યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN CARD YOJANA

યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN CARD YOJANA

મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, UWIN CARD YOJANA શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કરવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

UWIN CARD YOJANA
UWIN CARD YOJANA

UWIN CARD YOJANA શું છે?

શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ મજૂર હોઈ,ખેત શ્રમિક હોઈ, ફેરિયા હોઈ, પાથરણા વાળા હોઈ એટલેકે જે અસંગઠિત ક્ષેત્રમાં હોઈ એવા બધા લોકો માટે આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.આ કાર્ડ વિવિધ કલ્યાણ કારી યોજનાઓ ની લાભ લેવા માટે ખૂબજ સહાયતા કરશે. તથા આ કાર્ડ UWIN CSC દ્વારા એ બધા કામદારો ને ઓળખ ના પુરાવા રૂપે એક યુનિક નંબર પણ આપવામાં આવશે.

UWIN CARD YOJANA નો લાભ કોને મળશે?

UWIN CARD YOJANA માં જે લાભ લેવા પાત્ર છે તે બધા જ શ્રમિકોનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

 • વાળંદ
 • મોચી
 • કલર કામ કરનારાઓ
 • કુલી ઓ
 • રિક્ષાચાલકો
 • વેલ્ડર
 • પ્લમ્બર
 • ઇલેક્ટ્રિશિયન
 • વાયરમેન
 • હમાલ
 • મોચી
 • કડિયા કામ કરતા મજૂરો અને શ્રમિકો
 • ખેત મજૂરી કરતા શ્રમિકો
 • રસોઇયાઓ
 • બ્યુટી પાર્લર
 • કર્મકાંડ કરનારા
 • કુંભાર
 • માછીમારો
 • અગરિયા
 • ડ્રાઈવર ક્લિનર
 • ગૃહ કરનારા
 • રત્ન કલાકારો
 • સુથાર
 • પથ્થરની ખાણમાં કામ કરતા શ્રમિકો
 • દરજી
 • માળી
 • બીડીના વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરો
 • ફેરિયાઓ
 • પાથરણાવાળાઓ
 • અને છૂટક મજૂરી કરનારા તમામ શ્રમિકો

UWIN CARD YOJANA માં મળવાપાત્ર લાભો

UWIN CARD YOJANA હેઠળ શ્રમિકોને ઘણા બધા અલગ-અલગ પ્રકાર ના લાભોઆપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

(૧) ગંભીર બીમરીઓ માટે સહાય

UWIN CARD ધરાવતા શ્રમીકો ને તથા તેમના પરિવાર ના બધા સભ્યો ને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી માટે ની સારવાર માટે સરકાર તરફ થી 2 લાખ સુધી ને સહાય મળે છે તેમજ ખેત શ્રમિકો ને એવા કોઈ પણ ગંભીર બીમારી ની સારવાર માટે 3 લાખ સુધી ની સહાય મળવા માત્ર છે.

(૨) કાનૂની સહાય

UWIN GUJRAT CARD ધરાવતા લાભાર્થીઓ ને અકસ્માત વળતર ના કોર્ટ કેસ લડવા માટે 50,000/- નું અને અન્ય કોર્ટ કેસ લડવા માટે 25,000/- ની સહાય સરકાર તરફથી ચકાવવા માં આવે છે.

(૩) શિક્ષણ સહાય

શ્રમયોગી કાર્ડ ધરાવતા લાભાર્થી ના બાળકો ને મફત માં શિક્ષણ, રહેવાની સગવડ, હોસ્ટેલ,જમવાનું તથા પ્રાથમિક શાળામાં થી ઉચ્ચ અભ્યાસ સુધી તમામ સુવિધાઓ તદન મફત માં મળે છે.

(૪) અકસ્માત માટે ની સહાય

આ યોજના માં પાત્ર લાભાર્થી ને જો કોઈપણ પ્રકારે અકસ્માત તથા અવસાન થવાના કિસ્સા માં લાભાર્થીના પરિવાર ને 1 લાખ ની સહાય અને જો અપંગતા આવે તો 50,000 ની સહાય મળે છે.

(૫) બાંધકામ મજૂરો ની સહાય

આ કાર્ડ ધરાવતા લાભાર્થી ને વ્યવસાયિક રોગો માટે રૂપિયા 3 લાખ સુધી ની સારવાર સહાય મળવપાત્ર છે અને સંપૂર્ણ અશક્તતા માટે દર માસે રૂપિયા 3,000 મળશે તથા અર્ધા અશક્ત લાભાર્થી ને 15,00 રૂપિયા દર માસે મળવા પાત્ર છે.

(૬) તાલીમ સહાય યોજના

આ કાર્ડ ધરાવતા લાભરથીઓ ને સરકાર તરફ થી પોતાના રોજગાર માં નીપૂર્ણતા મેળવવા માટે ખૂબજ સારી રીતે રોજગાર માટે ને તાલીમ આપવામાં આવે છે.

UWIN CARD YOJANA માટે પાત્રતા(લાયકાત)

UWIN CARD YOJANA હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • ભારત દેશ ના નાગરિક હોવા જરૂરી છે.
 • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 59 વરસ હોવી જરૂરી છે.
 • એવા કામદારો કે શ્રમિકો કે જેમનો પ્રોવિડન્ટ ફંડ કપાતો ના હોઈ.
 • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદારો હોવા જરૂરી છે.
 • BPL કાર્ડ ધરાવતા હોઈ કે ના હોઈ તેવા કામદારો પણ લાભ મેળવી શકે છે.
 • લાભાર્થી નું આધાકાર્ડ હોવી જરૂરી છે.
 • લાભાર્થી ની વાર્ષિક આવક 1,20,000/- કરતા ઓછી હોવી જરૂરી છે.
 • બેંક માં જનધન ખાતું અથવા બચત ખાતું હોવી જરૂરી છે.

UWIN CARD YOJANA માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો UWIN CARD YOJANA માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ
 • ચૂંટણી કાર્ડ ની પ્રમાણિત નકલ
 • રેશનીંગ કાર્ડ ની પ્રમાણિત નકલ
 • બેંક પાસબુક
 • પાસપોર્ટ સાઈઝ ફોટો

UWIN CARD YOJANA માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો UWIN CARD YOJANA માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

 • જે મિત્રો UWIN CARD YOJANA હેઠળ UWIN CARD કઢાવવા માંગતા તમારે ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ લઈને તમારા જીલ્લાના કોમન સર્વિસ સેન્ટર CSC પર જઈને તમારે UWIN CARD YOJANA હેઠળ અરજી કરવાની રહેશે.
 • તમારા વિસ્તારમાં ક્યાં CSC સેન્ટર આવેલા છે તેં જોવા અહીં ક્લિક કરો

UWIN CARD ONLINE HELPLINE નંબર

આ લેખમાં અમે તમને UWIN CARD YOJANA ની સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ જો તમને આ યોજના અંગે કોઈ પ્રશ્ન હોય કે કોઈ બીજી સમસ્યા હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

 • Helpline Number – 18001213468

આ પણ વાંચો વિવિધ યોજનાઓ:-

           

પોસ્ટ શેર કરો: