ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2022 : Vidhva Sahay Yojana [Gujarat]

Vidhva Sahay Yojana | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે, વ્હાલી દીકરી યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 મહિલા હેલ્પલાઇન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેન્ડ બેઈઝડ સપોર્ટ સેન્ટર વગેરે યોજનો અત્યારે ચાલે છે.અને સાથે ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થાપન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. અત્યારે વિધવા સહાય યોજનાને ગંગા સ્વરૂપા યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે.

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Vidhva Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Vidhva Sahay Yojana
Vidhva Sahay Yojana

Vidhva Sahay Yojana નો હેતુ શું?

વિધવા બહેનોને સમાજમાં સન્માનભેળે જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્રારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા વિધવા બહેનો માટે આર્થિક રીતે મદદ મળી રહે તે માટે ગંગા સ્વરૂપા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ જે વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનો લાભ મળશે.

વિધવા સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાયની રકમ

  • વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT મારફતે 1250 રૂપિયા નાખવામાં આવશે.
  • વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની તાલીમ મેળવવાની રહેશે.
  • વિધવા સહાયનો લાભ મેળવતા લાભાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થતા સરકારશ્રીની ગુજરાત સામુહિક જૂથ સહાય અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા.

Vidhva Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ જે લાભાર્થી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મુત્યુ પર્યત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.
  • National Social Assistance Programme હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ વિડોવ પેન્શન સ્કીમ હેઠળ BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓ આ યોજનાનો લાભ મળશે.
  • વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 ની જોગવાઈ સરકારશ્રી દ્રારા કરવામાં આવેલ છે.

વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો.

Vidhva Sahay Yojana નો લાભ જો મેળવવા માંગતા હોવ તો તમારે નીચે મુજબ શરતોનું પાલન કરવું પડશે.

  • વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન :લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહશે.
  • વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સબધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

વિધવા સહાય યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.

જે મિત્રો  Vidhva Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • પતિના મરણનો દાખલો
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • આવક અંગેનો દાખલો
  • વિધવા હોવા અંગેનો દાખલો
  • પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક અથવા પોસ્ટ ખાતાની પાસબુક
  • વિધવા સહાય યોજના માટે અરજી ફોર્મ કેવી રીતે મેળવવું.

વિધવા સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શું?

જે મિત્રો Vidhva Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

વિધવા સહાય યોજના માટે અરજી કરવા માટે તમારા ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઇન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં તમારે તમારા ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

  • સૌ પહેલ તમારે વિધવા સહાય યોજનાનું ફોર્મ ની ઝેરોક્ષ મેળવવાની રહશે.
  • ઝેરોક્ષ મેળવયા પછી તમારે તમારા ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવું.
  • ફોર્મ VCE ને આપ્યા પછી VCE દ્રારા Digital Gujarat Portal પર ઓનલાઇન એન્ટ્રી કરવામાં આવશે.
  • ત્યાર બાદ તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

(નોંધ:-વિધવા સહાય યોજનામાં તમે અરજી કરવા માંગો છો તો તમે તમારી ગ્રામપંચાયતના VCE(જે તમારી ગ્રામપંચાયતમાં કોપ્યુટર પર કામગીરી કરે તેની) પાસે જઈને અરજી કરાવી શકો છો. અથવા તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં જઈને અરજી કરાવી શકો છો.

વિધવા સહાય યોજના અરજી ફોર્મ ડાઉનલોડ

વિધવા સહાય યોજના અરજી ફોર્મ Download
Digital Gujarat Portal અધિકારીક વેબસાઈટ ક્લિક કરે

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: