Vahali Dikri Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજના રાજ્યની તમામ દીકરી માટે બનાવવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યની દીકરીઓ વિવિધ પ્રકારે સહાય આપવામાં આવશે. જેમાં દીકરીઓને રૂપિયા.4000/- થી રૂપિયા 1,10,000 ની સહાય મળવાપાત્ર થશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Vahali Dikri Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જાણવા લેખને અંત સુધી વાંચો.

Vahali Dikri Yojana નો હેતુ શું?
Vahali Dikri Yojana અંતર્ગત સ્ત્રીઓના શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવાનું અગત્યનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દીકરીઓની ચિંતા કરી રહી છે. જેને ધ્યાને લઈને રાજ્યના નાગરિકો માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Vahali Dikri Yojana હેઠળ મળવાપાત્ર લાભ
વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવાપાત્ર થશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
(1) પ્રથમ હપ્તો
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.
(2) બીજો હપ્તો પેટે
વ્હાલી દીકરી યોજના અન્વયે લાભાર્થી દીકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.
(3) છેલ્લા હપ્તા પેટે
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમરે તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
(નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.)
વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા
Vahali Dikri Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- પતિ-પત્ની ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
- અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.
- દીકરીની માતાના લગ્ન 18 વર્ષની ઉંમર પછી થયા હોવા જોઈએ.
વ્હાલી દીકરી યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Vahali Dikri Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- માતા-પિતાના આધારકાર્ડ
- માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- આવકનો દાખલો
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
- વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામુ
Vahali dikri yojana ક્યાંથી મેળવવું રહેશે?
Vahali dikri yojana માટે નીચે આપેલા તમામ સ્થળેથી ફોર્મ મળી રહેશે.
- ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા ચાલતી તમારા ગામની આંગણવાડી(બાલમંદિર) કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
- ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE પાસેથી પણ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકો છો.
- તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.
- જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે મળશે.
Vahali dikri yojana માં અરજી કેવી રીતે કરવી?
વ્હાલી દીકરી યોજનામાં અરજી કરવા માટે અત્યારે કોઈ ઓનલાઇન માધ્યમ ઉપલબ્ધ નથી તેથી જે લાભર્થી આ યોજનામાં અરજી કરવા માંગે છે ટે તમારા ગામના VCE(જે ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર પર કામગીરી કરે તે), તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી અથવા જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનામાં અરજી કરી શકો છો.
મહિલાઓ માટેની યોજનાઓ:-
- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2022
- વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના 2022
- કુંવરબાઇ નું મામેરું યોજના 2022
- સિલાઈ મશીન લોન યોજના 2022
- 181 મહિલા હેલ્પલાઇન
મહત્વપૂર્ણ લીંકો:-
વ્હાલી દીકરી યોજના ફોર્મ | ક્લિક કરો. |
તમામ સરકારી યોજનાની માહિતી જાણવા અમારા Whatsapp ગ્રુપમાં જોડાવો. | જોડાવો. |
1 thought on “વ્હાલી દીકરી યોજના 2022 | Vahali Dikri Yojana”