Women Trainess Stipend Yojana | મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
રાજ્યના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, અવનવી પદ્ધિતીઓ અને વિવિધ નવી રીતો વગેરે અપનાવી રહ્યા છે. અને ખેતી કરી રહ્યાં છે, ત્યારે કૃષિ અને સહકાર વિભાગના દ્વારા I – Khedut Portal પર મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Women Trainess Stipend Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવુ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના હેઠળ મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવવી તેની તાલીમ આપવામાં આવે છે. જેમાં શરબત, જેલી, અથાણા, મુરબ્બા, કેચઅપ કે નેક્ટર વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવશે. મહિલાઓને તાલીમ સાથે પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે અને બાગાયતી યોજનામાં ભાગ લેનાર મહિલાને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજનાનો હેતુ?
ગુજરાતની મહિલાઓ મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના હેઠળ વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે. આ યોજના દ્રારા મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે. જેનો લાભ લઈને મહિલાઓ ગૃહઉદ્યોગ કરીને આત્મનિર્ભર બની શકે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- આ યોજના દ્વારા વિવિધ ફળો અને શાકભાજીમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે.
- આ યોજના હેઠળ મહિલાઓને વિનામુલ્યે તાલીમ આપવામાં આવશે.
- આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન જેવા વિષય પર તાલીમ આપવામાં આવશે.
- આ યોજના હેઠળ તાલીમ મેળવનાર મહિલાઓને સ્ટાઈપેંડ પેટે રૂપિયા 250 પ્રતિ દિન આપવામાં આવશે.
મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના માટે પાત્રતા અને શરતો
Women Trainess Stipend Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
- તાલીમ વર્ગમાં મહિલા તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 થશે ત્યારે ચાલુ થશે.
- વધુમાં વધુ 50 બહેનોને એક સાથે આ તાલીમ આપવામાં આવશે.
- આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો 7 કલાકનો સમય આપવામાં આવશે.
- આ યોજના હેઠળ 5 દિવસની તાલીમ લેવાની રહેશે.
Women Trainess Stipend Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Women Trainess Stipend Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- બેંક ખાતાની નકલ
- બગયતી યોજનાઓ
Women Trainess Stipend Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Women Trainess Stipend Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Women Trainess Stipend Yojanaનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “બાગાયતી ની યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “બાગાયતી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- આ રીતે તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.
ખેડુતો માટેની યોજનાઓ:-