિશન ચાલુ કરવામાં આવેલ છે.

હેલ્થ આઈડી કાર્ડ કોણ કઢાવી શકે છે?

આ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા આયુષ્માન ભારત પ્રોજેક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવેલ છે તેથી આ કાર્ડ માટે દેશ નાં બધા જ નાગરિકો પાત્ર ગણાશે.એટલે કે આપણા દેશમાં રહેતા તમામ નાગરિકો આ કાર્ડ બનાવી શકશે.

Unique Digital Health Card કેવી રીતે બનાવવું

જે મિત્રો  હેલ્થ આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેં નીચે આપેલી પ્રક્રિયાને જોઈને Unique Digital Health Card બનાવી શકે છે.

  • આ કાર્ડ બનાવવાં માટે આપને આપના ગામ ના આરોગ્યનાં કાર્યકર પાસે જવાનું રહેશે.
  • આરોગ્ય કાર્યકર તમારું આધાર કાર્ડ નો નંબર લેશે
  • તેને NCD Portal માં Online નાંખશે પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 આંકડા નો OTP આવશે.
  • તે OTP ને તમારે આરોગ્ય કાર્યકર ને આપવાનું રહેશે.
  • પછી તે આરોગ્ય કાર્યકર તમને આ હેલ્થ આઈડી કાર્ડ બનાવી આપશે.
  • આ રિતેં તમે Unique Digital Health Card બનાવી શકો છો.

નોંધ:-તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક હોવો જોઈએ.)

હેલ્થ આઈડી કાર્ડ Helpline Number

જો આપને હેલ્થ આઈડી કાર્ડ બાબતે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી હોય અથવા તો આપને કઈ નાં સમજતું હોઈ અથવા તો કાર્ડ બાબતે બીજા કોઈપણ પ્રશ્નો હોઈ તો આપ નીચે આપેલ Helpline Number પર સંપર્ક કરી શકો છો.

  • Toll-free Number-1800-11-4477/14477

આ પણ વાંચો વિવિધ યોજનાઓ:-

           

પોસ્ટ શેર કરો: