અંત્યેષ્ટિ સહાય યોજના 2022 | Vrudh Marnotar Vidhi Sahay Yojana
મારાં વ્હાલા ગુજરાતીયો આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, Vrudh Marnotar Vidhi Sahay Yojana શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કરવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Vrudh Marnotar Vidhi Sahay Yojana
ગુજરાત સરકાર દ્રારા અંત્યેષ્ટિ યોજના હેઠળ નવો પરીપત્ર જાહેર કરેલ છે કે જેમાં સિનિયર સીટીઝન ને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવાર માથી વારસદાર ને આ સહાય આપવામા આવશે. જેથી કરીને તેઓ તેમના માતા-પિતાની મરણોત્તર ક્રિયા કરી શકે.
અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. રાજ્યનાં સિનિયર સીટીઝન કે જેઓ નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધોના મૃત્યુ બાદ તેમના વારસદાર ને તેઓ ની મરણોત્તર ક્રિયા માટે રૂપિયા 5,000/- ની સહાય સરકાર તરફ થી આપવામાં આવે છે.
અંત્યેષ્ટિ સહાય યોજના માટે પાત્રતા(લાયકાત)
Vrudh Marnotar Vidhi Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- મૃત્યુ થયેલ વૃદ્ધ ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
- મૃત્યુ થયેલ વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય & વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતો હોવો જોઈએ.
- અરજદાર મરણ પામેલ વૃદ્ધનાં સીધી લીટીનાં વારસદાર હોવા જોઈએ.
- સિનિયર સીટીઝન નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધો નું અવસાન થાય તો 1 વર્ષ ની અંદર આ સહાય તેઓનાં વારસદારને મળવાપાત્ર છે.
- પતિ પત્ની વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હોઈ અને તેમાથી કોઈ એક નું અવસાન થતા આ યોજના ની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્ની ને રહેશે. અને જો આ બંને માંથી કોઈ હયાત નાં હોઈ તો તેઓના વારસદાર અરજી કરી શકે છે.
અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Vrudh Marnotar Vidhi Sahay Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો..
- અરજદારનાં આધારકાર્ડની નકલ.
- રેશન કાર્ડની નકલ.
- મરણ પામનાર વૃદ્ધનું અવસાનનું પ્રમાણપત્ર.
- મરણ પામનાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેતા હતા તેના આધાર પુરાવા (વૃદ્ધ સહાય યોજના નો હુકમ મામલતદાર/પ્રાંત અધિકારી ની સહી વાળો)
- મરણ પામનાર વૃદ્ધ સહાય યોજનાની સહાય જે ખાતામા જમાં થતી હતી તે બેંકનાં ખાતા ની પાસબુક ની નકલ.
- જો એક થી વધુ વારસદાર હોઈ તો તેવા કિસ્સા મા અરજદારના પક્ષમાં સંમતીપત્રક અરજી સાથે જોડવાનું રહેશે.
- અરજદારનાં બેંક પાસબુક ની નકલ.
- અરજદારનો મોબાઈલ નંબર.
અંત્યેષ્ટિ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Vrudh Marnotar Vidhi Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Vrudh Marnotar Vidhi Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેના પતે તમારે નજીકનાં csc સેન્ટર અથવા તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને તમારે e-samaj Kalyan પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજી કર્યા બાદ અરજદાર નાં બેંક ના ખાતા મા 60 દિવસ સુધી મા DBT દ્વારા સહાયનાં પૈસા જમાં કરી દેવામાં આવશે.
અંત્યેષ્ટિ યોજના ગુજરાત સંપર્ક કચેરી
આ લેખમાં અમે તમને યોજનાની સંપૂર્ણ માહિતી આપી છે પરંતુ હજી તમને આ યોજના વિશે કોઈ પ્રશ્ન કે કોઈ માહિતી જોઈએ. તો તમે તમારા વિસ્તારની જિલ્લા કલેકટર કચેરીનો સંપર્ક કરી શકો છો.
- વધુ માહિતી માટે:- ક્લિક કરો
વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજના:-