Vidhva Punah Lagna Arthik Sahay Yojana| વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
આ યોજના દ્રારા સમાજમાં વ્યવસ્થામાં વિધવા પુન:લગ્નો સાહજિકપણે સ્વીકાર થાય, વિધવા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે અને સુધારાત્મક અભિગમને સિદ્ધ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્રારા Vidhva Punah Lagna Arthik Sahay Yojana અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્રારા વિધવા બહેનોને આર્થિક મદદના હેતુથી દર મહિને 1250 સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Vidhva Punah Lagna Arthik Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
- Vidhva Punah Lagna Arthik Sahay Yojana
વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો હેતુ?
આ યોજનાનો મુખ્ય હેતુ લગ્ન કરવા તૈયાર વિધવા બહેનોને સમાજમાં વર્તમાન પ્રહવાહમાં પુન:લગ્ન કરવા અને મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજનાનો લાભા લેવા માટેની પાત્રતા શું?
Vidhva Punah Lagna Arthik Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- જ મહિલાએ પુન:લગ્ન કર્યા છે મહિલાને લગ્ન કર્યાની 6 માસની અંદર અરજી કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે પોતે પહેલે થી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતા હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 18 વર્ષ થી 50 વર્ષની હોવી જોઈએ.
Vidhva Punah Lagna Sahay યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ વિધવા લાભાર્થી મહિલાઓ જો ફરીથી લગ્ન કરે તો તેમને બે તબક્કાઓમાં રૂ.50,000 મળવાપાત્ર થશે.
પ્રથમ તબક્કામાં વિધવા લાભાર્થી મહિલાના બચત ખાતામાં જિલ્લા કક્ષા DBT હેઠળ રૂ.25,000/- ની રકમ જમા કરવામાં આવશે. અને બીજા તબક્કામાં રૂ.25,000/- ની રકમ રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવશે. આમ કુલ મળીને બે તબક્કામાં 50,000/- ની આર્થિક સહાય આપવામાં આવશે.
Vidhva Punah Lagna Sahay યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.
જે મિત્રો Vidhva Punah Lagna Arthik Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- પુન:લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
- જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ હોય તેના સરનામાં અંગેનો પુરાવો
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો સહાયનો હુકમ
- બચત ખાતાની પાસબુકની પહેલા પાનાની ઝેરોક્ષ.
- પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝના ફોટો
Vidhva Punah Lagna Sahay યોજનામાં અરજી કેવી રીતે કરવી.
જે મિત્રો Vidhva Punah Lagna Arthik Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.
વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે “Digital Gujarat Portal” પર ઓનલાઇન અરજી કરી શકે છે અથવા તાલુકા કક્ષાની મામલદાર કચેરીમાં કે જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં જઈને “વિધવા પુનઃલગ્ન સહાય” યોજના માટે અરજી કરી શકે છે.
- ગ્રામ્ય કક્ષાએ અરજી કરવા માટે અરજી દીઠ રૂ. 20 ભરવાના રહશે.
- ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને ઓનલાઇન એન્ટ્રી કરી શકાય છે.
- લાભાર્થી જાતે પણ “Digital Gujarat Portal” પર ઓનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો:-